સુરતના ટેક્સટાઇલ વેપારીઓએ જીએસટી દરમાં વધારો નહિ કરવા પીએમ મોદીને અપીલ કરી

|

Nov 28, 2021 | 11:15 AM

કેન્દ્ર સરકાર આગામી જાન્યુઆરી માસથી ટેક્સટાઈલ ઉદ્યોગ પરના જીએસટી( GST) ના દર 5 ટકાથી વધારી 12 ટકા કરવા નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં (Gujarat) સુરતના (Surat)વેપારીઓએ(Traders)કાપડ ઉદ્યોગને બચાવવા પીએમ મોદી, (PM Modi) ફાઈનાન્સ મિનિસ્ટર અને કાઉન્સિલને 650 ઈ-મેઈલ(Email)કર્યા છે. કેન્દ્ર સરકાર આગામી જાન્યુઆરી માસથી ટેક્સટાઈલ ઉદ્યોગ પરના જીએસટી( GST)ના દર 5 ટકાથી વધારી 12 ટકા કરવા નિર્ણય કર્યો છે.

જેને પગલે વેપારી આલામમાં ભારે રોષ ફેલાયો  છે. તેમજ કાપડ ઉદ્યોગ પર વધારાનું ભારણ પડવાના ભય વચ્ચે વેપારીઓમાં ચિંતા વ્યાપી છે. તેવા સમયે ટેક્સટાઈલ ઉદ્યોગે ટેક્સટાઈલ કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ સામે GSTમાં ફેરફાર ન કરવા રજૂઆત કરી હતી. તેમજ જો આ નિર્ણયને પાછો ખેંચવામાં નહિં આવે તો આંદોલનની કરવા પણ ચીમકી ઉચ્ચારી છે.

જો કે આ મુદ્દે ટેક્સટાઈલ ક્ષેત્રે સરકાર આગામી જાન્યુઆરી મહિનાથી GSTમાં 7 ટકાનો વધારો કરવા જઈ રહી છે. જે મુદ્દે સુરતમાં ટેક્સ્ટાઇલ કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશે નિેવેદન આપ્યુ હતુ કે, “આ નિર્ણયમાં ટેક્સટાઈલ વિભાગ કોઈ ભલામણ કરતા નથી.આ નિર્ણય કેન્દ્ર સરકારની GST શાખા અને નાણામંત્રાલય કરે છે.અમને થતી રજૂઆત જે-તે વિભાગને અમે પહોંચાડતા હોઈ છીએ.”

સુરતના કાપડ અગ્રણીઓનું (Textile Traders ) કહેવું છે કે કાપડ પર પાંચ ટકા જીએસટીનો(GST) દર વધારીને 12 ટકા કરવાથી જીએસટીના કારણે લગભગ 2625 કરોડ રૂપિયા વધારે ચૂકવવા પડશે. હાલ ના દર પ્રમાણે સુરતના કાપડ વેપારીઓ દર વર્ષે લગભગ 1875 કરોડ રૂપિયાનો ટેક્સ(Tax ) ચૂકવે છે.

પરંતુ હવે 4500 કરોડ રૂપિયાની આસપાસ જીએસટી ભરવું પડશે. નોંધનીય છે કે યાર્ન, ગ્રે અને ફેબ્રિક્સ પર 1 જાન્યુઆરીથી એક સમાન 12 ટકા જીએસટી લાગુ થવાનું નોટિફિકેશન બહાર પડતા વેપારીઓ ચિંતિત છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વાપી નગરપાલિકા ચૂંટણી માટે મતદાન શરૂ, 43 બેઠક માટે 109 ઉમેદવારો મેદાનમાં

આ પણ વાંચો : KUTCH : ભુજનું કુનારિયા ગામ કે જેણે રાજ્ય નહી, પણ સમગ્ર દેશ માટે આદર્શ ગામનું ઉદાહરણ પૂરું પાડ્યું

Published On - 10:42 am, Sun, 28 November 21

Next Video