Surat : પીએમ મોદીના ગુજરાત પ્રવાસ દરમ્યાન આકર્ષણનું કેન્દ્ર બનેલી “ટોપી” સુરતમાં તૈયાર કરાઈ છે, ડિઝાઇનરનું નામ જાણશો તો ચોંકી જશો

|

Mar 12, 2022 | 6:10 PM

સંજય સરાઉગીએ ટીવી9 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પીએમ મોદીની મુલાકાતને લઈને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમને મળ્યા હતા. જેઓએ આ યુનિક ડિઝાઈનની ટોપી બનાવવાનો આઈડિયા આપ્યો હતો.

Surat : પીએમ મોદીના ગુજરાત પ્રવાસ દરમ્યાન આકર્ષણનું કેન્દ્ર બનેલી ટોપી સુરતમાં તૈયાર કરાઈ છે, ડિઝાઇનરનું નામ જાણશો તો ચોંકી જશો
The "hat" that became the center of attraction during PM Modi's Gujarat tour has been made in Surat

Follow us on

Surat : ચૂંટણી આવે ત્યારે રાજકીય પક્ષોના નેતાઓ અને તેના કાર્યકરો પક્ષના પ્રચાર પ્રસાર માટે ખેસ, ટોપી, કુર્તા વગેરે પહેરવાનું પસંદ કરતાં હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) શુક્રવારે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમનું સમર્થન કરવા લોકો ઉમટી પડ્યા છે. પરંતુ આ દરમિયાન જે વસ્તુએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું તે તેમની કેપ હતી. સૌથી મહત્વની વાત તો એ છે કે આ ટોપી ટેકસસ્ટાઇલ હબ ગણાતા સુરત શહેરમાં તૈયાર કરવામાં આવી છે.

શહેરના જાણીતા ટેકસટાઇલ ગ્રૂપ લક્ષ્મીપતિ દ્વારા આ ટોપીઓ તૈયાર કરવામાં આવી છે. આ મિલના માલિક સંજય સરાઉગીએ ટીવી9 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પીએમ મોદીની મુલાકાતને લઈને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમને મળ્યા હતા. જેઓએ આ યુનિક ડિઝાઈનની ટોપી બનાવવાનો આઈડિયા આપ્યો હતો. જોકે આ ગ્રૂપ મુખ્યત્વે સાડી અને ડ્રેસ મટીરીયલ માટે જાણીતું છે. છતાં તેઓએ આ ટોપી બનાવવા માટે ઓર્ડર લીધો હતો.

બીજી આશ્ચર્યની વાત તો એ છે કે આ ટોપીની ડિઝાઇન ખુદ સી.આર.પાટીલ દ્વારા નક્કી કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ કેપ માટેની અનેક ડિઝાઈનની સમીક્ષા કરવામાં આવી હતી, ત્યારબાદ રાજ્યના નેતૃત્વ દ્વારા અને આ ડિઝાઈનને મંજૂરી આપવામાં આવી હતી.આ કેપ બનાવવામાં આવી હતી, જે દેશના ટેક્સટાઈલ ઉદ્યોગની શ્રેષ્ઠતા દર્શાવે છે. ગુજરાત ભાજપની ભગવા રંગની ટોપી કોટન કાપડ માંથી બનેલી છે, પરંતુ તેને બનાવવામાં સારી ગુણવત્તાના કોટનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

સંજય સરાઉગીએ ઉમેર્યું હતું કે તેના માટે ખાસ કારીગરી લાગી છે. ટોપીના ડિઝાઈનર તરીકેનો શ્રેય પણ તેઓએ સી.આઈ.પાટીલને આપ્યો હતો. આ ટોપી સીધી પહેરો કે ઉલટી તરફ તેની પર કમળના સિમ્બોલ સાથે ગુજરાતીમાં બીજેપી લખેલું સ્પષ્ટપણે વાંચી શકાય છે. કેપ પર ડિઝાઈનર રીતે ભરતકામની પાતળી પટ્ટી લખેલું છે જેના પર બીજેપી અને કમળ દોરવામાં આવ્યું છે.

મહિલા હોય કે પુરુષ ભાજપના કોઈપણ કાર્યકર્તા આ ટોપી પહેરે તો તેમને શુટેબલ થાય તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે. જોકે હાલ તેઓએ સેમ્પલ માટે ફક્ત પાંચ થી સાત હજાર જેટલી ટોપીઓ તૈયાર કરવામાં આવી છે. પણ આવનારા ઇલેક્શનને લઈને આવી સરખી ટોપીઓ પહેરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી વિધાનસભા ચૂંટણીમાં પણ આ ટોપીઓ જોવા મળે તેવી શકયતા છે.

આ પણ વાંચો : Jamnagar: જય રણછોડ, માખણચોરના નાદ સાથે લાખો ભકતો પદયાત્રા કરી દ્વારકા પહોંચશે

આ પણ વાંચો : Holi 2022 : સુરતમાં વૈદિક હોળીનો વધ્યો ટ્રેન્ડ, હોલિકા દહન માટે ગોબર સ્ટીકનું છ ગણું ઉત્પાદન

Published On - 5:11 pm, Sat, 12 March 22

Next Article