સુરતમાં (Surat) 30 હજાર ચોરસ મીટર વિસ્તારમાં પાટીદાર ગ્લોબલ સમિટના (Patidar Global Summit) નામે ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન જુદા જુદા સેકટરમાં યોજાવાનું છે. પીએમ મોદીના (PM MODI) હસ્તે વિડીયો કોંફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન થશે. જેના ઉદ્ઘાટન માં સીએમ ભુપેન્દ્ર પટેલ, મંત્રી મનસુખ મંડવીયા ઉપસ્થિત રહેવાના છે.
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ એટલે એવું નથી કે ફક્ત મોટા બિઝનેસ પરંતુ જમીન સાથે જોડાયેલા ઉધોગો જેવા કે કૃષિ, ડેરી અને મહિલા ઉધોગ માટે પણ અહીં સ્થાન હશે. આ સમિટમાં 950 સ્ટોલ્સ અને 12 કરતા વધારે ડોમ હશે. જેમાં ડાયમંડ, ટેક્સ્ટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, એન્જીન્યરીંગ, ઓટોમોબાઇલ, કેમિકલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પેટ્રો કેમિકલ, એગ્રો, ઇલેક્ટ્રોનિક્સ, ગારમેન્ટ, શિપિંગ, સર્વિસ સેક્ટર વગેરેને આવરી લેવામાં આવશે.
અહીં આનાથી લઈને મોટા બિઝનેસમેનો એક જ પ્લેટફોર્મ પર ભેગા થઈને પરસ્પર વેપાર ઉધોગ કરશે. સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે આ સમિટમાં મહિલાઓ માટે પણ અલાયદો ડોમ ફાળવવામાં આવશે. તેમજ સામાજિક સમરસતાને ભાગરૂપે 10 ટકા સ્ટોલ સર્વ સમાજ માટે ફાળવવામાં આવશે.
આવનારી 29,30 એપ્રિલ અને 1 મે ના રોજ આ સમિટ સુરતમાં યોજાશે. જેના માટે હવે આયોજનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યનું ફાઇનાન્સિયલ તેમજ ઔદ્યોગિક કેપિટલ છે. સુરતના વિકાસમાં પણ સમગ્ર પાટીદાર સમાજનું યોગદાન છે.આ સમિટ માટે અત્યારસુધી 2 લાખ મુલાકાતીઓનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. આયોજકોને અંદાજો છે કે મુલાકાતીઓની સંખ્યા 5 લાખ સુધી પહોંચી જશે.
સુરતમાં બનનારા સરદારધામ માટે પણ જગ્યા શોધવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર દક્ષિણ ગુજરાતની પાટીદાર સમાજની સંસ્થાઓએ એક સુરમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર અને હવે આગામી સમયમાં સુરત ખાતે સરદારધામના નિર્માણનો ઐતિહાસિક સંકલ્પ લીધો હતો. સરદારધામ દક્ષિણ ગુજરાતના ફેઝ 1માં 300 કરોડના ખર્ચે તાલીમ કેન્દ્ર અને હોસ્ટેલ સહીત યુવાઓના શિક્ષણ માટે બનાવવામાં આવશે. જયારે ફેઝ 2માં બાળ ભવનથી ઉચ્ચ શિક્ષણના ભવનને બનાવવામાં આવશે.
આમ સમાજના બાળકોનું પ્રાથમિક અભ્યાસથી લઈને તેના લક્ષ્ય સુધીનું ઘડતર સરદારધામ દક્ષિણ ગુજરાતમાં શક્ય બનશે. જેનો લાભ દક્ષિણ ગુજરાત તેમજ અન્ય જિલ્લા અને ગ્રામ્યના હજારો વિદ્યાર્થીઓને થશે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ નો મુખુ ઉદ્દેશ્ય વેપારના વિસ્તરણનો છે. જેમાં એક જ પ્લેટફોર્મ પર નાનાથી મંદીને મોટા બિઝનેસમેન પોતાની પ્રોડક્ટ્નું બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને લોન્ચિંગ કરીને પોતાના બિઝનેસને ઉડવા માટે પાંખોને વિસ્તરવા ખુલ્લું આકાશ આપી શકે છે.
આ પણ વાંચો : કેમ મહિલાઓ પગની આંગળીઓમાં વિંછીયા પહેરે છે? વાંચી લો તેના વૈજ્ઞાનિક કારણો