SURAT : ડુમ્મસના વિક્ટોરિયા ફાર્મમા કરંટ લાગતા બે યુવાનોના મોત

|

Aug 13, 2021 | 9:54 AM

વીજતાર ધાતુની સીડી સાથે સંપર્કમાં આવતા સીડી પર ઉપર રહેલો તેમજ સીડી નીચે ઉભા રહેલા યુવકને કરંટ લાગતા બંને યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું.

SURAT : ડુમ્મસમાં આવેલું વિક્ટોરિયા ફાર્મમાં એક યુવક સીડી પર ચડીને વેલ્ડીંગનું કામ કરી રહ્યો હતો તેવામાં તેની પાસેથી પસાર થતાં ઈલેક્ટ્રીક વાયર કોઈ રીતે સીડી સાથે અડી જતાં યુવકને કરંટ લાગ્યો હતો. વીજતાર ધાતુની સીડી સાથે સંપર્કમાં આવતા સીડી પર ઉપર રહેલો તેમજ સીડી નીચે ઉભા રહેલા યુવકને કરંટ લાગતા બંને યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. 19 વર્ષીય તોસિફ શેખ હસન નામનો યુવાન કોઈ કોન્ટ્રાક્ટર હેઠળ વેલ્ડીંગનું કામ કરી રહ્યો હતો ત્યારે ઊંચી સીડી પર ચડીને વેલ્ડીંગ કામ કરતી વેળાએ કરંટ લાગ્યો હતો અને તેને તેને મળવા આવેલા મિત્ર રમીઝને પણ કરંટ લાગતા બંને યુવાનના મોત થયા હતા.

આ પણ વાંચો : VADODARA : આવાસ યોજનાના ડ્રોમાં કૌભાંડ અચરનાર બંને અધિકારી સસ્પેન્ડ, અન્ય અધિકારીના નામ ખુલે તેવી શકયતા

આ પણ વાંચો : GUJARAT : બે IPS અધિકારીઓ સહિત કુલ છ પોલીસ અધિકારીઓની કેન્દ્રીય ગૃહમંત્રાલયના પુરસ્કાર માટે પસંદગી

Next Video