સુરત (Surat) ના સરદાર માર્કેટ પાસે આવેલી અવધ ટેક્સટાઈલ (textile) માર્કેટમાં કાપડની દુકાનમાં 2.20 લાખની ચોરી થઇ હતી. આ બનાવમાં પોલીસે બે આરોપી (accused) ની ધરપકડ (arrested) કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ (Police) બંને આરોપીઓ પાસેથી કુલ 71 હજારની મત્તા કબજે કરી હતી.
ગોડાદરા ખાતે રહેતા શંકરભાઇ બુધ્ધમલ સૈની અવધ ટેક્સટાઈલમાં કાપડની દુકાન ધરાવે છે. તેઓની દુકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાનની પાછળના ભાગે આવેલી બારીનો કાચ તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. અને દુકાનની અંદર કાઉન્ટરના ટેબલના ડ્રોઅરમાંથી 2.20 લાખની રોકડ ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
બીજા દિવસે દુકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા વેપારી ચોકી ઉઠ્યો હતો. એક દુકાનમાં ચોરી થતાં વેપારીઓ અને મેનેજમેન્ટ સામસામે આવી ગયા હતા. મોટી સંખ્યામાં ટોળા એકત્ર થતા પોલીસ દોડીઆવી હતી. આ મામલે પોલીસે કાપડ વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધી તસ્કરોને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા. આ ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો.
આ બનાવમાં પુણા પોલીસના પીએસઆઈ જે.એચ રાજપૂતે બાતમીના આધારે લીંબાયત મહાપ્રભુનગર પાસે રહેતા મોહમદ ઉમર મોહમદ ઇલ્યાસ શેખ તથા શાહનવાઝ જાકીર અન્સારીને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની પાસેથી ચોરીમાં ગયેલા રૂપિયામાંથી 37 હજાર રોકડા, ચોરીના રૂપિયાથી ખરીદેલો 30 હજારની કિમતનો મોબાઈલ ફોન, તથા ચોરીના રૂપિયાથી ખરીદેલી હાથમાં પહેરવાની ચાંદીની લક્કી જેવી ચેઈન મળી કુલ 71 હજારની મત્તા કબજે કરી હતી હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર : યુક્રેનથી વધુ 137 વિદ્યાર્થીઓ પરત, ગુજરાતના કુલ 750 જેટલા વિદ્યાર્થીઓ પરત ફર્યાઃ જીતુ વાઘાણી