Surat : કાપડ ઉધોગમાં 12 ટકા જીએસટીનો વેપારીઓનો વિરોધ પાણીમાં જાય તેવી શક્યતા, સરકાર હજી સુધી નિર્ણય પર અડગ

|

Dec 28, 2021 | 3:22 PM

કાપડ પર લાગુ ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર હટાવીને એક સમાન જીએસટી સ્લેબ આગામી પહેલી જાન્યુઆરીથી લાગુ થવાનો છે. જેમાં ટેક્સ્ટાઇલની વેલ્યુ ચેઇનને અસર કરતા પાંચ ટકાને બદલે 12 ટકા જીએસટી કરવા સામે સમગ્ર દેશમાંથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Surat : કાપડ ઉધોગમાં 12 ટકા જીએસટીનો વેપારીઓનો વિરોધ પાણીમાં જાય તેવી શક્યતા, સરકાર હજી સુધી નિર્ણય પર અડગ
Textile Traders worries about GST

Follow us on

કાપડ અને ગારમેન્ટ ઉપર જીએસટીનો દર પાંચ ટકાથી વધારીને 12 ટકા કરવા સામે ટેક્સટાઈલ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામે ભારે વિરોધ નોંધાવ્યો છે. સરકારે આ વિરોધને અવગણીને તેમના નિર્ણયમાં અડગ હોય તેમ જણાઈ રહ્યુ છે. કેન્દ્રીય નાણાપ્રધાન અને સંસદસભ્યોને રજૂઆત છતા, ટેક્સટાઈલ ક્ષેત્રના લોકોની માંગણીને હજુ સુધી ધ્યાને લેવાઈ નથી. આ સંજોગોમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે વિવિધ એસોસિએશન અને ફેડરેશનની બેઠક પણ યોજાઈ હતી. જેમાં આગામી 30મી ડિસેમ્બરે, વેપારીઓએ તેમની દુકાનની બહાર કાળી પટ્ટી બાંધીને ઉભા રહી, જીએસટીના દર વધારાનો વિરોધ કરવો તેવો નિર્ણય લેવાયો છે.

 

આ મિટિંગમાં વીવર્સ, ટ્રેડર્સ, પ્રોસેસર્સ, નિટર્સ, તેમજ યાર્ન દલાલ અને ટ્રાન્સપોર્ટ એસોસિયેશનોએ મળીને સુરત સહીત દેશના 50 જેટલા સંગઠનોના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ તમામે સરકાર સામે વિરોધ નોંધાવવાની સાથે લડી લેવા માટે તૈયારી બતાવી હતી. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ ચેમ્બર ઓફ કોમર્સ ની આગેવાનીમાં શહેરના વિવિધ છ સંગઠનો સહીત દેશના 21 સંગઠનોએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણને પણ રજુઆત કરી હતી.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

કાપડ પર લાગુ ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર હટાવીને એક સમાન જીએસટી સ્લેબ આગામી પહેલી જાન્યુઆરીથી લાગુ થવાનો છે. જેમાં ટેક્સ્ટાઇલની વેલ્યુ ચેઇનને અસર કરતા પાંચ ટકાને બદલે 12 ટકા જીએસટી કરવા સામે સમગ્ર દેશમાંથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેશના અલગ અલગ વેપારી સંગઠનો દ્વારા સરકારને રજુઆત કરવા છતાં આ બાબતે કોઈ નિવેડો આવ્યો નથી.

ત્યારે આગામી સમયમાં વેપારને કેવી રીતે આગળ વધારવો અને જીએસટીના વધારાના દરને કારણે કાપડ ઉધોગ પર પડનારા આર્થિક સંકટને લઈને ચેમ્બર ઓફ કોમર્સ ખાતે સુરતના વિવિધ ઉધોગ અગ્રણીઓ, વેપારી સંગઠનો, સહીત દેશના 50 વીવર્સ, નિટર્સ, પ્રોસેસર્સના અગ્રણીપની મિટીંમાં જો સરકાર તરફથી કોઈ રાહત જાહેર નહીં થાય તો વિરોધ નોંધાવવા વેપારી સંગઠનોએ એક મત લઈને કેવી રીતે આગળ વધવું તેની ચર્ચા કરવામાં આવી હતી.

30 ડિસેમ્બરના રોજ સુરત ટેક્સ્ટાઇલ માર્કેટમાં વેપારીઓ કાળી પેટ્ટી બાંધીને દુકાનો તેમજ એકમોની બહાર વિરોધ નોંધાવશે. જો સરકાર જીએસટી ડરનો વધારો પરત નહીં ખેંચે તો બિલિંગનો અમલ બંધ કરવાની તૈયારી પણ વેપારીઓ દર્શાવી રહ્યા છે.

આ પણ વાંચો: Surat: માત્ર 8 મિનિટમાં ચોર ઠામી ગયો 6 લાખ રૂપિયા, ટૂર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસના CCTV આવ્યા સામે

આ પણ વાંચો: Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કેસમાં કડક કાર્યવાહી, અગાઉ બે વાર પેપર લીક કર્યા હોવાની આશંકા

Published On - 3:04 pm, Tue, 28 December 21

Next Article