Surat : યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન દ્વારા હવે કોલેજ પરિસરમાં તમાકુ મુક્ત વાતાવરણ ઉભું કરવા પ્રયાસ

|

Feb 15, 2022 | 8:39 AM

તમાકુના વ્યસનને કારણે થતા નુકસાનની યુવાનોને જાણકારી આપવાની સાથે જ સમયાંતરે જાગૃતિ શિબિર , કાર્યક્રમો યોજવા જોઇ એ . યુનિવર્સિટી અને કોલેજો દ્વારા તે દિશામાં પોસ્ટર પ્રેઝન્ટેશન સહિતના કાર્યક્રમો યોજીને યુવાનોમાં જાગૃતિ લાવવી જોઇએ .

Surat : યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન દ્વારા હવે કોલેજ પરિસરમાં તમાકુ મુક્ત વાતાવરણ ઉભું કરવા પ્રયાસ
University Grants Commission is now trying to create a tobacco free environment in the college campus(File Image )

Follow us on

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા છેલ્લા બે વર્ષમાં વિવિધ ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશથી(Admission ) માંડીને પરિણામ સુધીની પ્રક્રિયામાં ધડમૂળથી બદલાવ કરાયા છે . તે સાથે જ યુવાનોમાં (youth )સામાજિક જવાબદારી પ્રત્યે સભાનતા આવે એવા પ્રયાસો પણ થઇ રહ્યા છે . આવા જ પ્રયાસના ભાગરૂપે યુનિવર્સિટી અને કોલેજ પરિસરમાં તમાકુમુક્ત વાતાવરણ ઊભું કરવાની હાકલ કરાઇ છે .

શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના 100 યાર્ડમાં તમાકુના વેચાર પ્રતિબંધ હોવાના ઉલ્લેખ સાથે જ યુવાનોમાં જાગૃતિ માટે પ્રયાસ કરવાની તાકીદ કરતો પરિપત્ર જાહેર કરાયો છે .યુજીસીના પરિપત્રમાં જણાવ્યા મુજબ , તમાકુના વ્યસન પર નિયંત્રણ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા હોય યુજીસી દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અને યુવાનોમાં તમાકુ પ્રત્યેની સભાનતા , જાગૃતતા કેળવાઇ એ માટે વિશેષ પ્રયાસો કરાયા છે .

કાયદા મુજબ જાહેર સ્થળોએ વ્યસન પર પ્રતિબંધ હોવાની સાથે જ શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના 100 યાર્ડમાં પણ તમાકુનું વેચાણ થઇ શકતું નથી . આ સહિતની બાબતોએ યુવાનોમાં જાગૃતિ આવે એ માટે યુનિવર્સિટી અને કોલેજો દ્વારા વિશેષ પ્રયાસો થવા જોઇ એ . ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના પરિસરમાં તમાકુમુક્ત વાતાવરણ ઊભું થાય એની જવાબદારી સંસ્થાઓની છે . તે માટે જરૂરી માર્ગદર્શિકાનું પાલન કરવું આવશ્યક છે .

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

તમાકુના વ્યસનને કારણે થતા નુકસાનની યુવાનોને જાણકારી આપવાની સાથે જ સમયાંતરે જાગૃતિ શિબિર , કાર્યક્રમો યોજવા જોઇ એ . યુનિવર્સિટી અને કોલેજો દ્વારા તે દિશામાં પોસ્ટર પ્રેઝન્ટેશન સહિતના કાર્યક્રમો યોજીને યુવાનોમાં જાગૃતિ લાવવી જોઇએ . કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને યુવાનોમાં તમાકુ મુક્તિની જાગૃતિ કેળવવા માટે આ વિશેષ પ્રયાસો હાથ ધરવાાં આવ્યાં છે . જેમાં વિદ્યાર્થીઓ વિવિધ કાર્યક્રમો આગામી દિવસોમાં કરશે .

આમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી અને યુનિવર્સીટી સંલગ્ન કોલેજોમાં તમાકુમુક્ત વાતાવરણ ઉભું કરવા યુજીસી એ હાકલ કરી છે. અને વ્યસન સંદર્ભે તકેદારી સાથે યુવાનોમાં જાગૃતિ આવે તે માટેના પ્રયાસ પણ કરવામાં આવ્યા છે. જે એક આવકારદાયક પહેલ કહી શકાય.

આ પણ વાંચો :

Surat : ન. પ્રા. શિક્ષણ સમિતિના સભ્યોને, કોર્પોરેટરોની જેમ 12 લાખના ખર્ચે કરાશે લેપટોપની લ્હાણી

Surat : મંકી કેપ પહેરીને મોટરસાઇકલ પર મોબાઈલ અને ચેઇનની લૂંટ કરતા બે પકડાયા, બીજા 16 ગુના ઉકેલાયા

Next Article