સુરતમાં(Surat)ભટાર યુનિક હોસ્પિટલ અને કાપડિયા હેલ્થ ક્લબ વચ્ચેના BRTS રોડ ઉપર ભરબપોરે બાઇક સવાર બે ઈસમો એરટેલના કર્મચારીના હાથમાંથી 18 લાખ રૂપિયા(Money)ભરેલું બેગ છીનવી ભાગી જતા(Theft)પોલીસ દોડતી થઈ ગઈ હતી. સુરતના ખટોદરા વિસ્તારમાં સાજના સમયે એરટેલ મની ટ્રાન્સફરનો કર્મચારી બેકમાં પૈસા ભરવા જતા ઘટના બની હતી.જ્યારે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે.સુરતમાં ભટાર યુનિક હોસ્પિટલ અને કાપડિયા હેલ્થ ક્લબ વચ્ચેના BRTS રોડ ઉપર ભરબપોરે બાઇક સવાર બે ઈસમો એરટેલના કર્મચારીના હાથમાંથી 18 લાખ રૂપિયા ભરેલું બેગ છીનવી ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ હ તી. ખટોદરા પીઆઇ ટીવી પટેલે જણાવ્યું હતું કે એરટેલ મની ટ્રાન્સફરનો કર્મચારી બેકમાં પૈસા ભરવા જતા ઘટના બની હતી. જોકે હાલ તપાસ ચાલુ છે. જ્યારે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે એક યુવક રોડ ઉપર ચાલુ બાઈકે પડી ગયા બાદ મારી કેસ મારી કેસ એમ બુમો પાડી રહ્યો હતો. અમે દોડીને ગયા અને એને ઉભો કરી રોડ બાજુએ બેસાડ્યો, ભાનમાં આવતા જ એ એની બાઇક ચાલુ કરી નીકળી ગયો હતો. થોડીવાર પછી હેલ્મેટ લેવા આવ્યોને પાછો ચાલી ગયો હતો.પોલીસે જણાવ્યું હતું કે ઘટના બપોરે 3થી 3:15 વાગ્યાની છે. સોશિયો સર્કલથી એરટેલનો કર્મચારી બેંકમાં પૈસા ભરવા જઇ રહ્યો હતો. ત્યારે બાઈક ઉપર આવેલા અજાણ્યા ઈસમો રૂપિયા 18 લાખ ભરેલી બેગ છીનવી ભાગી ગયા હતા.
આ ઘટનાની જાણ બાદ DCB સહિતના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. હાલ ફરિયાદ નોંધી તપાસ કરી રહ્યા છે.પોલીસ દ્વારા અલગ અલગ ટિમો બનાવી સીસીટીવી ના આધારે જે દિશામાં આરોપીઓ ભાગ્યો છે ઉત્તર દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Gandhinagar : કોંગ્રેસના અમદાવાદના બે ધારાસભ્યોએ હિજાબ અંગેના કર્ણાટકના હાઈકોર્ટના ચુકાદાને આવકાર્યો
આ પણ વાંચો : Gujarat માં બુધવારથી 12 થી 14 વર્ષના બાળકોને રસી અપાશે, સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્ય વ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે