ગત તારીખ 3 ફેબ્રુઆરીના રોજ સુરત (Surat) ના ખટોદરા વિસ્તારમાં છરો બતાવી લુટ નો ગુનો બન્યો હતો. આ ગુનામાં પોલીસ (Police) એ ખટોદરા રોકડીયા હનુમાન મંદિરની સામે વગર નંબરની પલ્સર મોટર સાયકલ ઉપર સવાર શકમંદ બે અજાણ્યા ઇસમોને ખટોદરા પોલીસના બે પોlલીસ કર્મચારીઓ પકડવા જતા અજાણ્યા ઇસમોએ પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી છરો બતાવી તેના વડે મારવાની કોષીશ કરી હતી.
તેઓએ અન્ય એક વ્યક્તિને પણ છરો બતાવી મારવાની કોષીશ કરી તેના પાસેની મોપેડ લુટ કરી નાસીનો બનાવ બન્યો હતો. નાસી જનાર અજાણ્યા શખ્સો પોતાની વગર નંબરની પલ્સર મોટર સાયકલ (motorcycle) સ્થળ ઉપર છોડી જતા તેઓ સ્નેચરો હોવાનુ ખુલ્યું હતું.
પોલીસે અલગ અલગ ટિમો બનાવીને ઉધના મગદલ્લા રોડ ગાંધીકુટીરની પાછળ SMC ડીસ્પોઝલ પ્લાન્ટના ખાડીના પુલ પાસેથી બે આરોપીઓને પકડી પાડ્યા છે. આરોપીઓ ગણેશ ઉર્ફે ગણીયો રવિન્દ્ર વાઘ અને વિજય ડાહ્યાભાઇ કાંગરીવાળા ની ધરપકડ કરવામાં આવી છે.
તેમજ તેમની પાસેથી સોનાની ચેઇનો નંગ 13, કિંમત રૂ. 9,46,372, લુટ કરેલ એક્ટીવા મોપેડ કિ.રૂ. 20 હજાર, એક્ષીસ મોપેડ કિ.રૂ .70,000 , રેમ્બો છરો મળી કુલ રૂ. 10,36,872નો મુદ્દામાલ કબ્જે કરી કરવામાં આવ્યો છે.
આરોપી ગણેશ ઉર્ફે ગણીયો રવિન્દ્ર વાઘ ભુતકાળમાં ચેઇન (chains ) અને મોબાઇલ (mobile) સ્નેચીંગ , લુંટ , મર્ડર , મારામારી જેવા ગુન્હાઓમાં પકડાઇ ચુકેલ છે , જેમા એક વર્ષ પહેલા ફેબ્રુઆરીમાં હત્યાના ગુનામાં જામીન ઉપર મુક્ત થયો હતો. તે બાદ તેના સાગરીત અક્ષય સુરેશભાઇ શિંદે સાથે ચેઇન સ્નેચીંગ / લુંટના ગુનાઓને અંજામ આપી સહેલાઇથી રૂપિયા કમાવવાનું નક્કી કર્યું હતું અને આ ગુનાઓ આચરવામાં આરોપી વિજયભાઇ ડાહ્યાભાઇ કાંગરીવાળાએ પોતાની પલ્સર મોટર સાયકલ આપી હતી. સ્નેચીંગ કરેલ સોનાની ચેઇનમાં જે નાણા મળે તેમાં સરખે હિસ્સે ભાગ લેવાનું નક્કી કરી પોતાની પલ્સર ચેઇન સ્નેચીંગના ગુન્હાઓને અંજામ આપવા માટે બમરોલી ખાડીના બ્રિજ પાસે ગણેશ ઉર્ફે ગણીયા વાઘ અને અક્ષય શીંદે નાઓને આપી દેતો હતો.
અને બંન્ને મો.સા.ની નંબર પ્લેટ કાઢી પોતાની ઓળખ છતી ન થાય તે માટે મંકી કેપ પહેરી આરોપી અક્ષય શીદે પલ્સર ડ્રાઇવીંગ કરી તથા ગણેશ ઉર્ફે ગણીયો પાછળ બેસી ઉમરા, અડાજણ, જહાગીરપુરા, સરથાણા તથા ખટોદરા વિસ્તારોમાં સાંજના સાત વાગ્યા થી રાત્રીના દશ વાગ્યા સુધી ફરતા રહી ચેઇન, મોબાઈલ સ્નેચીંગના ઘણા ગુન્હાઓને અંજામ આપતા હોવાની કબુલાત કરી છે .
આરોપી ગણેશ ઉર્ફે ગણીયો રવિન્દ્ર વાઘ તેમજ અક્ષય શીંદે નાઓ ચેઇન સ્નેચીંગના ગુનાઓને અંજામ આપવા માટે નિકળતા ત્યારે કોઇ ભોગ બનનાર અથવા પબ્લીક તેઓનો પીછો કરે અથવા પકડવા જાય તો છરો બતાવી ડરાવવા તથા હુમલો કરવા માટે ઉપયોગ કરતા હોવાની હકિકત બહાર આવી છે.