Surat : બે મહિનામાં જ ડિજિટલ યુનિવસિર્ટી શરૂ, દેશના કોઇપણ ખૂણામાંથી ઓનલાઇન ભણી વિધાર્થીઓ પદવી મેળવી શકશે

|

Apr 11, 2022 | 9:46 AM

દેશભરની યુનિ.એફિલિયેટેડ કોલેજીસમાં યુજી કે પીજીમાં અભ્યાસ કરવો હોય તો વાલીના ગજવા ફાટી જાય છે. જાતજાતની ફી વસૂલતી કોલેજોને લઇને સેકડો વાલીઓ ગુંગળામણ અનુભવતા હોય છે. પરંતુ તેમની પાસે કોઇ વિકલ્પ ન હોવાથી તેઓ મજબૂર બને છે

Surat : બે મહિનામાં જ ડિજિટલ યુનિવસિર્ટી શરૂ, દેશના કોઇપણ ખૂણામાંથી ઓનલાઇન ભણી વિધાર્થીઓ પદવી મેળવી શકશે
Digital university will start in two months (Symbolic Image )

Follow us on

ભારત સરકારે(Government ) આગામી નવા શૈક્ષણિક વર્ષ જૂન-2022થી દેશમાં નવી ડિજિટલ (Digital )યુનિ.સ્થાપવાની કામગીરી ઝડપી બનાવી છે.ભારત સરકારના ઉચ્ચ શિક્ષણ(Education ) વિભાગ અને દેશભરની અલગ અલગ યુનિવર્સિટીઓનું નિયમન કરતું યુજીસી ઉપરાંત ઓલ ઇન્ડિયા ટેક્નિકલ એજયુકેશન જેવી સંસ્થાઓએ ભેગા મળી એક ભગીરથ કામ શરુ કરી દીધુ છે. આધુનિક ભારતમાં હવે વિદેશની જેમ ડિજિટલ યુનિવર્સિટીનો પાયો નાંખવા માટે સરકારે કમર કસી છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકોએ વિગતો આપતા કહ્યું હતુ કે, આગામી જૂન-2002-23ના નવા એકેડમિક થરથી ડિજિટલ યુનિ. ધમધમતી થઈ જશે.

આ માટે સરકારે તમામ કામગીરીને અંતિમ ઓપ આપી દીધો છે. ડિજિટલ યુનિ.માં દેશભરના કોઇપણ ખુણેથી કોઇપણ ઉમેદવાર અભ્યાસ કરી શકશે. આ માટે ડિજિટલ યુનિ.ની વેબસાઇટ ઉપર અલગ અલગ ફેકલ્ટીના કોર્સ ઓનલાઇન મૂકાશે.આ માટે વિષય તજજ્ઞ અધ્યાપકોનાં લેક્ટર તૈયાર કરી અપલોડ કરાશે. આ લેકચર જે તે ઉમેદવારે સાંભળી તેના આધારે અસાઇન્મેન્ટ કે ટયુટોરિયલ સહિત તૈયાર કરવાના રહેશે.

તે પછી તેમની ઓનલાઈન હાજરીના આધારે રેગ્યુલર યુનિ.ની પેર્ટન મુજબ એકેડેમિક ટર્મ ગ્રાન્ટ કરાશે. અને તેના આધારે જે તે અભ્યાસક્રમની પરીક્ષા માટે ઉમેદવાર યોગ્ય ઠરશે. આ માટે કોર્સ કન્ટેન્ટ બેઝ મોડયુલ રેડી કરાશે. ડિજિટલ યુનિ.માં મેડિસિન અને એન્જિનિયરિંગ ફેકલ્ટી સિવાયના તમામ કોર્સ ઓફર કરાશે. આ મોડયુલ સ્ટેપ બાય સ્ટેપ પાર કરી ઉમેદવાર આગળના વર્ષમાં જઇ શકશે. ડિજિટલ યુનિ.એ નવા ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં ક્રાંતિકારી પગલું ગણાવાઈ રહ્યું છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

રિમોટ એરિયાના ઉમેદવારો ઘરબેઠા અભ્યાસ કરી શકશે

ડિજિટલ યુનિવર્સિટીથી દેશભરના કોઇપણ ખૂણેથી કોઇપણ ઉમેદવાર અભ્યાસ કરી શકશે. ખાસ કરીને જે ઉમેદવારોને કોલેજ કે યુનિ સુધી પરિવહન કરવું કઠીન હશે તેમના માટે ડિજિટલ યુનિવર્સિટી વરદાન સાબિત થશે. આવા ઉમેદવારોને ઘરબેઠા ઉચ્ચ શિક્ષણમાં ભણવાની તક સાંપડશે.

ખાનગી ડિમ્ડ તેમજ લોકલ યુનિ.ની બેઠકોની લક્ષ્મણરેખા પાર કરી શકાશે

ડિજિટલ યુનિ.થી સૌથી મોટો ફાયદો એ છે કે, અહીં બેઠકોની કોઇ મર્યાદા રહેશે નહીં. આ યુનિ. માં કોઇપણ ઉમેદવાર રજિસ્ટ્રેશન કરાવી શકશે. જે રીતે લોક્લ યુનિવર્સિટી જે તે રાજયની યુનિ. કે ડીપ્ટ અને પ્રાઇવેટ યુનિ.માં અભ્યાસક્રમ મુજબ બેઠકોની સંખ્યાની લિમિટ હોય છે તે લક્ષ્મણ રેખા ડિજિટલ યુનિ.પાર કરી જશે. તમામને ભણવાની સમાન તક મળશે.

મોંઘાદાટ હાયર એજ્યુકેશનમાંથી વિદ્યાર્થીઓને છૂટકારો મળશે

દેશભરની યુનિ.એફિલિયેટેડ કોલેજીસમાં યુજી કે પીજીમાં અભ્યાસ કરવો હોય તો વાલીના ગજવા ફાટી જાય છે. જાતજાતની ફી વસૂલતી કોલેજોને લઇને સેકડો વાલીઓ ગુંગળામણ અનુભવતા હોય છે. પરંતુ તેમની પાસે કોઇ વિકલ્પ ન હોવાથી તેઓ મજબૂર બને છે. આવા કિસ્સામાં મધ્યમ અને ગરીબ પરિવાર માટે હાયર એજયુકેશન મેળવવામાં ડિજિટલ યુનિ. સર્વોત્તમ વિકલ્પ સાબિત થશે.

આ પણ વાંચો :  લોકરક્ષક દળની ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવી નથી: હસમુખ પટેલ

આ પણ વાંચો :  ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર ભાજપ નેતાએ જ ઉઠાવ્યા સવાલ, કેજરીવાલે કહ્યુ “AAP સરકાર ગુજરાતમાં પણ સારું શિક્ષણ આપશે”

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article