Surat: ત્રણ વર્ષ પહેલાં કિશોરીને ભગાડી જવાની અદાવત રાખીને હત્યા કરાઈ હોવાનો ખુલાસો થતાં ગુનો નોંધાયો

|

Apr 03, 2022 | 1:52 PM

પ્રથમ અકસ્માતમાં નીચે પડ્યો હોય તેવી હકીકત મળતા મૃતકના પરિવારજનો લાશ લઈને વતન નીકળી ગયા હતા. વતનમાં અગ્નિ સંસ્કાર કર્યા બાદ મૃતકના પિતાને હત્યા થઈ હોવાની જાણ થતાં તેણે સુરત આવી પોલીસને સમગ્ર હકીકત જણાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો.

Surat: ત્રણ વર્ષ પહેલાં કિશોરીને ભગાડી જવાની અદાવત રાખીને હત્યા કરાઈ હોવાનો ખુલાસો થતાં ગુનો નોંધાયો
Symbolic image

Follow us on

સુરત (Surat) ના વરાછા વિસ્તારમાં આવેલ ઘનશ્યામ નગર સોસાયટીમાં કામ અર્થે ગયેલ યુવકને કેટલાક ઈસમો દ્વારા બીજા માળેથી નીચે ફેંકી દઈને હત્યા (Murder) કરવામાં આવી હતી જે ઘટનામાં નજીકના લોકો દ્વારા હત્યા થઈ હોવાની જાણ થતાં પ્રથમ પોલીસ (Police) અકસ્માત અને ત્યારબાદ હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. છોકરીને ભગાડવામાં આવી હોવાની અદાવત રાખીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બની ત્યારે અકસ્માતમાં નીચે પડ્યો હોય તેવી હકીકત મળતા પોલીસે અકસ્માત (Accident)  મોતની નોંધ કરી હતી, પણ પાછળથી પરિવારજનોને હત્યાની જાણ થતાં પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે.

સુરતના અમરોલી કોસાડ ખાતે એમ્બ્રોઇડરી મશીનમાં કામ કરતા સતીશ કુશવાહ કામ અર્થે વરાછા ઘનશ્યામ નગર ખાતે અન્ય મિત્રોને મળવા આવ્યો હતો જ્યાં કેટલાક ઈસમો આવી પોહચ્યા હતા અને બીજા માળે લઈ જઈને ઉપરથી નીચે ફેંકી દીધો હતો અને ત્યારબાદ નીચે આવીને માર મારી હત્યા કરી નાસી ગયા હતા. જોકે પ્રથમ અકસ્માતમાં નીચે પડ્યો હોય તેવી હકીકત મળતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી અને મૃતકના પરિવારજનો લાશ લઈને વતન નીકળી ગયા હતા.

વતનમાં અગ્નિ સંસ્કાર કર્યા બાદ નજીક ના લોકો દ્વારા મૃતકના પિતાને હત્યા થઈ હોવાની જાણ કરી હતી જે બાબતે મૃતકના પિતા સુરત આવી વરાછા પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી અને જે મામલે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક તેમના ગામમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો અને ભગાડી લઈ ગયો હતો ત્યારબાદ પોલીસે પકડી પાડતા જેલમાં ગયો હતો જે ઘટના બે વખત બની હતી અને ત્યારબાદ યુવક જામીન પર છૂટી સુરત વ્યવસાય અર્થે આવી ગયો હતો.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

જોકે યુવતીએ પરિવારજનો સાથે જવાની ના કહેતા યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી હતી જે અદાવતમાં સાડા ત્રણ વર્ષ બાદ બદલો લેવાની ભાવના સાથે અને પોતાની દીકરી તેમનાથી અલગ થઈ ગઈ હોય જેની અદાવત રાખીને સતિષની હત્યા કરી દેવામાં આવી હતી જે મામલે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી તમામ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ત્રણ વર્ષ પહેલાંની અદાવત રાખીને માં હત્યા મૃતકના પિતાના આક્ષેપ છે ત્રણ વર્ષ પહેલાં મારા દીકરાએ ગામની એક યુવતીને ભગાડી ને લઇ ગયો હતો આવી રીતે બે વખત ભગડી ને ગયો જતો બાદમાં દીકરી પોતાના પરિવારથી દૂર થઈ ગઈ હતી બાદ માં મારો દીકરી એકલો સુરત ખાતે અર્થે આવ્યો હતો જોકે આની અદાવત રાખીને દીકરીના પરિવારજનો દ્વારા હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કરાયા છે.

આ પણ વાંચોઃ અમદાવાદની હવામાં ઝેર! પ્રદૂષણમાં મુંબઈ, દિલ્હીને અમદાવાદે છોડ્યું પાછળ, એર ક્વોલિટી ઈન્ડેક્સ 311 પર પહોંચ્યો

આ પણ વાંચોઃ Gandhinagar: કલોલમાં મહિલા શિક્ષિકાના અપહરણના કેસમાં સ્થાનિક પોલીસ, LCB અને SOGએ શરૂ કરી તપાસ, CCTVના આધારે પોલીસે શંકાસ્પદની ઓળખ કરી

Published On - 1:51 pm, Sun, 3 April 22

Next Article