ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરતમાં તાપી નદી બે કાંઠે, કોઝવેની જળસપાટી પણ વધી

|

Sep 29, 2021 | 11:19 AM

ઉકાઈ ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા સુરતની તાપી નદી બે કાંઠે થઈ છે. જેના પગલે તંત્ર દ્વારા તાપી નદીના કિનારા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરતમાં તાપી નદી બે કાંઠે, કોઝવેની જળસપાટી પણ વધી
Tapi river on two banks in Surat releasing water from Ukai dam water level of the causeway also rose

Follow us on

તાપીના ઉકાઈ ડેમમાં(Ukai Dam) ઉપરવાસ પડેલા વરસાદને(Rain)પગલે પાણીની આવક થઈ રહી છે. જેમાં હાલ ડેમમાં 2,07,910 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જયારે ડેમમાંથી પાણીની જાવક 1,90,449 ક્યૂસેકની છે. તેમજ હાલ ડેમની સપાટી 340.96 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.

જેના પગલે ડેમના 22 ગેટ પૈકી 15 ગેટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં પણ 12 ગેટ 6 ફૂટ અને 3 ગેટ 7 ફૂટ ખોલવામાં આવ્યા છે. તેમજ ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા સુરતની(Surat)તાપી નદી બે કાંઠે થઈ છે. જેના પગલે તંત્ર દ્વારા તાપી નદીના કિનારા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં 16 કલાકમાં 36 ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે સુરતમાં કોઝવેની જળસપાટી 9.30 મીટરને પાર કરી ગઈ છે. જ્યારે કોઝવેમાંથી 2.25 લાખ ક્યૂસેક પાણી દરિયામાં ઠલવાયુ  છે.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરો જેવા કે, સુરત, તાપી, ડાંગ, નવસારી અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ મધ્યમાં આણંદ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ તથા જામનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં(Gujarat)આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની(Rain)હવામાન વિભાગે(IMD) આગાહી કરી છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બુધવાર અને ગુરુવારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

જયારે 30મી સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે અને દરિયાકિનારે ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવવામાં આવી છે.

આ પણ વાંચો : ભરૂચમાં જળબંબાકારની સ્થિતિ, અંકલેશ્વર-સુરત સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા

આ પણ વાંચો: Nansari ના ગણદેવીમાં દેવધા ડેમ પાસે યુવકને સ્ટંટ ભારે પડ્યો, જુઓ વિડીયો

Published On - 9:53 am, Wed, 29 September 21

Next Video