સુરતના(Surat)પાંડેસરા વિસ્તારમાં એક નવનિર્મિત બાંધકામમાં (Construction) 14મા માળે લીફ્ટનું(Lift)કામ કરી રહેલો યુવકનું સંતુલન ખોરવાતા નીચે પટકાયો હતો.તેને બચાવવા જતા પાછળ એક બીજો યુવાન પણ નીચે પટકાતા ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક સુરત પોલીસની ટીમ ભટ્ટા સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ શરૂ કરી અને ગુનો નોંધવા માટેની હાથ ધરવામાં આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદ ખાતે નવનિર્મિત બાંધકામ થઈ રહ્યું છે જેમાં સવારે દસેક વાગ્યાની આસપાસ એક યુવાન બિલ્ડીંગ ના 14 માં માળે લિફ્ટનું કામકાજ કરી રહ્યો હતો તે દરમિયાન યુવાનનું સંતુલન ખોરવાયું હતું અને સંતુલન ખોરવાતા નીચે પટકાયો હતો એક યુવાન નીચે પડતા હતા તેમને બચાવવા માટે પાછળ ગયેલો યુવાનનું પણ સંતુલન ખોરવાતા તે પણ 14 માં માળેથી નીચે પટકાયો હતો. આ ઘટનાના મૃતક આકાશ બોરસે અને નિલેશ પાટીલ આ બિલ્ડીંગમાં કામ કરતા હતા.જોકે આ યુવાનો બિલ્ડીંગમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન કોઈપણ સેફ્ટીના સાધનોનો પહેર્યા નહીં હોવાનું સામે આવ્યું હતું જ્યારે લિફ્ટ માં કામ કરી રહ્યા હતા.
આ બનાવની પોલીસને જાણ કરાતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ પોલીસ દ્વારા ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી
મહત્વનું છે કે જે રીતે આ ઘટના બની છે તે ઘટના સેફ્ટીના સાધનો ન પહેર્યા હોવાને કારણે અતિ ગંભીર બની છે.ખરેખર 14માં માળે કામ કરતા આ કર્મચારીઓએ જો સેફટીના સાધનો પહેર્યા હોત તો પરિણામ એટલું દુઃખદ ન હોત આ ઘટનાને પગલે બંને આશાસ્પદ યુવાનોના જીવ ગયા છે ત્યારે ખરેખર જો આવી ઘટનામાં બિલ્ડર કે કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોને સેફ્ટીના સાધનો પહેરાવે તો ઘટના આટલી ગંભીર બનતા અટકી જાય.
આ ઘટનાને લઈને ઝોન થ્રી ના ડીસીપી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે સૌપ્રથમ પ્રાથમિક ધોરણે કામદારોની કોઈ સેફટી રાખવામાં આવી ન હોય તેવું લાગી રહ્યું છે અને હાલમાં પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે અને જો કોઈ સ્પષ્ટ બેદરકારી અથવા તો કોઈ ખામી જોવા મળશે તો આ બાબતે જેતે જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવી બાહેધરી ડીસીપી દ્વારા આપવામાં આવી છે.
આ આખી ઘટનાની અંદર બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની સ્પષ્ટપણે બેદરકારી સામે આવી રહી છે કારણ કે સવારના 10 થી 11 વાગ્યાની અરસાની અંદર આ ઘટના બની હતી છતાં પણ ન પોલીસને કે ન ફાયર વિભાગને આ બાબતે જાણ કરવામાં આવી હતી જ્યારે પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી ત્યારબાદ સુરત ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
Published On - 5:10 pm, Fri, 16 September 22