Surat : મ્હારી છોરીયાં છોરો સે બઢકર હૈ, નેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં એક જ પરિવારની ત્રણ બહેનોએ જીત્યા મેડલ

|

Dec 22, 2021 | 4:04 PM

નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર નિલમ રાયકવારે જણાવ્યું હતું કે, તેઓ 2019થી ચોક બજાર ખાતે આવેલ આર્ય સમાજની વાડીમાં રેશલિંગની પ્રેક્ટિસ કરતા હતા.

Surat : મ્હારી છોરીયાં છોરો સે બઢકર હૈ, નેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં એક જ પરિવારની ત્રણ બહેનોએ જીત્યા મેડલ
Three sisters became champion in power lifting championship

Follow us on

સુરત પોલીસ કમિશનર(Police Commissioner ) અજયકુમાર તોમર દ્વારા નો ડ્રગ્સ(No Drugs ) ઈન સુરત સિટી ઝુંબેશ અંતર્ગત, સ્પોટ્સ એસોસીએશન ઓફ ગુજરાત ફાઉન્ડેશનના સહયોગ થકી કતારગામ ખાતે હાલમાં યોજવામાં આવેલ નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપનું (Power Lifting Championship ) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિંડોલી ખાતે રહેતા એક જ પરિવારની ત્રણ પુત્રીઓએ ગોલ્ડ અને સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. માત્ર એક વર્ષની તૈયારીને અંતે આ ત્રણેય પુત્રીઓએ માત્ર પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર સમાજનું નામ ગૌરવાન્વિત કર્યું છે.

મુળ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના વતની અને છેલ્લા ઘણા વર્ષોથી સુરતને કર્મભુમિ બનાવનાર રામલખન રાયકવારની ત્રણ પુત્રીઓ દ્વારા હાલમાં જ નેશનલ લેવલની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ભલભલા સ્પર્ધકોને ભૂ પીવડાવીને ગોલ્ડ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરવામાં આવ્યો છે. મોટી પુત્રી નિલમ રાયકવારે 63 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ જ્યારે અન્ય બે પુત્રીઓ પૈકી સોનુએ 75 કિલોમાં સિલ્વર અને મોનુએ 57 કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. છેલ્લા એક વર્ષથી રેશલિંગની તૈયારીઓ કરી રહેલી આ પુત્રીઓ હવે અન્ય યુવતીઓ માટે પણ પ્રેરણાનો સ્ત્રોત બની ચુકી છે.

પહેલો શોખ તો રેસલિંગનો હતો
નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર નિલમ રાયકવારે જણાવ્યું હતું કે, તેઓ 2019થી ચોક બજાર ખાતે આવેલ આર્ય સમાજની વાડીમાં રેશલિંગની પ્રેક્ટિસ કરતા હતા. જો કે, છેલ્લા એક વર્ષથી તેણીએ પોતાની બન્ને બહેનો સાથે પાવર લિફ્ટિંગની તૈયારીઓ શરૂ કરી હતી. આ દરમ્યાન કતારગામ ખાતે યોજાયેલ સ્પર્ધામાં ભાગ લેતા પૂર્વે તેઓને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે દેશભરમાંથી આવેલા સ્પર્ધકોને ધુળ ચાટતા કરીને આ ત્રણે બહેનો ગોલ્ડ – સિલ્વર મેડલ પ્રાપ્ત કરવામાં સફળ રહેશે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

લોકડાઉનમાં ઘરે જ પ્રેક્ટિસ
નેશનલ લેવલની રેસલિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડમ જીતવાની ઈચ્છાએ પ્રેક્ટિસ શરૂ કરનાર આ રાયકવાર બહેનોને શરૂઆતથી જ પરિવારજનોનો વિશેષ સહયોગ સાંપડ્યો હતો. અલબત્ત, કોરોના મહામારી દરમ્યાન સતત લોકડાઉન અને દોઢ વર્ષ સુધી જીમ બંધ રહેવાને એક તબક્કે આ ત્રણેય બહેનોની પ્રેક્ટિસ પર ગ્રહણ લાગ્યું હતું. જો કે, પ્રત્યેક પરિસ્થિતિને પોતાને અનુકુળ બનાવવાના ધ્યેય સાથે આ બહેનોએ વહેલી સવારે રનિંગ અને ત્યારબાદ આખો દિવસ ઘરે જ પુશ-અપ સહિતના વર્કઆઉટ પર ફોક્સ કર્યો હતો.

Next Article