Surat: ધંધુકાના મૃતક કિશન ભરવાડની 20 દિવસની દીકરીની જવાબદારી આ શ્રેષ્ઠીએ ઉપાડી

|

Feb 01, 2022 | 3:24 PM

સુરતના જાણીતા બિલ્ડર અને ભરવાડ સમાજના અગ્રણી વિજયભાઇ ભરવાડે મૃતક કિશન ભરવાડની બાળકીને ખોળામાં લીધી અને તેની તમામ જવાબદારીઓ ઉપાડવાની વાત પરિવાર ને અને સમાજને કહેતાં સમાજે તેમને વધાવી લીધા હતાં.

Surat: ધંધુકાના મૃતક કિશન ભરવાડની 20 દિવસની દીકરીની જવાબદારી આ શ્રેષ્ઠીએ ઉપાડી
Surat Vijay Bharwad Take Resposbility Of Dhandhuka Kisan Bharwad Daughter (File Image)

Follow us on

ગુજરાતના ધંધૂકામાં(Dhandhuka)કિશન ભરવાડ(Kisan Bharwad) નામના યુવકની કરાયેલી હત્યાએ છેલ્લા કેટલાક દિવસ થી આખા ગુજરાતમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ગુજરાતમાં અલગ અલગ સમાજના સામાજિક અગ્રણીઓ નહીં સંતો પણ આ મામલે દુખ વ્યક્ત કરી દાખલારૂપ કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. જ્યારે આ ઘટના માં રાજ્યના ગુહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ધંધૂકા જઈ પરિવારને મળીને કિશન ભરવાડની દીકરીને ખોળામાં લીધી હતી. ત્યારે કિશન ભરવાડની દીકરીને હાથમાં લેતા જ હર્ષ સંઘવી ભાવુક થઈ ગયા હતા. પ્રાર્થના સભામાં હાજર સૌ કોઈની આંખો નમ થઈ ગઈ હતી. એ વેળા સંઘવીની સાથે રહેલા સુરતના જાણીતા બિલ્ડર અને ભરવાડ સમાજ ના અગ્રણી વિજયભાઇ ભરવાડ (Vijay Bharwad) પણ ભાવુક થઇ ગયા હતાં.ત્યાં તેમણે મનમાં નિશ્ચય કર્યો હતો આ દીકરીને પોતાની દીકરીની જેમ રાખશે તેમણે આ બાળકીને ખોળામાં લીધી અને તેની તમામ જવાબદારીઓ ઉપાડવાની વાત પરિવાર ને અને સમાજને કહેતાં સમાજે તેમને વધાવી લીધા હતાં. સમાજસેવી તરીકે જાણીતા વિજયભાઇની દરિયાદિલી દાખલારૂપ બની છે.સાથે સુરતની પરંપરા ને આગળ લઈ જવામાં મોટો ફાળો આજે આપ્યો છે.

કિશન ભરવાડની હત્યા પછી તેમના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. ઝેરોક્સની દુકાન ચલાવી કિશીન પોતાના પરિવારનું પેટ ભરતાં કિશરની હત્યાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે, ત્યારે સૌના મનમાં એ જ સવાલ હતો કે કિશન ભરવાડની 20 દિવસનું દીકરીનું શું થશે? કારણ કે આ માસુમ બાળકીનો શુ વાંક ત્યારે એક દાખલ રૂપ અને આ સંકટના સમયે ભરવાડ સમાજના એક મોભી આગળ આવ્યા અને તેમણે દીકરીની જવાબદારી ઉપાડી દીધી છે.જેમાં વાત કરવામાં આવેતો કિશનની દીકરીના શિક્ષણથી લઈને લગ્ન સુધીને તમામ જવાબદારી ભરવાડ સમાજના દાનવીર વિજયભાઈ ભરવાડે સ્વીકારી છે.

હર્ષ સંઘવીની મુલાકાત વખતે તેઓ પણ જાતે હાજર હતા.હાલ સુરતમાં રિયાલિટી સેકટર સાથે સંકળાયેલા વિજયભાઈ ભરવાડની આ કામગીરીને માલધારી સમાજે બિરદાવી હતી. હર્ષ સંઘવીએ પણ તેમના વખાણ કર્યા હતા. સોશ્યલ મીડિયા પર પણ લોકોને તેમને શાબાશી આપી રહ્યા છે. ખરા સંકટના સમયમાં સમાજના નાનામાં નાના માણસો સાથે ઉભા રહેવા માટે બદલ સમાજ તરફથી ઋણ અદા કરી રહ્યા છે.આજ થી તેમની બાળકી ની જવાબદારી સાંભળી જેમાં બાળકી ને કેવી રીતે રાખવી અને બાળકીને અનુકૂળતા રહે રીતે વ્યવસ્થા કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ  વાંચો :  Ahmedabad : કેમ્પ હનુમાન મંદિર 7 ફેબ્રુઆરી સુધી દર્શનાર્થીઓ બંધ રહેશે

આ પણ  વાંચો :  Budget 2022: MSME સેક્ટર અને સ્ટાર્ટઅપ્સ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી આ વાત

Next Article