Surat: વિદ્યાર્થિનીઓને મુકવા જતી રીક્ષાને કારચાલકે ટક્કર મારતા બે વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત, કાર ચાલક થયો ફરાર

|

Jun 30, 2022 | 5:43 PM

સુરતના બારડોલી તાલુકામાં સ્વામિનારાયણ મંદિર નજીક સ્કૂલ ઓટોને અકસ્માતનો (Accident) લાઈવ વિડીયો સામે આવ્યો છે. જેમાં એક ઇકો કારના ચાલકે સ્કૂલ ઓટોને જોરદાર ટક્કર મારતા વિદ્યાર્થીનીઓને લઇ જનારી રીક્ષા પલટી ખાઈ ગઈ હતી.

Surat: વિદ્યાર્થિનીઓને મુકવા જતી રીક્ષાને કારચાલકે ટક્કર મારતા બે વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત, કાર ચાલક થયો ફરાર
Surat Accident

Follow us on

Surat: સુરતના બારડોલી તાલુકામાં સ્વામિનારાયણ મંદિર નજીક સ્કૂલ ઓટોને અકસ્માતનો (Accident) લાઈવ વિડીયો સામે આવ્યો છે. જેમાં એક ઇકો કારના ચાલકે સ્કૂલ ઓટોને જોરદાર ટક્કર મારતા વિદ્યાર્થીનીઓને લઇ જનારી રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતના લાઈવ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, સફેદ રંગની એક ઇકો કારે પુરઝડપે પાછળથી આવીને પસાર થઈ રહેલી ઓટો રિક્ષાને અડફેટમાં લીધી હતી.

અકસ્માતને કારણે રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સમયે રિક્ષામાં બેસેલી બે માસૂમ વિદ્યાર્થીનીઓ પણ રસ્તા પર પડી ગઈ હતી. જેમાં છ વર્ષીય બાળકી આલિયાનાને પગમાં ફ્રેક્ચર થયું હતું. અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે અન્ય એક વિદ્યાર્થિનીને નાની મોટી ઇજા પહોંચી હતી. અકસ્માતના આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જેમાં જોઈ શકાય છે કે, અકસ્માત બાદ ઇકો કારનો ચાલક ફરાર થઇ જાય છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો

કનૈયાલાલ હત્યાકાંડને વખોડનાર સુરતના યુવકને ઈન્સ્ટાગ્રામ પર હત્યાની ધમકી મળતાં ચકચાર

ઉદયપુરમાં કનૈયાલાલની ઘાતકી હત્યાને સખત શબ્દોમાં વખોડનાર સુરતના એક યુવકને સોશિયલ મીડિયામાં જાનથી મારી નાખવાની ધમકીને પગલે ચકચાર મચી ગઈ છે. યુવરાજ પોખરના નામક યુવક દ્વારા ઉદયપુરમાં સામાન્ય દુકાનદારની હત્યા અને ત્યારબાદ તેના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરનાર બન્ને યુવકો દ્વારા આચરવામાં આવેલા હત્યાકાંડનો વિરોધ કરવામાં આવતાં ઇન્સ્ટાગ્રામ પર તેને એક અન્ય મુસ્લિમ યુવક દ્વારા ધમકી આપવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Next Article