રાજ્યભરમાં કોરોના (Corona) ની ત્રીજી લહેર કહેર વર્તાવી રહી છે. ત્યારે આ સંક્રમણને કાબુમાં કરવા માટે સરકારે અનેક પ્રતિબંધો લાદયા છે. જેમાં લગ્નપ્રસંગ (Wedding) માં વ્યકિતઓની મર્યાદા 400 થી ઘટાડીને 150 કરવામાં આવી છે. સુરતના કામરેજ (Kamrej) તાલુકાના લાડવી ગામે યોજાયેલા એક ગૌ વિવાહમાં અંદાજે 5 હજાર કરતા પણ વધુ લોકો જોડાયા હતા.
અહીં કોરોનાનો કોઈ કાયદા કે નિયમ લાગુ પડ્યું હોય તેવું દેખાયું ન હતું. આ ગૌ વિવાહ 14 જાન્યુઆરી શુક્રવારના રોજ યોજાયા હતા. બે વાછરડાનાં જ્યારે લગ્ન થયાં, ત્યારે અહીં હજારો લોકોને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેઓ નવદંપતીને આશીર્વાદ આપવા માટે શહેરના છેવાડે આવેલા લાડવી ગામમાં ગૌશાળામાં ઉમટી પડ્યા હતા.
ઉત્તરાયણના દિવસે યોજાયેલા આ લગ્ન પ્રસંગે 5 હજારથી વધુ લોકોએ મંદિરની મુલાકાત લીધી હતી અને લગ્નમાં ભાગ લીધો હતો. એક અંદાજ પ્રમાણે અહીં 10,000 લોકો માટે ભોજન પણ તૈયાર કરવામાં આવ્યું હતું અને દરેકે આ પ્રસંગનો આનંદ માણ્યો હતો.
આ ગૌ વિવાહ શંખેશ્વર, એક નર વાછરડું, અને ચંદ્રમૌલી, એક માદા વાછરડા વચ્ચે થયા હતા. મહારાજના સ્વપ્નને સાકાર કરવા આ કાર્યક્રમ યોજાયો હતો.
લાડવી ગામમાં શ્રી ઓમ નંદેશ્વર મહાદેવ ટ્રસ્ટ (SONMT) દ્વારા સંચાલિત ગૌશાળામાં ઉજવવામાં આવ્યો હતો, જ્યાં અમરોલીના ગાંધારી આશ્રમ ગૌશાળામાંથી માદા વાછરડાને લાડવી લાવવામાં આવી હતી. આ કાર્યક્રમ ગાંધારી આશ્રમના પિપલદગીરી મહારાજે ગાય ઉછેર અંગે જાગૃતિ લાવવા માટે જોયેલા સ્વપ્નને પૂર્ણ કરવાના ભાગરૂપે યોજવામાં આવ્યો હતો.
“પિપલદગીરી મહારાજે ગૌ વિવાહનું આયોજન કરવાનું સપનું જોયું હતું અને તેના મહત્વ વિશે જાગૃતિ કેળવવી જોઈએ તેવી ઈચ્છા રાખી હતી. લગ્નની તમામ પરંપરાગત રમઝટ વચ્ચે માદા વાછરડાને સ્થળ પર લાવવામાં આવી હતી. લગ્નની ભેટની વાત કરીએ તો, ચાંદીના પાયલ, માથાના ટીકા અને કમરનો પટ્ટો પણ મહેમાનો દ્વારા આપવામાં આવ્યો હતો.
જોકે એકતરફ હાલ કોરોના સંક્રમણ સૌથી વધારે છે તેવામાં ધાર્મિક મેળાવડા, જાહેર સામાજિક રાજકીય પ્રસંગો માં લોકોની હાજરી મર્યાદિત કરાઈ છે તેવામાં આવા કાર્યક્રમો કોરોના સંક્રમણની સ્પીડ હજી વધારી શકે છે.
આ પણ વાંચોઃ Surat : હજીરામાં અદ્યતન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ઉભું કરાશે, જમીન ફાળવવા સરકારની મંજૂરી
આ પણ વાંચોઃ Surat: એક વર્ષમાં 34.32 લાખ લોકોને રસી આપવાના લક્ષ્યાંક સામે મહાનગરપાલિકાની 122.75 ટકા સિદ્ધિ