Surat : પૈસાની લેતીદેતીને લઇ ખેલાયો ખુની ખેલ, બે યુવકની થઈ હત્યા, બેની હાલત ગંભીર, જુઓ Video

|

Mar 03, 2023 | 6:31 PM

સુરતના (Surat) પંડોળ વિસ્તારમાં ડબલ મર્ડરની હત્યાના બનાવથી ચકચાર મચી ગઇ છે. જુના રૂપિયાની લેતીદેતી બાબતે ઝઘડો થયા બાદ 4 લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

Surat : પૈસાની લેતીદેતીને લઇ ખેલાયો ખુની ખેલ, બે યુવકની થઈ હત્યા, બેની હાલત ગંભીર, જુઓ Video

Follow us on

સુરત શહેરમાં ફરી ખૂની ખેલ ખેલાયો છે. ચોક બજાર વિસ્તારના કારખાનામાં કામ કરતાં ઓડિશાની બે ગેંગ વચ્ચે થયેલી માથાકૂટનો લોહિયાળ અંજામ આવ્યો છે. વહેલી સવારે એક ગેંગના લોકોએ હુમલો કર્યો હતો. જેમાં બે યુવકોના મોત નિપજ્યાં છે. મળતી માહિતી મુજબ સુરતમાં છનો માલિયો અને દીનો ગેંગ વચ્ચે પૈસાની લેતીદેતીને લઈને  ગેંગવોર થયું હોવાનું સામે આવી રહ્યું છે. બન્ને ગેંગના ચાર લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ગેંગવોરમાં બે લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે બે લોકોની હાલત નાજુક છે. પોલીસે સાતમાંથી પાંચ લોકોની અટકાયત કરી લીધી છે.

વેડરોડ પંડોળ ખાતે થયુ ડબલ મર્ડર

સુરતના ચોકબજાર પંડોળ વિસ્તારમાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ થયેલા ઝઘડામાં ડબલ મર્ડર થયા છે. 4 લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવતા બે લોકોના મોત થયા છે. ઘટનામાં એક યુવક ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત થયુ છે. તો એક વ્યક્તિ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડબલ મર્ડરની ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી

ઝઘડો થયા બાદ 4 લોકો પર જીવલેણ હુમલો

સુરતના પંડોળ વિસ્તારમાં ડબલ મર્ડરની હત્યાના બનાવથી ચકચાર મચી ગઇ છે. જુના રૂપિયાની લેતીદેતી બાબતે ઝઘડો થયા બાદ 4 લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બે લોકોના મોત થયા છે. જયારે એક વ્યક્તિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પંડોળ વિસ્તારમાં બનેલી ડબલ મર્ડરની ઘટનાને લઈને શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.

ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારી તપાસમાં જોડાયા

ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ચોક બજાર પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી આ અંગે તપાસ હાથ ધરી હતી. એટલું જ નહીં વધુ એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતા આ બનાવમાં ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો પણ તપાસમાં જોડાયો હતો. સુરતની ક્રાઈમ બ્રાંચની સહિત એસીપી ડીસીપી સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રૂપિયાની લેતી દેતીમાં ઝઘડો થયો હતો

ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે ચોકબજાર પંડોળ વિસ્તારની ઘટના છે કે જ્યાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ નાસીર અને દિવાન નામના ઇસમોને 4 ભોગ બનનારા સાથે જૂની પૈસાની લેતીદેતી બાબતે ઝઘડો થયો હતો. જેમાં રાજુ અને કૈલાશ નામના વ્યક્તિનું મોત થયું છે. તો એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જયારે એકને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોધવામાં આવ્યો છે. અહી ખાણીપીણીની જગ્યા હતી અને જુના પૈસા બબાતે માથાકૂટ થતા આ બનાવ બન્યો છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Published On - 4:50 pm, Fri, 3 March 23

Next Article