Surat : કોણ છે સુરતના એ કોર્પોરેટર ? જે લોકોની સેકન્ડ બચાવવા માટે કરી રહ્યા છે મહેનત

|

Dec 23, 2021 | 3:09 PM

આ નગરસેવકનું કહેવું છે કે શહેરમાં ટ્રાફિકથી છુટકારો મેળવવા માટે ઓવરબ્રિજ બનાવવા જ જરૂરી નથી. પરંતુ લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને રસ્તા પર તેમની વેડફાતી સેકન્ડ પણ બચે તે પણ તેટલું જ જરૂરી છે અને આ માટે તેઓ કામ કરવા માંગે છે.

Surat : કોણ છે સુરતના એ કોર્પોરેટર ? જે લોકોની સેકન્ડ બચાવવા માટે કરી રહ્યા છે મહેનત
A Councilor who works for solving traffic issues

Follow us on

સુરતના એક નગર સેવક એવા પણ છે જેમની નિર્ણાયકતાથી શહેરીજનોને વર્ષોથી નડતી ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળ્યો છે. સુરતના આ કોર્પોરેટરને લોકો શહેરના રોડ વાહનવ્યવહાર મંત્રી તરીકે પણ ઓળખવા લાગ્યા છે. વોર્ડ નંબર 21ના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા શહેરના અથવા વિસ્તારમાં રોડ રસ્તા ખુલ્લા કરવા બાબતે, ડિવાઇડરો હટાવવા બાબતે, ટ્રાફિક સીગ્નલ બાબતે, ટ્રાફિક સર્કલ નાના કરવા બાબતે નોંધનીય કામગીરી કરવામાં આવી છે.

સામાન્ય રીતે પ્રજાને નડતા રોડ, રસ્તા, ગટર અને પાણીની સુવિધા માટે તો દરેક લોકો કામ કરે જ છે. પણ લોકોને જે આજે સૌથી વધુ નડે છે, તેવી ટ્રાફિકની નાની નાની સમસ્યા ઉકેલવા કોઈની પાસે સમય કે આયોજન નથી. કોર્પોરેશનનું તંત્ર ફક્ત બ્રિજ કે અન્ય સુવિધાઓ કરીને વિકાસની વાતો કરે છે. પણ હકીકતમાં શહેરમાં જેની જરૂર છે તેવી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા સુરતના એક કોર્પોરેટર કામ કરી રહ્યા છે.

તેમના પ્રયત્નોથી સુરતના 10 સ્થળ એવા છે, જ્યાં વર્ષોથી નડતી ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળ્યો છે. જેની યાદી પણ નીચે મુજબ છે.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

1) અઠવાગેટનું બેરીકેડ હટાવ્યું.
2) પીપલોદ પોલીસ ચોકી હટાવી.
3) SVR સર્કલ નાનું કરાવ્યું.
4) કારગિલ ચોક પાસે 50 ફૂટ જેટલો સેપ્રેડર હટાવ્યો.
5) SVR સર્કલ પાસે સર્વિસ રોડ પર જવા માટે ના કટ ને મોટો કર્યો.
6) વકીલોની ઘણા સમયની માંગણી હતી નવસારી કૃષિ ફાર્મથી કેબલ સ્ટ્રેઇડ બ્રિજ નીચે પગદંડી રસ્તો મળે એમને રિવર ફ્રન્ટથી રસ્તો કરી આપ્યો જેથી વકીલોની માંગણી સંતોષાઈ તેનાથી તેમજ મેઈન રોડ પર ઓન સ્ટ્રીટ પાર્કિંગ પણ બંધ થશે.
7) મજુરાગેટ બ્રિજ નીચેથી અઠવાગેટ તરફ જવા માટે યુ ટર્ન કરાવ્યો.
7) RTO ના બેરીકેડ હટાવ્યા.
8) અઠવાગેટ સર્કલ નાનું કરવા રજુઆત કરી.
9) અઠવાગેટ પરનું બસ સ્ટેન્ડ ખેસડવા રજુઆત કરી.
10) સરદાર બ્રિજ પરના લોખંડના એંગલ હટાવવા રજુઆત. જેથી મહાવીર હોસ્પિટલથી બ્રિજ પર ચડીને ગુજરાત ગેસ સર્કલ પર ઉતરી શકાય.

રિંગ રોડ ૫૨ જુની આર.ટી.ઓ પાસે હાલમાં ટ્રાફિક પોલીસે બેરિકેડ લગાવી રસ્તો બંધ કરીને બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હતું. ટ્રાફિકને કંટ્રોલ કરવાને બદલે પોલીસે રસ્તા જ બંધ કરી દીધો હતો. જેની સામે જે તે સમયે ભારે વિરોધ થયો હતો. સ્થાનિકોને ત્યાંથી રસ્તો ઓળંગવા ખુબ આગળથી ટર્ન લેવો પડતો હોય, આરટીઓ જંકશનની આસપાસની સોસાયટીઓ તેમજ નાનપુરા ટીમલીયાવાડની સોસાયટીવાસીઓએ બેરિકેડ હટાવવા પોલિસ કમિશનર સમક્ષ પણ રજૂઆત કરી હતી .

હવે એક – બે દિવસમાં સિગ્નલના સેટિંગ કરીને આ જંકશન ખોલી નાખવામાં આવશે. આ રજૂઆતોને પગલે મંગળવારે વોર્ડ નંબર 21 ના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ સહિતના સ્થાનિક કોર્પોરેટરોએ ડીસીપી પ્રશાંત સુમ્બેને રૂબરૂ બોલાવી ત્યાં ચકાસણી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ આજે કોર્પોરેટરો, તેમજ ડીસીબી પ્રશાંત સુમ્બે તેમજ એસીપી હરેશ મેવાડા સાથે અઠવાગેટ અને આરટીઓ જંકશન પર સ્થળ વિઝીટ કરીને પ્રાયોગિક ધોરણે ખોલવા માટે નિર્ણય કરાયો હતો.

સાથે અઠવાગેટ પર બહુમાળીથી આવતા વાહનો માટે પણ સિગ્નલ મુકવા માટે સૂચન કરાયું હતું. તેમજ અઠવાગેટના બે ગાળા ખોલવા માટે તેમજ ત્યાનું બસ સ્ટેન્ડ ખસેડવા માટે મનપા સાથે ચર્ચા વિચારણા કરી ખુલ્લા કરવામાં આવશે. આ નગર સેવકનું કહેવું છે કે શહેરમાં ટ્રાફિકથી છુટકારો મેળવવા માટે ઓવરબ્રિજ બનાવવા જ જરૂરી નથી. પરંતુ લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને રસ્તા પર તેમની વેડફાતી સેકન્ડ પણ બચે તે પણ તેટલું જ જરૂરી છે અને આ માટે તેઓ કામ કરવા માંગે છે.

 

આ પણ વાંચો : Surat : શિપિંગ કંપનીઓના કન્ટેનરની અછતને કારણે ફરી ઉદ્યોગ સાહસિકોની મુશ્કેલીઓ વધી

આ પણ વાંચો : Surat : કોર્પોરેશને યુનિવર્સીટી પાસે 19 કરોડની જમીન સંપાદન કરી હવે 6.44 કરોડ આપવા તૈયારી બતાવતા વિવાદ

Next Article