Surat : આઠ કરોડની કસ્ટમ ડયુટી ગોલ્ડ ચોરીના કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ, ડીઆરઆઇએ વધુ તપાસ હાથ ધરી

|

May 03, 2022 | 8:55 PM

સુરતમાં(Surat) વરાછા અને મહિધરપુરા ખાતે આવેલ જ્વેલર્સ સને બુલિયન કંપની પર દરોડા પાડવામાં આવ્યા હતા.જ્યાં વરાછાના જ્વેલર્સ વેપારીઓના પાસેથી રૂપિયા આઠ કરોડથી વધુની કિંમતનું કસ્ટમ ડ્યુટી ચોરીનું ગોલ્ડ ઝડપી પાડવામાં આવ્યું હતું.જે કેસમાં ડીઆરઆઇ દ્વારા બે જ્વેલર્સ વેપારીઓની ધરપકડ કરવામાં આવી હતી.

Surat : આઠ કરોડની કસ્ટમ ડયુટી ગોલ્ડ ચોરીના કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ, ડીઆરઆઇએ વધુ તપાસ હાથ ધરી
Surat DRI Probe In Gold Custom Duty Theft Case

Follow us on

સુરત (Surat) ડીઆરઆઇ (DRI) વિભાગ દ્વારા વરાછા ખાતે આવેલ જ્વેલર્સના ત્યાં દરોડાની કાર્યવાહી દરમ્યાન ઝડપી પાડવામાં આવેલ રૂપિયા આઠ કરોડથી વધુની કિંમતના કસ્ટમ ડ્યુટી ચોરીના ગોલ્ડ(Gold)પ્રકરણમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપીઓને કોર્ટમાં રજૂ 13મી મેં સુધીની જ્યુડિશિયલ કસ્ટડી ખાતે મોકલી આપવામાં આવ્યા છે.ત્રણેય આરોપીઓ દ્વારા વરાછાના જ્વેલર્સ પાસેથી કસ્ટમ ડ્યુટી ચોરીનું ગોલ્ડ ખરીદવામાં આવ્યું હતું.મહત્વનું એ છે કે આટલા મોટા પ્રમાણ સોનુ એરપોર્ટ મારફતે આવ્યું છે તો કોના ઈશારે આવ્યું અને કોઈને ખ્યાલ પણ આવ્યો નહી તે મહત્વની વાત છે.જ્યારે કોઈ નાની વસ્તુ સોનાની લાવે તો તેની સામે કસ્ટમ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે તો આટલુ સોનુ ક્યારે લાવ્યા અને કેવી રીતે લવાયા તે બાબતે તાપસનો વિષય છે.

સુરતમાં વરાછા અને મહિધરપુરા ખાતે આવેલ જ્વેલર્સ સને બુલિયન કંપની પર દરોડા પાડવામાં આવ્યા હતા.જ્યાં વરાછાના જ્વેલર્સ વેપારીઓના પાસેથી રૂપિયા આઠ કરોડથી વધુની કિંમતનું કસ્ટમ ડ્યુટી ચોરીનું ગોલ્ડ ઝડપી પાડવામાં આવ્યું હતું.જે કેસમાં ડીઆરઆઇ દ્વારા બે જ્વેલર્સ વેપારીઓની ધરપકડ કરવામાં આવી હતી.આ કેસમાં જ્વેલર્સ વેપારીઓની પૂછપરછ દરમ્યાન કસ્ટમ ચોરીનું ગોલ્ડની ખરીદી કરનાર નિલેશ ધીરુભાઈ બોરાડ,બળદેવ મનસુખ સાખરેલીયા સહિત અંકુર મનસુખ સાખરેલીયાના નામો બહાર આવ્યા હતા.જે આરોપીઓની ડીઆરઆઈ વિભાગ દ્વારા ધરપકડ કરી આજ રોજ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 13 મી મેં સુધીની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.કસ્ટમ ચોરી ગોલ્ડ પ્રકરણમાં સરકાર પક્ષે સરકારી વકીલ ઇમરાન મલિક હાજર રહ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Published On - 8:12 pm, Tue, 3 May 22

Next Article