Surat : હવે સરકારી શાળાઓ ડિજિટલાઇઝેશન તરફ, સુમન શાળામાં ડિજિટલ વર્ગમાં અભ્યાસ કરશે વિદ્યાર્થીઓ

|

Feb 23, 2022 | 8:56 AM

આમ તો મહાનગર પાલિકાની જવાબદારી પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાની જ છે , પરંતુ વિધાર્થીઓ અને વાલીઓની માંગણીને પગલે પાલિકાએ માધ્યમિક શિક્ષણ આપવાનું શરૂ કર્યુ છે. છેલ્લા 22 વર્ષથી પાલિકા સુમન સ્કૂલ ચલાવી રહી છે. માધ્યમિક શિક્ષણ આપનાર સુરત મનપા દેશની પહેલી મહાનગર પાલિકા છે.

Surat : હવે સરકારી શાળાઓ ડિજિટલાઇઝેશન તરફ, સુમન શાળામાં ડિજિટલ વર્ગમાં અભ્યાસ કરશે વિદ્યાર્થીઓ
Digital Class in government school (File Image )

Follow us on

સુરત (Surat ) મહાનગરપાલિકાની સુમન સ્કૂલમાં(School ) અભ્યાસ કરતા 12 હજાર વિદ્યાર્થીઓ (Students ) નવા શૈક્ષણિક વર્ષથી ડિજિટલ બોર્ડ પર ભણશે. સુમન સ્કૂલના 112 વર્ગખંડને  હવેડિજીટાઈઝ્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દિશામાં આગળ વધીને કામ કરવા માટે સુરત મહાનગરપાલિકા દેશમાં પ્રથમ હશે. આ જે કામગીરી કરવામાં આવનાર છે તેની રકમ કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી લેવામાં આવશે.

તમામ કોર્પોરેટરોએ આ કામગીરી માટે એકી અવાજે તેના માટે ગ્રાન્ટની ફાળવણી પણ કરી દીધી છે. ધોરણ -9 થી 12 નું શિક્ષણ આપવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કુલ 18 સુમન સ્કૂલ ચલાવવામાં આવે છે. અને હવે આ સુમન સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને એક કદમ આગળ વધીને ડિજિટલી શિક્ષણ પૂરું પાડવા માટે મહાનગર પાલિકાએ તમામ વર્ગખંડોને ડિજિટલ વર્ગમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે.

સુમન સ્કૂલના 112 માધ્યમિક શિક્ષણ આપતી દેશની પહેલી પાલિકા સુરત મહાનગરપાલિકાએ ચાલુ શૈક્ષણિક વર્ષથી જ સુમન સ્કૂલમાં ધોરણ અગિયાર અને બારના વર્ગો શરૂ કર્યા છે. હાલમાં ધોરણ અગિયારના વર્ગો ચાલી રહ્યા છે જ્યારે આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ બારના વર્ગો પણ શરૂ થશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આમ તો મહાનગર પાલિકાની જવાબદારી પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાની જ છે , પરંતુ વિધાર્થીઓ અને વાલીઓની માંગણીને પગલે પાલિકાએ માધ્યમિક શિક્ષણ આપવાનું શરૂ કર્યુ છે. છેલ્લા 22 વર્ષથી પાલિકા સુમન સ્કૂલ ચલાવી રહી છે. માધ્યમિક શિક્ષણ આપનાર સુરત મનપા દેશની પહેલી મહાનગર પાલિકા છે.

શું હશે ખાસિયત ?

હવે સુમન સ્કૂલોના વર્ગખંડમાં વિશાળ સ્ક્રીનનું ટીવી પણ લગાડવામાં આવશે. આ ટીવીમાં ઇનબિલ્ટ કોમ્પ્યુટર હશે.
વર્ગખંડમાં વિદ્યાર્થીઓને સમજાવવા માટે ચોક અને બ્લેક બોર્ડને દૂર કરી ટીવીને જ ડિજિટલ બોર્ડ તરીકે ઉપયોગમાં લેવાશે.
શિક્ષકો માર્કર પેનથી ટીવીના સ્ક્રીન પર લખી વિદ્યાર્થીઓને સમજાવી શકશે.
ઇનબિલ્ટ કોમ્પ્યુટર હોવાથી શિક્ષકો દરેક વેબસાઇટ ખોલી વિદ્યાર્થીઓને સમજણ આપી શકશે.

મહત્વની વાત તો એ છે કે ડિજિટલ ક્લાસરૂમ માટે કોર્પોરેટરોએ ગ્રાન્ટની ફાળવણી કરતા પાલિકાના માથે એક પણ રૂપિયાનો ખર્ચ આવ્યો નથી.અને 112 વર્ગખંડને ડિજિટલ કલાસરૂમમાં ફેરવવા પાછળ અંદાજે સવા બે કરોડના ખર્ચનો અંદાજ છે. જે તમામ ખર્ચ કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી કરવામાં આવનાર છે.

આ પણ વાંચો :

Surat: ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારા ફેનિલ વિરૂદ્ધ આજે ચાર્જશીટ રજૂ કરાશે, ઓછા સમયમાં ચાર્જશીટ કરવાનો સુરતનો આ પ્રથમ કિસ્સો

Surat : સુરતના દરેક ઝોનમાં હવે બનશે 50 બેડની હોસ્પિટલ, આયોજન કાગળ પર ન રહી જાય તે માટે રોડમેપ પણ તૈયાર

Next Article