Surat : આદિવાસીઓની જમીન પચાવી પાડવાનો કારસો રચનારાઓને કામરેજ પ્રાંત અધિકારીએ 24 કરોડનો દંડ ફટકાર્યો

|

Dec 23, 2021 | 4:48 PM

જમીનના મુળ માલિકના વારસદારો દ્વારા કૌભાંડીઓ વિરૂદ્ધ કરવામાં આવેલી ફરિયાદને અંતે તપાસ દરમ્યાન કામરેજ પ્રાંત દ્વારા ઐતિહાસિક ચુકાદાની સાથે સાથે જમીનનો કબજો પણ સરકાર હસ્તક લઈને તલાટીને જાળવણી અર્થે સુપરત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Surat : આદિવાસીઓની જમીન પચાવી પાડવાનો કારસો રચનારાઓને કામરેજ પ્રાંત અધિકારીએ 24 કરોડનો દંડ ફટકાર્યો
Surat Municipal Corporation

Follow us on

કામરેજ (Kamrej )ખોલવડ અને નવાગામ ખાતે ગરીબ અને અભણ ખેડૂત(Farmer ) પાસેથી 73એએની જમીનનું બોગસ વસિયતનામું બનાવીને જમીન હડપવાનો કારસો રચનારાઓ વિરૂદ્ધ કામરેજ પ્રાંત દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. આદિવાસી ખેડૂતની જમીન પર ફાર્મ હાઉસ અને શાળા ઉભી કરનારા ગેરકાયદેસર કબજેદારોને તપાસ દરમ્યાન કરોડો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય વિવાદીત જમીનનો કબજો સરકાર હસ્તક લેવાનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે.

કામરેજ તાલુકામાં ખોલવડ ગામે જુના બ્લોક નં. 419 નંબરથી 6600 સમચોરસ મીટર જમીન અને નવાગામ ખાતે જુના બ્લોક નં. 57થી નોંધાયેલ 13557 સમચોરસ મીટરવાળી 73એએની જમીનના મુળ માલિક મકનભાઈ હાટીભાઈ પાસેથી ડાહ્યાભાઈ પટેલ અને તેઓના મળતિયાઓ દ્વારા 25-04-2000ના રોજ વસીયતનામું બનાવ્યું હતું. ત્યારબાદ ડાહ્યા પટેલ દ્વારા અન્ય બોગસ ડોક્યુમેન્ટ્સ ઉભા કરીને 2003માં જમીન માલિક મકનભાઈના નિધન બાદ વારસદારો સાથે કોર્ટમાં સમાધાન પણ કરીને બન્ને જમીનો પર કબ્જો મેળવી લીધો હતો.

ગેરકાયદેસર કબજેદાર ડાહ્યાભાઈ પટેલ દ્વારા બન્ને જમીનો પૈકી નવાગામ ખાતે આવેલ જમીન પર ઈશ્વર ફાર્મ અને ખોલવડ ખાતે આવેલ જમીન પર સ્કુલ બાંધી દેવામાં આવી હતી. છેલ્લા 21 વર્ષ સુધી આ બન્ને જમીનો પર ડાહ્યા પટેલનો કબજો રહેવા પામ્યો હતો. બીજી તરફ સમગ્ર પ્રકરણમાં મુળ માલિક મકનભાઈ હાટીભાઈના વારસદારો દ્વારા ડાહ્યા પટેલ વિરૂદ્ધ 73એએની જમીનો પર ગેરકાયદેસર કબજા સંદર્ભે કલેકટર સહિતની કચેરીઓમાં રજુઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે મામલતદારને તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આ જમીન વિવાદની તપાસ દરમ્યાન જમીનનો ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાનું સાબિત થયું હતું. આ સિવાય જમીન મહેસુલ કાયદા હેઠળ જમીન સરકાર હસ્તક લેવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. વધુમાં, જમીનની હાલની જંત્રી મુજબની કિંમતનો ત્રણ ગણો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જે મુજબ ખોલવડ ગામમાં આવેલ જમીનની હાલની કિંમત 1.99 કરોડના હિસાબે 5.99 કરોડ અને નવાગામની જમીનની હાલની કિંમત 6.10 કરોડની સામે 18.30 કરોડ મળીને કુલ્લે 24.29 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કૌભાંડીઓ દ્વારા દાવો ઉભો કરીને પોતાના નામે સમાધાનનો ખેલ ઉંધો પડ્યો
ગરીબ અને અભણ આદિવાસી જમીન માલિક મકનભાઈ હાટીભાઈ પાસેથી ડાહ્યા પટેલ અને તેઓના મળતિયા કાંતિ પટેલ અને કૃષ્ણકાંત પટેલ દ્વારા સને 2000માં વસીયતનામું બનાવી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ 2003માં મુળ જમીન માલિકનું મોત નિપજ્યું હતું. જેને પગલે ડાહ્યા પટેલ આણી મંડળી દ્વારા જમીન સંબંધિત અન્ય ખોટા કાગળો ઉભા કરીને 2011માં કઠોર કોર્ટમાં દિવાની દાવો કરવામાં આવ્યો હતો. જેમાં કૌભાંડીઓ પોતાની તરફેણમાં ચુકાદો મેળવવામાં પણ સફળ રહ્યા હતા.

આ સંદર્ભે ડાહ્યા પટેલ દ્વારા સમાધાન મુજબ અરજદારોને 24 લાખ અગાઉ ચુકવી આપ્યા હતા અને સમાધાન પેટે નક્કી થયેલ 69 લાખ પૈકી 35 લાખ પણ બાદમાં ચુકવેલ હતા. બાકી રહેતા 34 લાખ રૂપિયા જમીનના ટાઈટલ ક્લીયર થયેથી ચુકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

નવાગામમાં ફાર્મ હાઉસ અને ખોલવડમાં શાળા ઉભી કરી દીધી હતી
છેલ્લા 21 વર્ષથી 73એએથી નોંધાયેલ ખોલવડની 6600 ચોરસ મીટર અને નવાગામની 13557 ચોરસ મીટર જમીન ઉપર કબજો જમાવીને બેઠેલા ગેરકાયદેસર ક્બ્જેદાર એવા ડાહ્યા પટેલ દ્વારા આ બન્ને જમીનો પર બાંધકામ પણ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જે પૈકી કૌભાંડીઓ દ્વારા નવાગામ ખાતે ઈશ્વર ફાર્મના નામે જમીનનો ઉપયોગ લગ્ન પ્રસંગો માટે કરવામાં આવી રહ્યો હતો. આ સિવાય ખોલવડની બ્લોક નં. 3131થી નોંધાયેલ જમીન પર પાકા બાંધકામ સાથે પતરાના શેડ ઉભા કરીને શાળા ધમધમતી કરવામાં આવી હોવાનું પણ ફરિયાદીઓ દ્વારા જણાવાયું હતું.

જમીનનો કબજો સરકાર હસ્તક લેવા કામરેજ પ્રાંતને હુકમ
જમીનના મુળ માલિકના વારસદારો દ્વારા કૌભાંડીઓ વિરૂદ્ધ કરવામાં આવેલી ફરિયાદને અંતે તપાસ દરમ્યાન કામરેજ પ્રાંત દ્વારા ઐતિહાસિક ચુકાદાની સાથે સાથે જમીનનો કબજો પણ સરકાર હસ્તક લઈને તલાટીને જાળવણી અર્થે સુપરત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. તપાસ દરમ્યાન ડાહ્યા પટેલ સહિતનાઓ દ્વારા આદિવાસીઓની જમીન પર કબજો કરવાના આરોપસર ફટકારવામાં આવેલ 24.29 કરોડ રૂપિયાના દંડની રકમ પણ કામરેજ મામલતદારને વસુલ કરવા માટે જણાવાયું છે.

 

આ પણ વાંચો : Surat : કોણ છે સુરતના એ કોર્પોરેટર ? જે લોકોની સેકન્ડ બચાવવા માટે કરી રહ્યા છે મહેનત

આ પણ વાંચો : Surat: ખટોદરામાંથી સબસીડીવાળા નીમ કોટેડ યુરીયાના ગેરકાયદેસર જથ્થા સાથે બે આરોપીની ધરપકડ

Published On - 4:48 pm, Thu, 23 December 21

Next Article