Surat : અમરોલીમાં કાર ચાલકે રિવર્સ લેતી વખતે બે વર્ષની માસુમ બાળકીને કચડી નાખતા કરૂણ મોત

|

Oct 04, 2022 | 6:48 PM

સુરત(Surat) શહેરના અમરોલી વિસ્તારમાં વરિયાવ રોડ પર આવેલ ઓરેન્જ રેસિડન્સી પાસે બાંધકામ સાઈટ પર આજે સવારે બે વર્ષની માસુમ બાળકી ખુલ્લી જગ્યામાં રમી રહી હતી. તેના માતા-પિતા બાંધકામ સાઈટ પર કામ કરી રહ્યા હતા.

Surat : અમરોલીમાં કાર ચાલકે રિવર્સ લેતી વખતે બે વર્ષની માસુમ બાળકીને કચડી નાખતા કરૂણ મોત
Surat Accident Accused

Follow us on

સુરત(Surat) શહેરના અમરોલી વિસ્તારમાં વરિયાવ રોડ પર આવેલ ઓરેન્જ રેસિડન્સી પાસે બાંધકામ સાઈટ પર આજે સવારે બે વર્ષની માસુમ બાળકી ખુલ્લી જગ્યામાં રમી રહી હતી. તેના માતા-પિતા બાંધકામ સાઈટ પર કામ કરી રહ્યા હતા. આ સમયે એક કાર ચાલકે (Accident) કાર રિવર્સ લેતી વેળાએ માત્ર બે વર્ષની માસુમ બાળકીને કચડી નાખતા તેણીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાની સાથે જ અમરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની રાજેશ વસુનીયા હાલમાં અમરોલી વિસ્તારમાં વરિયાવ રોડ પર ઓરેન્જ રેસિડન્સી પાસે રહેતો હતો અને બાંધકામ સાઈટમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ રાજેશભાઈ અને તેની પત્ની કામ કરી રહ્યા હતા ત્યારે તેની બે વર્ષની દીકરી અંકિતા નજીકમાં ખુલ્લી જગ્યામાં રમી રહી હતી. આ સમયે એક જીજે.16.ડીએચ.1248 નંબરની આઇટેન કારનો ચાલક કાર સ્પીડમાં રિવર્સ લઇ રહ્યો હતો. આ સમયે કાર રિવર્સ લેવામાં તેણે બે વર્ષની અંકિતાને કારની નીચે કચડી નાખી હતી. અંકિતાના મોઢા ના ભાગે કારનું ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

જ્યારે બનાવની જાણ થતાની સાથે જ અમરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અમરોલી પોલીસે કાર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Published On - 4:25 pm, Tue, 4 October 22

Next Article