રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલની(Kanhaiyalal) ઘાતકી હત્યાને સખ્ત શબ્દોમાં વખોડનાર સુરતના(Surat) એક યુવકને સોશિયલ મીડિયામાં જાનથી મારી (Death penalty)નાખવાની ધમકી આપવામાં આવી છે. જેમાં યુવરાજ પોખરના નામક યુવક દ્વારા ઉદયપુરમાં સામાન્ય દુકાનદારની હત્યા અને ત્યારબાદ તેના વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ કરનાર બંને યુવકો દ્વારા આચરવામાં આવેલા હત્યાકાંડનો વિરોધ કરવામાં આવતાં ઇન્સ્ટાગ્રામ પર તેને એક અન્ય મુસ્લિમ યુવક દ્વારા ધમકી આપવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા આ બાબતે તાત્કાલિક ગંભીરતાથી લઈને સિક્યુરિટી આપવામાં આવી છે. આ યુવકને instagram ઉપર ધમકી મળી હોવાનો અહેવાલ Tv9 ની અંદર પ્રસારિત થતાની સાથે જ પોલીસ તંત્ર એલર્ટ થયું હતું અને તાત્કાલિક ફરિયાદીનો કોન્ટેક્ટ કરી તેમને જરૂરીયાત પ્રમાણે એક ગનમેનની સિક્યુરિટી આપવામાં આવી છે અને આ બાબતે સાયબર સેલ દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.
જોકે, ધમકીને પગલે યુવરાજના પરિવારજનોમાં પણ ઘેરી ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે. સુરતના ઉમરા ખાતે રહેતા યુવરાજ પોખરના નામક યુવક દ્વારા હાલમાં જ ઉદયપુર ખાતે દરજી કન્હૈયાલાલની હત્યા સંદર્ભે સોશયલ મીડિયા પર મુકાયેલી એક પોસ્ટ પર સખ્ત શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી જેને પગલે ફૈઝલ નામક યુવક દ્વારા તેને ધમકી આપવામાં આવી છે. હાલ સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર ઉદયપુર હત્યાકાંડને પગલે રાજસ્થાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે હવે સુરતના યુવકને પણ આ રીતે જાનથી મારવાની ધમકી મળતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. જેથી ગુજરાતની અંદર પણ તેના કોઈ પ્રત્યાઘાત ન પડે તે માટે પોલીસ ગૃહ વિભાગ સતર્ક છે. ત્યારે સુરતની અંદર પણ આ બાબતે તપાસ શરૂ કરી કરવામાં આવી છે.
આ ઘટનાને પગલે સમગ્ર રાજસ્થાનમાં હાલ ભારે તંગદિલી સર્જાવા પામી છે ત્યારે હવે શહેરના યુવકને પણ ધમકી મળતાં સમગ્ર પ્રકરણ પોલીસ કમિશનર કચેરી સમક્ષ પહોંચ્યું છે. આ પહેલા પણ સુરતના યુવકને સોશિયલ મીડિયામાં આ પ્રકારની ધમકીઓ મળી ચુકી છે. સુરત પોલીસે પણ આ બાબતે ગંભીરતાથી લઈને તાત્કાલિક સુરક્ષા આપી છે.
Published On - 6:49 pm, Fri, 1 July 22