Surat : રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેન્કની ટીમ સુરત આવીને ગઈ, પણ લોન ક્યારે મળશે હજી કંઈ નક્કી નથી

|

May 20, 2022 | 2:14 PM

મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે 26 નવેમ્બર 2021ના રોજ સુરત મહાનગર પાલિકાના રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) તરીકે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

Surat : રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેન્કની ટીમ સુરત આવીને ગઈ, પણ લોન ક્યારે મળશે હજી કંઈ નક્કી નથી
World Bank Team in Surat (File Image )

Follow us on

સુરત મહાનગરપાલિકાનો (SMC) મહત્વાકાંક્ષી તાપી રિવરફ્રન્ટ (Riverfront )પ્રોજેક્ટ ચાર વર્ષમાં પણ સાકાર થઈ શક્યો નથી. 3904 કરોડના આ પ્રોજેક્ટ માટે વિશ્વ બેંક (World Bank ) પાસેથી હજી સુધી લોન ઉપલબ્ધ થઇ નથી. વિશ્વ બેંકની ટીમ અત્યારસુધી બે વખત સુરત આવી ચુકી છે, તેમ છતાં હજી પણ તે લોન આપવાની ખાતરી આપી રહી છે. વર્લ્ડ બેંક પાસેથી આ પ્રોજેક્ટ માટે1991 કરોડ રૂપિયાની લોનની જરૂર છે, પરંતુ તે ક્યારે મળશે તે અંગે કોઈને ખબર નથી. એડિશનલ સીટી ઈજનેર આશિષ દુબેના કહેવા પ્રમાણે જ્યારે લોન મળશે ત્યારે જ પ્રોજેક્ટ શરૂ થશે. આ વખતે વિશ્વ બેંકની ટીમ 9 થી 14 મે દરમિયાન સુરતમાં આવી હતી.

આમ તો વિશ્વ બેંક પાસેથી લોન લેવાની વાત છેલ્લા  8 મહિનાથી ચાલી રહી છે, પરંતુ તે હજુ પણ આ લોન અંગે અસમંજસની સ્થિતિમાં છે. મહાનગરપાલિકામાં પદાધિકારીઓ અને કમિશનર દ્વારા વર્લ્ડ બેંકની ટીમ સમક્ષ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. જેમાં તાપી રિવરફ્રન્ટની રચના અને પ્રોજેક્ટને લગતી કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. આ મીટીંગમાં પણ વર્લ્ડ બેંકની ટીમ દ્વારા પ્રોજેક્ટમાં સંપૂર્ણ સહકાર આપવાની વાત કરી હતી, પરંતુ તેના માટે લોન ક્યારે આપવામાં આવશે તે જણાવ્યું ન હતું.

રિવરફ્રન્ટ પ્રોજેક્ટની વિગતો

આખો પ્રોજેક્ટ રૂ. 3904 કરોડનો છે, જેમાં વિશ્વ બેન્ક પાસેથી રૂ. 1991 કરોડની લોન લેવાની છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ 33 કિમીના વિસ્તારમાં સાકાર કરવામાં આવનાર છે. જેના પ્રથમ તબક્કામાં ONGC બ્રિજથી વિયર કમ કોઝવે સુધી 10 કિમીનું કામ કરવામાં આવશે જયારે બીજા તબક્કામાં વિયર વર્ક કોઝવેથી બ્રિજ સુધી 23 કિમીનું કામ કરવામાં આવશે, 33 કિમીમાં તાપી નદીની બંને કાંઠે રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. તાપી રિવરફ્રન્ટ યોજનાને આગળ વધારવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કંપની (SVP)ની રચના પણ કરવામાં આવી છે. 24 ડિસેમ્બર 2018ના રોજ હાલના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહેસૂલ મંત્રી કૌશિક પટેલની સામે કહ્યું હતું કે જો અમદાવાદમાં રિવરફ્રન્ટ બની શકે છે તો સુરતમાં કેમ નહીં, આટલા વર્ષો બાદ અનેક બેઠકો પછી પણ હજુ સુધી કંઈ થયું નથી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે તાપી નદી પર પરંપરાગત બેરેજના બાંધકામ માટે ફરીથી ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં વિશાળ પાણીનું સરોવર બનાવવામાં આવશે. આ સાથે 33 કિમી વિસ્તારમાં પાણી વિસ્તારમાં રિવરફ્રન્ટ વિકસાવવામાં આવશે. ફેઝ-1માં 1236 કરોડ તેમજ ફેઝ-2માં રૂ.2668 કરોડ ખર્ચવામાં આવશે. આમ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ રૂ.3904 કરોડ જેટલો થવા જાય છે. મહાનગરપાલિકાની આ દરખાસ્તને રાજ્ય સરકારે પણ ક્યારની લીલી ઝંડી આપી દીધી છે.

નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 26 નવેમ્બર 2021ના રોજ સુરત મહાનગર પાલિકાના રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) તરીકે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે મ્યુનિસિપલ કમિશનરને એસપીવીના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો છે. રિવરફ્રન્ટથી પાણી અને જમીનની વ્યવસ્થા કરવાની પણ યોજના નક્કી કરવામાં આવી  છે.સરોવરની બંને બાજુએ રૂંઢ-ભાઠા થી સિંગણપોર સુધીનો વોક-વે તૈયાર કરવામાં આવશે. સાથે જ લોકોના મનોરંજન, પર્યટન અને વાહનવ્યવહાર માટેની સુવિધાઓ પણ તબક્કાવાર વિકસાવવામાં આવશે. નદીના કિનારે હરિયાળી અને મનોરંજનના સાધનો પણ વિકસાવવામાં આવશે. જેમાં બોટીંગ અને વોટર ગેમ્સની પણ સુવિધા હશે.

Next Article