સુરત : રખડતાં પશુઓનો આતંક યથાવત, શ્વાને 4 વર્ષના બાળક પર હુમલો કર્યો, જુઓ વિડીયો

|

Nov 17, 2023 | 1:17 PM

સુરત : રખડતા શ્વાનનો આતંક યથાવત છે. શ્વાનના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં 4 વર્ષના બાળકને શ્વાને ગંભીરરીતે ઈજાગ્રસ્ત કર્યો હતો. બાળકને ઈજાઓના પગલે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી.

સુરત : રખડતાં પશુઓનો આતંક યથાવત, શ્વાને 4 વર્ષના બાળક પર હુમલો કર્યો, જુઓ વિડીયો

Follow us on

સુરત : રખડતા શ્વાનનો આતંક યથાવત છે. શ્વાનના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં 4 વર્ષના બાળકને શ્વાને ઈજાગ્રસ્ત કર્યો હતો. બાળકને ઈજાઓના પગલે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી.

સૂત્રો અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં 4 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. પાંડેસરા સ્થિત સત્યનારાયણનગરમાં બનાવ બન્યો હતો. ઘરની બહાર રમતા  બાળક પર હુમલો કર્યો હતો. બાળકને પેટ અને પગના ભાગે શ્વાને ભર્યા બચકા ભર્યા હતા. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે. ઈજાગ્રસ્ત બાળકનું નામ સન્ની તિવારી છે. જેને સારવાર માટે ખસેડાયો છે.

શ્વાન હુમલો કરે તો શું કરવું?

  1. ગભરાશો નહીં : આવી સ્થિતિમાં ક્યારેય ગભરાશો નહીં અને ગભરાટ પેદા કરશો નહીં. કોઈ પ્રાણી માનવ લાગણીઓને સમજી શકતું નથી. જ્યારે કૂતરો ડરી જાય છે અથવા ધમકી આપે છે, ત્યારે તે વધુ આત્મવિશ્વાસ પામે છે. જો કૂતરાને લાગે છે કે તે તમને ડરાવી શકતો નથી, તો તે તમારા પર હુમલો કરવાથી રોકી શકે છે.
  2. દોડશો નહીં: આવી સ્થિતિમાં ક્યારેય દોડશો નહીં. તમે ક્યારેય કૂતરા કરતા વધુ ઝડપથી દોડી શકતા નથી. દોડીને, તમે કૂતરાને હુમલો કરવા માટે વધુ ઉશ્કેરશો.
  3. તમે જ્યાં છો ત્યાં ઊભા રહો : જો તમે દોડો છો, તો કૂતરો તમારાથી ખતરો અનુભવે છે, જ્યારે તમે એક જગ્યાએ શાંતિથી ઊભા રહો છો, ત્યારે કૂતરો તમારાથી ખતરો અનુભવશે નહીં અને તમારા પર હુમલો કર્યા વિના જતો રહેશે.
  4. આંખથી આંખ મિલાવો : સીધો આંખનો સંપર્ક કરીને કૂતરો વધુ આક્રમક બની શકે છે. તેથી, આવી સ્થિતિમાં, આંખનો સંપર્ક ટાળો અને કૂતરા સામે ઉભા ન રહો અને ધીમે ધીમે તેની આસપાસ ફરો.
  5. શ્વાનનું ધ્યાન હટાવો : જો તમારા હાથમાં કોઈ વસ્તુ હોય, તો તેને બીજી દિશામાં ફેંકી દો. ઉદાહરણ તરીકે, જો તમારા હાથમાં બોટલ છે, તો તેને બીજી દિશામાં ફેંકી દો. જો તમારા હાથમાં કંઈ ન હોય તો જમીન પરથી કંઈક ઉપાડીને બીજી દિશામાં ફેંકી દો. આનાથી કૂતરો તમે ફેંકેલી વસ્તુ તરફ વળશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:15 pm, Fri, 17 November 23

Next Article