સુરતના ડીંડોલીમાં હચમચાવનારી ઘટના આવી સામે છે. આજે સવારે ડીંડોલીમાં સળગતી હાલતમાં મહિલા મળી આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા ફાયર એક્સ્ટિંગ્યુસર બોટલ થકી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, મહિલા સંપૂર્ણપણે બળી જતા મોત નીપજ્યું હતું. જેમાં મળતી માહિતી પ્રમાણે, ડીંડોલી વિસ્તારમાં સુજીદેવી ચૌધરી પરિવાર સાથે રહેતો હતી. આજે સવારે સુજીદેવી ઘરમાંથી સળગતી હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સળગતી મહિલાને ફાયર એક્સ્ટિંગ્યુસર બોટલથી આગને બુઝાવી હતો. જોકે, તે પહેલાં જ મહિલાનું મોત નીપજી ચૂક્યું હતું.
108ના મહિલા કર્મચારી મહિલાને બચાવવા પ્રયાસ કર્યો મહિલાનો જીવ બચાવવા માટે 108ની મહિલા કર્મચારી જાતે ફાયર વિભાગનું કામ કર્યું હતું. સવારે સાડા નવ વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં 108ની મહિલા કર્મચારીની સરાહનીય કામગીરી કરી હતી. જોકે, 108ના મહિલા કર્મચારીની અથાગ મહેનત બાદ પણ મહિલાનો જીવ બચાવવામાં સફળ રહ્યા ન હતા.
મહિલાના રહસ્યમય મોતને લઈને સવાલો ઊભા થયા ડીંડોલી વિસ્તારમાં સુજીદેવી પરિવાર સાથે રહેતી હતી. 4 દિવસ અગાઉ પતિ રાજસ્થાન મંદિરે ગયો હતો. સુજીદેવીના પરિવારમાં બે બાળક અને એક દીકરી છે. મૃતક સુજીદેવીની ઉંમર આશરે 40થી 45 વર્ષ છે. હાલ તો પરિવારમાંથી કોઈ હાજર ન હોવાના કારણે વધુ માહિતી મળી નથી. જો કે મહિલાનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં અનેક સવાલ ઊભા થયા છે. જ્યારે ડીંડોલી પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…