રાજયમાં ફરી એક વખત કોરોનાએ(Corona ) માથુ ઉચકતા અને ઓમિક્રોન(Omicron ) વાયરસનાં કેસોની સંખ્યા પણ સતત વધતી જઇ રહી હોવાથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ (VNSGU) આગામી એપ્રિલ મહિનામાં લેવામાં આવનાર સાયન્સ , આર્ટસ , તેમજ કોમર્સના ગ્રેજયુએટના વિવિધ અભ્યાસક્રમના સેમેસ્ટર 1 થી 5 ની એટીકેટી તેમજ રેગ્યુલર પરીક્ષા ઓનલાઇન મોડથી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે .
જયારે એજ રીતે પોસ્ટ ગ્રેજયુએટના અભ્યાસક્રમમાં પણ 1 થી 3 સેમેસ્ટરની પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે . ઉભો થયો છે .માત્ર ગ્રેજયુએશનમાં છઠ્ઠા સેમેસ્ટર અને પોસ્ટ ગ્રેજયુએટના ચોથા સેમેસ્ટર એટલે કે વિદ્યાર્થીઓની ફાયનલ પરીક્ષા ઓફલાઇન મોડથી લેવાનો નિર્ણય કુલપતિ દ્વારા જે તે સમયની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે . છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસના કા૨ણે શૈક્ષણિક વ્યવસ્થા પડી ભાંગી છે , અને હાલમાં પણ ફરી એક વખત કોરોના વાયરસના કેસો સતત વધતા જોવા મળ્યા હોવાથી ગંભીર માહોલ ઉભો થયો છે.
એટલુ જ નહીં પણ કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસો પણ વધતા જોવા મળ્યા હોવાથી એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં વિદ્યાર્થીઓને કોરોનાનું ગ્રહણ નહીં નડે અને વિદ્યાર્થીઓ અત્યારથી જ એપ્રિલ મહિનામાં યોજાનારી પરીક્ષાનું આયોજન કરી શકે તે માટે એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં મહત્તમ પરીક્ષા ઓનલાઇન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો .
એકેડેમીક કાઉન્સીલ દ્વારા ગ્રેજયુએશનના કોમર્સ , સાયન્સ , આર્ટસ સહિતના અભ્યાસક્રમમાં સેમેસ્ટર 1 થી 5 ની તમામ એટીકેટી અને રેગ્યુલર પરીક્ષા ઓનલાઇન મોડથી લેવામાં આવશે . એ જ રીતે પોસ્ટ ગ્રેજયુએશનના અભ્યાસક્રમમાં પણ 1,2 અને 3 સેમેસ્ટરની પરીક્ષાઓ ઓનલાઇન મોડથી લેવામાં આવશે જયારે ગ્રેજયુએશનનાં છઠ્ઠા સેમેસ્ટર અને પોસ્ટ ગ્રેજયુએશનના ચોથા સેમેસ્ટરની પરીક્ષાઓ જે તે સમયની સ્થિતિને ધ્યાનમાં રાખી કુલપતિ ચાવડા દ્વારા નિર્ણય કરવામાં આવશે .
આ વધુમાં જોવા જઇએ તો યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષા માટે પ્રશ્ન પત્ર કઇ રીતે તૈયાર કરવા તેની સુચના પણ પેપર સેટરોને આપવામાં આવશે . આ અંગે કુલપતિ કે.એન.ચાવડાએ જણાવ્યું હતુ કે વર્તમાન સમયમાં ફરી એક વખત કોરોનાના કેસો વધ્યા હોય , અને વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી તૈયારી કરવામાં સરળતા મળી રહે તે માટે ઓનલાઇન પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે . જો કે અંતિમ સેમેસ્ટરની પરીક્ષા જે તે સમયની સ્થિતિ સંજોગોને ધ્યાનમાં રાખીને નિર્ણય જાહેર કરાશે .
આ પણ વાંચો : Surat : હવે વિદ્યાર્થીઓનો વારો, ત્રીજી જાન્યુઆરીથી શાળાઓમાં રસીકરણ શરૂ કરાશે
આ પણ વાંચો : Surat : કોરોનાથી બચવા હવે હેલ્થ વર્કરોને પ્રિકોશનનો ત્રીજો ડોઝ પણ અપાશે, 10 જાન્યુઆરીથી પ્રારંભ