Surat : વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો, માનસિક તણાવમાં આવીને ભર્યું પગલું

|

Mar 23, 2023 | 8:36 PM

સુરત પોલીસ વ્યાજખોરો સામે તવાઈ બોલાવી રહી છે. તેવામા ફરી સુરત ના મોટા વરાછા વિસ્તારમાં વ્યાજખોરીના ત્રાસનો વિડીયો સામે આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા હિંમત વડાલીયાએ ફીનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પઠાણી ઉઘરાણીના ફોન આવતા હોવાથી પરેશાન થઈ આપઘાત કરવા સુસાઇડ નોટ લખી ફીનાઇલ પી લીધું હતું.

Surat :  વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો, માનસિક તણાવમાં આવીને ભર્યું પગલું
Surat Youth Try To Suicide

Follow us on

સુરત પોલીસ વ્યાજખોરો સામે તવાઈ બોલાવી રહી છે. તેવામા ફરી સુરતના મોટા વરાછા વિસ્તારમાં વ્યાજખોરીના ત્રાસનો વિડીયો સામે આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા હિંમત વડાલીયાએ ફીનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પઠાણી ઉઘરાણીના ફોન આવતા હોવાથી પરેશાન થઈ આપઘાત કરવા સુસાઇડ નોટ લખી ફીનાઇલ પી લીધું હતું. જેમાં સુરતમા વ્યાજખોરોનો આતંક યથાવત હોય તેવું લાગી રહ્યું છે.મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને લેડીઝવેરની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હિંમત વડાલીયા નામના યુવકે આજથી 6 વર્ષ પહેલા અશોક ભાઈ ગોયાણી નામના વ્યક્તિ પાસેથી 25 લાખ રૂપિયા 4 ટકા લેખે વ્યાજે લીધા હતા.જેમાં ગેરેન્ટીમા પોતાનું ઘર ગીરવે મૂક્યું હતું. ત્રણ વર્ષ સુધી રેગ્યુલર વ્યાજ પણ આપ્યું હતું. હિંમતે આક્ષેપ કર્યા હતા કે એક યુવક પાસેથી વ્યાજે લીધેલા નાણાંના કારણે પઠાણી ઉઘરાણીના ફોન આવતા હોવાથી પરેશાન થઈ આપઘાત કરવા સુસાઇડ નોટ લખી ફીનાઇલ ગટગટાવી લીધું હતું.

યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ

હાલમાં યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ સુધી વ્યાજના નાણાં ચૂકવવ સાથે સમય જતાં તેમનું મકાન અશોક ગોયાણી નામના વ્યક્તિએ પડાવી લીધું હોવાના આક્ષેપ હિંમતે કર્યા હતા. અને અશોક ગોયાણીની પત્નીના નામે મારુ મકાન છે પરંતુ તેમણે આજ સુધી મારુ ઘર જોયું નથી તેમ જણાવ્યું હતું.

સુસાઇડ નોટમાં પોલીસ પર પણ થયા આક્ષેપ

યુવકે લખેલી સુસાઈડ નોટમાં તેણે પોલીસ પર પણ આક્ષેપો કર્યા છે કે વારંવાર પોલીસ સ્ટેશનમાંથી ફોન આવતા હતા અને મને બોલાવવામાં આવતો હતો. અને કહેવાતું કે , તું અશોક ગોયાણીને નહિ પહોંચે એટલે બધુ જવાદે આ પ્રકારના આક્ષેપો યુવકે સુસાઇડ નોટમાં કર્યા અને જે નંબર થી ફોન આવ્યા હતા તે નંબર નો ઉલ્લેખ યુવકે સુસાઇડ નોટમાં કર્યો હતો પરંતુ મહત્વનું છે કે આ સમગ્ર બાબતે તપાસ બાદ જ સાચું તથ્ય બહાર આવશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સરકાર વ્યાજખોરો સામે આકરા પગલાં લેવા પણ સૂચના આપી છે

હાલમાં વ્યાજખોરીના દૂષણને નાથવા માટે સરકારે કવાયત હાથ ધરી હતી અને ઊચા વ્યાજે નાણાં આપી લોકોને હેરાન પરેશાન કરતાં લોકો સામે કાર્યવાહી કરાઇ છે. જે અંતર્ગત સુરત માંથી પણ મોત પ્રમાણમાં આવા ગુનાઓ નોંધાય છે. આ તમામ ગતિવિધિઓ થોડી ધીરી પડતાં સુરતમાં ફરી આવો બનાવ સામે આવ્યો યુવકે સુસાઇડ નોટ લખી ફીનાઇલ પી લીધું હતું. તેને સારવાર અર્થે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે સુરત પોલીસ કમિશનર વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે. જોકે હિંમતે જે પ્રકારે સુસાઇડ નોટ લખી છે તો કહી શકાય કે જો પોલીસ જ આ પ્રકારે દબાણ કરશે તો વ્યક્તિ જશે તો ક્યાં જશે. હિંમતે આ સમગ્ર બનેલી ઘટના અંગે ન્યાયની માંગ કરી. સુસાઇડ નોટમાં પણ સુરત પોલીસ કમિશનર તેમજ ગૃહ મંત્રી પાસે ન્યાયની માંગ કરી હતી. આ મામલે પોલીસ કઈ દિશામાં તપાસ કરે તે હવે જોવું રહ્યું

આ પણ વાંચો : Gujarat માં વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ 6.23 લાખ લાભાર્થીઓને રૂપિયા 1970 કરોડની લોન અપાઈ

Next Article