surat : ટેક્સટાઈલ કારીગરોનું વેરીફિકેશન જરૂરી, રેકોર્ડ જાળવવા વેરીફિકેશનનો આગ્રહ

|

Aug 05, 2021 | 11:51 PM

સુરત શહેરની ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા કારીગરોના પોલીસ વેરીફિકેશન માટે વેપારીઓને ફેડરેશન ઓફ ટેક્સટાઇલ એસોસિયેશને સૂચના આપી છે.

surat : શહેરની ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા કારીગરોના પોલીસ વેરીફિકેશન માટે વેપારીઓને ફેડરેશન ઓફ ટેક્સટાઇલ એસોસિયેશને સૂચના આપી છે. તાજેતરમાં શહેરના રિંગરોડ સ્થિત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં એક કારીગરે માલિકને ડરાવવા માટે પાર્સલમાં પિસ્તોલ મુકીને રૂપિયા 2 કરોડની ખંડણી માંગી હતી. માર્કેટ વિસ્તારમાં પહેલી જ વાર આ પ્રકારની ગુનાખોરીનો બનાવ સામે આવતા વેપારીઓમાં ચિંતા વધી છે. ત્યારે બહારથી કામ કરવા આવનારા કારીગરોનું પોલીસ વેરિફિકેશન જરૂરી છે. સુરતની 65 હજાર ટેકસટાઇલ માર્કેટમાં 2 લાખ થી વધુ કારીગરો કામ કરે છે. જે પૈકી મોટા ભાગના અન્ય રાજ્યોમાંથી આવે છે. ત્યારે તેઓના રેકોર્ડ જાળવી રાખવા પોલીસ વેરીફિકેશનની સૂચના ફેડરેશન ઓફ ટેક્સટાઇલ એસોસિયેશને આપી છે.

 

Next Video