Surat : સુરતમાં ચિલ્ડ્રન બેન્કની નોટોને અસલી નોટો વચ્ચે મૂકીને લોકોને પધરાવવાનો ખેલ, 6 લોકોની ધરપકડ

|

Jan 29, 2023 | 4:30 PM

સુરત SOG અને ATSનું સંયુક્ત ઓપરેશન 4 કરોડ રૂપિયાની ચિલ્ડ્રન બેન્ક ની નોટ ઝડપાઇ, અસલી નોટોમાં લોકોને છેતરી ચિલ્ડ્રન બેન્ક નીનોટ પધરાવતા સુરતના અમરોલી મોટા વરાછા વિસ્તાર 99 શોપિંગ કોમ્પલેક્ષમાંથી ચિલ્ડ્રન બેન્કની નોટ આપીને છેતરપિંડી કરનારી ગેંગને ઝડપી પાડવામાં આવી છે.

Surat : સુરતમાં ચિલ્ડ્રન બેન્કની નોટોને અસલી નોટો વચ્ચે મૂકીને લોકોને પધરાવવાનો ખેલ, 6 લોકોની ધરપકડ
Ahmedabad Surat Crime Arrest Fake Notes Accused

Follow us on

સુરત SOG અને ATSનું સંયુક્ત ઓપરેશન 4 કરોડ રૂપિયાની ચિલ્ડ્રન બેન્ક ની નોટ ઝડપાઇ, અસલી નોટોમાં લોકોને છેતરી ચિલ્ડ્રન બેન્ક નીનોટ પધરાવતા સુરતના અમરોલી મોટા વરાછા વિસ્તાર 99 શોપિંગ કોમ્પલેક્ષમાંથી ચિલ્ડ્રન બેન્કની નોટ આપીને છેતરપિંડી કરનારી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. પોલીસ તપાસમાં જે બાતમી મળી હતી તેના આધારે શોપિંગ કોમ્પ્લેક્સના ત્રીજા માળે રેડ કરતા 6 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

એસઓજી અને એટીએસના  સંયુક્ત ઓપરેશનમાં  છ લોકોની ધરપકડ

સુરતના અમરોલી વિસ્તારમાં 99 શોપિંગ કોમ્પલેક્ષમાં અસલી નોટોમાં થોડી ઓરીજનલ નોટ મૂકી નીચે ચિલ્ડ્રન બેન્ક ની નોટ પધરાવતા હતા. તેઓ લોકોનો સંપર્ક કરીને જે તે જગ્યા ઉપર મળવાનું કહી વાતચીત કરતા અને ત્યારબાદ પોલીસ આવી જશે તેઓ ડર બતાવીને ઝડપથી નોટ નોટના બંડલ ભરેલી બેગ ની આપલે કરીને નાસી જતા હતા. આ બાબતની જાણ એસઓજી અને એટીએસની ટીમને થતા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને છ લોકોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પોલીસે શખ્સોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

એસઓજી અને એડ્રેસના સંયુક્ત ઓપરેશનમાં છ ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી મુદ્દા માલ ઝડપી લીધો હતો જેમાં 4,85,35,000ની રૂપિયા 2000 અને 500ના દરની નોટો ઝડપી પાડવામાં આવી હતી. તેમજ આરોપીઓ પાસેથી 50 ગોલ્ડ અને 10 સિલ્વરની લગદીઓ પણ મળી આવી હતી. પોલીસે શખ્સોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ડુપ્લીકેટ 2000 અને 500 ની દરની નોટો મૂકતા હતા

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે આ શકશો જે નોટના બંડલ આપતા હતા તેમાં ઉપર અને નીચે ઓરીજનલ નોટ મૂકી દેતા અને વચ્ચેના ભાગે ડુપ્લીકેટ 2000 અને 500 ની દરની નોટો મૂકતા હતા. આ નોટો પધરાવી દેવા માટે તેમણે અલગ અલગ પાર્ટીઓ સાથે વાતચીત શરૂ કરી હતી પરંતુ પ્રાથમિક પૂછપરછ મુજબ હજુ સુધી કોઈ મોટી ડીલ તેમના દ્વારા કરવામાં આવી ન હોવાનું આરોપી જણાવી રહ્યા છે.

તેમની પાસેથી અસલી અને નકલી નોટો જપ્ત કરી લેવામાં આવે છે તેમાં સોનાની અને ચાંદીની લગડીઓ પણ જપ્ત કરવામાં આવી છે. હાલ ઝડપાયેલા આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેમજ આ નોટ ક્યાંથી લાવતા હતા અને કોની કોની સાથે તેમને ડીલ થઈ છે તેની તપાસ કરવાની જરુર છે.

Next Article