SURAT : જીએસટીનો અનોખો વિરોધ, આવતીકાલે કાપડ માર્કેટ બંધની જાહેરાત

|

Dec 29, 2021 | 3:37 PM

તારીખ 1લી જાન્યુઆરી 2022થી કાપડ ઉત્પાદનની 14 જેટલી વેલ્યુ એડિશન ચેઈન પર લાગતો જીએસટીનો દર 5 ટકાથી વદીને 12 ટકા થઈ જશે. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા ઉદ્યોગકારોની રજુઆતને સાંભળીને ઉકેલની ખાતરી આપવામાં આવી હતી.

SURAT : જીએસટીનો અનોખો વિરોધ, આવતીકાલે કાપડ માર્કેટ બંધની જાહેરાત
જીએસટીનો અનોખો વિરોધ

Follow us on

SURAT : કાપડ પર જીએસટી દરમાં કરાયેલા 7 ટકાના વધારાના વિરોધમાં આવતીકાલે ગુરુવારે ફોસ્ટા દ્વારા તમામ માર્કેટો બંધ રાખી એક દિવસની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. કાલે હડતાળને પગલે રિંગરોડ તેમજ સારોલી ખાતે આવેલી તમામ માર્કેટો સજજડ બંધ પાળશે. જેના વિરોધના વંટોળ આજથી શરૂ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. આજે સારોલી સ્થિત આર.આર.ટી.એમ માર્કેટમાં વેપારીઓ દ્વારા સરકારને સદબુદ્ધિ મળે તે માટે હવન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેપારીઓ દ્વારા 12 ટકા જીએસટીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

તારીખ 1લી જાન્યુઆરી 2022થી કાપડ ઉત્પાદનની 14 જેટલી વેલ્યુ એડિશન ચેઈન પર લાગતો જીએસટીનો દર 5 ટકાથી વદીને 12 ટકા થઈ જશે. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા ઉદ્યોગકારોની રજુઆતને સાંભળીને ઉકેલની ખાતરી આપવામાં આવી હતી. હવે નવા દરને અમલમાં આવવાને ત્રણ દિવસ જ બાકી હોય ત્યારે હજુ સુધી સરકાર તરફે નિર્ણય નહીં કરવામાં આવેલી કોઈપણ પ્રકારની સ્પષ્ટતાના કારણે તા- 30મી ડિસેમ્બરે સુરતની આગેવાનીમાં દેશવ્યાપી દેખાવાનો નિર્ણય કરાયો છે. ત્યારે સુરત શહેરમાં આવતીકાલે સંપૂર્ણ માર્કેટ બંધ રાખી વિરોધ નોંધવશે.

ત્યારે આજે સારોલી સ્થિત આર.આર.ટી.એમ માર્કેટમાં વેપારીઓ દ્વારા સરકારને સદબુદ્ધિ મળે તે માટે હવન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેપારીઓ દ્વારા 12 ટકા જીએસટીનો વિરોધ કરવામાં આવ્યો હતો.સરકાર કાપડ પરનો જીએસટી 5 ટકાથી વધારીને 12 કરશે , જેનો 1 જાન્યુઆરીથી અમલ કરાશે, આ અંગે અનેક રજુઆતો બાદ પણ કોઈ નિર્ણય ન લેવાતાં વેપારીઓએ આંદોલનને નિર્ણય કર્યો છે. 30મીએ કાપડ માર્કેટ એક દિવસ બંધ રખાશે, જેમાં 185 મા્કેટની 65,000 દુકાનો બંધ રહેશે. આ ટેકસટાઈલનો અભ્યાસ કરી આ ક્ષેત્રમાં ઉજજવળ કારકિર્દી બનાવે એ હેતુથી રાજયની 25 ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં ટેકસટાઈલનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. મુખ્યમંત્રીએ માત્ર મોટા ઉદ્યોગો માટે જ નહીં, પરંતુ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોના વિકાસ માટે નકકર આયોજન કર્યું હોવાનુ જણાવ્યું હતુ.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ઉલ્લેખનીય છે કે એકબાજુ નેતાઓ વિશ્વાસ રાખવાની વાત કરી રહ્યાં છે. જયારે બીજી બાજુ વેપારીઓનો વિરોધ યથાવત રહ્યો છે. નેતાઓ અને સુરતમાં રાજ્ય કેન્દ્રીય ટેકસટાઇલ અને રેલ મંત્રી સુરતના છે. તો વેપારીઓના પ્રશ્નને હલ કરવામાં આવે તેના પર પણ લોકોની નજર મંડાઈ રહી છે. અંદરો અંદર વેપારીઓ કહી રહ્યાં છે કે સુરતમાં મંત્રી છે છતાં પણ માત્ર આશ્વાસન આપવામાં આવે છે, પણ કોઈ ચોક્કસ નિરાકરણ આવતું નથી. જેથી નાના વેપારીઓમાં ખાસ રોષ જોવા મળી રહ્યો છે.

ટીવી નાઈન દ્વારા સાંસદ દર્શનાબેન સાથે વાત કરતા કહ્યું હતું કે કેન્દ્રીય સરકાર સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. અને સાથે GST કેમ વધારવામાં આવે તે બાબતે કોઈ ઘટસ્ફોટ કર્યો ન હતો.

આ પણ વાંચો : Gandhinagar: કેન્દ્રીય ગૃહપ્રધાને વિકાસ યોજનાનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું, સુશાસન ઇન્ડેક્ષની સ્પર્ધામાં ગુજરાત સૌ-પ્રથમ : અમિત શાહ

Next Article