Surat : સગરામપુરાના ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંતનું મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન, સોમવારે કરાશે અંતિમ સંસ્કાર

|

Jun 04, 2023 | 9:37 AM

સુરતના સગરામપુરા ખાતે આવેલા ક્ષેત્રપાલ હનુમાન મંદિરના 52 વર્ષીય મહંત રાકેશનાથ મહારાજનું મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. મહંતને છેલ્લા બે ત્રણ દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

Surat : સગરામપુરાના ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંતનું મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન, સોમવારે કરાશે અંતિમ સંસ્કાર
Surat

Follow us on

Surat : સુરતના સગરામપુરા ખાતે આવેલા ક્ષેત્રપાલ હનુમાન મંદિરના 52 વર્ષીય મહંત રાકેશનાથ મહારાજનું મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. મહંતને છેલ્લા બે ત્રણ દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ દરમિયાન છાતિમાં દુખાવા બાદ અચાનક મોત થતા ભક્તોમાં પણ શોકનો માહોલ છવાયો છે. મહંતના અંતિમ સંસ્કાર આગામી સોમવારે કરવામાં આવશે. મહંતના પુત્ર અમેરિકાથી આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ પણ વાંચો : Surat: ફૂડ વિભાગ એક્શન મોડમાં, શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા

મહંતની હાર્ટ એટેકના કારણે નિધન થયું

સુરતમાં સંકટ મોચનના સૌથી પૌરાણિક મંદિર સગરામપુરા વિસ્તારમાં 350 વર્ષો જૂનું હનુમાનજીનું ક્ષેત્રપાલ દાદાનું મંદિર આવેલું છે. સંકટ મોચન હનુમાન ક્ષેત્રપાલ સ્વરૂપે સ્વયંભૂ બિરાજમાન થયા છે. હનુમાનજી સાથે કાલ ભૈરવ દાદા અને બટુક ભૈરવનું સ્વયંભૂ પ્રાગટય થયા હોવાનું માનવામાં આવે છે. આ સાથે ક્ષેત્રપાળ ભૈરવની સ્થાપના કરવામાં આવી. અહીંની ક્ષેત્રપાળ હનુમાન દાદા સાથે કાલ ભૈરવ અને શ્રી બટુક ભૈરવની સ્વયંભૂ પ્રતિમા સંપૂર્ણ સિંધુરમાં જોવા જોવા મળે છે. આ મંદિરના મહંત રાકેશનાથ મહારાજ હતા. જેમનું મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. જેથી ભક્તોમાં શોક છવાયો છે.

પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો

સોમવારે અંતિમ સંસ્કાર કરાશે

રાકેશનાથ મહારાજના પિતા પહેલા ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંત હતા. ત્યારબાદ તેમનું નિધન થતાં પુત્ર રાકેશનાથ મહારાજ મહંત બન્યા હતા. જેમને બે પુત્રો છે. પ્રતિક મહારાજ હાલ ક્ષેત્રપાલ મંદિરમાં જ મહંત છે જ્યારે નાનો પુત્ર અમેરિકામાં રહે છે. 52 વર્ષીય રાકેશનાથ મહારાજનું નિધન થતાં તેમના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. નાનો પુત્ર અમેરિકાથી આવ્યા બાદ સોમવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મંદિરમાં શનિવાર અને મંગળવારે ભીડ જોવા મળે છે

આ મંદિર ભક્તો માટે ખૂબ જ આસ્થા માધ્યમ બની રહ્યું છે. દૂર દૂરથી અહીં ભકતો દર્શન માટે આવે છે. સંકટ મોચન આ ક્ષેત્રપાલ દાદા ભક્તોની પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અનેક ભક્તો પોતાની બાધા અને માનતા માનવા અહીં આવે છે. ખાસ કરીને શનિ અને મંગળવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ક્ષેત્રપાલ દાદાના આ મંદિરની સાથે ભગવાન શિવનું મંદિર પણ આવેલુ છે. સાથે ભગવાન શનિ દેવાનું મંદિર પણ છે. ભક્તો ક્ષેત્રપાળ દાદાના દર્શન કરી ભોલેનાથ અને શનિદેવના દર્શન કરી ધન્યતા અનુભવી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article