Surat : ઉધના અને પાંડેસરામાં આત્મ હત્યાની બે ઘટનાઓ સામે આવી, તપાસ શરૂ

પૂજાબેનના પિતા શેરબહાદુર શાકભાજીનો ધંધો કરે છે. પૂજાબેને પિતા શેરબહાદુરની શાકભાજીની લારી તૈયાર કરી હતી. ત્યારબાદ નાના ભાઈ- બહેનને જમાડી બહાર મોકલ્યા બાદ ફાંસો ખાઈ લીધો હતો. પુજાબેનના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી

Surat : ઉધના અને પાંડેસરામાં આત્મ હત્યાની બે ઘટનાઓ સામે આવી, તપાસ શરૂ
Surat Suicide
| Edited By: | Updated on: May 24, 2023 | 8:49 AM

સુરતમાં(Surat)બે તરૂણીના આપધાતના(Suicide) બનાવમાં ઉધનામાં કોઇ કારણસર ધો.10ની વિધાર્થીની અને પાંડેસરામાં 16 વર્ષીય તરૂણીએ અગમ્ય કારણસર આત્મહત્યા કરી હતી. જ્યારે પાંડેસરામાં ગીતાનગરમાં રહેતી 16 વર્ષીય પુજા શેરબહાદુર ગૌડે ઘરમાં અગમ્ય કારણસર એંગલ સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાધો હતો.  ત્યારે તેના પરિવારના સભ્યોની નજર પડતા તેને નીચે ઉતારીને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાઇ હતી. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. આ અંગે પાંડેસરા પોલીસે તપાસ આદરી છે.

પંખાના હુંક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો

પૂજાબેનના પિતા શેરબહાદુર શાકભાજીનો ધંધો કરે છે. પૂજાબેને પિતા શેરબહાદુરની શાકભાજીની લારી તૈયાર કરી હતી. ત્યારબાદ નાના ભાઈ- બહેનને જમાડી બહાર મોકલ્યા બાદ ફાંસો ખાઈ લીધો હતો. પુજાબેનના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી એમ પરિવારના સભ્યોએ કહ્યું હતું.પંખાના હુંક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો.

ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે

નવી સિવિલથી મળેલી વિગત મુજબ ઉધનામાં હરીનગરમાં રહેતી 16 વર્ષીય અંજલી વિનોદ ગુપ્તાએ ઘરમાં કોઇ કારણસર પંખાના હુંક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો. ત્યારે તેના પિતાની નજર પડતા તેને નીચે ઉતારીને સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. જયારે અંજલી મુળ ઉતરપ્રદેશના જોનપુરની વતની હતી. તે પાંડેસરાની શાળામાં ધો. 9માં પાસ થતા ધો.10માં ભણતી હતી. તેની એક બહેન અને એક ભાઇ છે. તેના પિતા મજુરી કામ કરે છે. ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો