Surat : સિંગાપોરમાં યોજાનાર વર્લ્ડ સિટીઝ સમિટ માટે દેશભરમાંથી એકમાત્ર સુરતના મેયરની પસંદગી

સમગ્ર ભારતમાંથી (India ) આ સમિટ માટે સુરતના મેયરની પસંદગી થતા સુરત માટે ગૌરવની વાત કહી શકાય. આ સમાચાર આવતાની સાથે જ સુરત મેયરને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા હતા.

Surat : સિંગાપોરમાં યોજાનાર વર્લ્ડ સિટીઝ સમિટ માટે દેશભરમાંથી એકમાત્ર સુરતના મેયરની પસંદગી
Surat City Mayor (File Image )
| Edited By: | Updated on: Jul 19, 2022 | 9:34 AM

સિંગાપોરમાં(Singapore ) સ્માર્ટ સિટીઝ વર્કશોપ(Workshop ) એન્ડ વર્લ્ડ સિટીઝ સમિટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના (City ) વિવિધ પડકારો અને શહેરને રહેવાલાયક બનાવવા વિશ્વભરના અધિકારીઓ, પદાધિકારીઓ અને ઉદ્યોગ નિષ્ણાંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ભારત દેશમાંથી સુરત શહેરના મેય૨ હેમાલી બોધાવાલાની પસંદગી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં આ વિષયના તજજ્ઞો, ટેકનોલોજીસ્ટો અને શહેરના અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાના અનુભવો અને મંતવ્યો રજુ કરશે.

સુરતની વિશિષ્ટ કામગીરી રજૂ કરવામાં આવશે :

આ દરમ્યાન વિશ્વના શહેરો પોતાના પ્રશ્નો અને પોતાના શહેરમાં થતી વિશિષ્ટ કામગીરીની રજૂઆત કરશે, જેના થકી શહેરો એકબીજાની સાથે પાર્ટનરશિપ કરી અનુભવોની આપ-લે કરશે. આ સમિટ તા. 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન યોજાશે. જેમાં સુરત શહેરને 2 જી ઓગસ્ટે આ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

સુરત શહેરમાં કોરોના સંક્રમણ સમયે જે કામગીરીઓ કરવામાં આવી અને શહેરને ઝડપથી કઈ રીતે આ સંક્રમણમાંથી બહાર લાવવામાં આવ્યું તે અંગે ચર્ચા કરવામાં આવશે. તે ઉપરાંત સુરત શહેર એ કઈ રીતે ૨હેવાલાયક છે અને રહેવાલાયક બનાવવા માટે શું કરી શકાય ? તેના પર સાથે સાથે સુરત શહેર માટે અગત્યના એવા બરાજ પ્રોજેક્ટ પર પણ મેય૨ દ્વારા ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે શહેરના સુએઝ ટ્રીટમેન્ટ પ્રોજેક્ટ પ્લાન પર પણ ચર્ચા કરવામાં આવશે.

આ વર્કશોપમાં ટીમેસ્ડ ફાઉન્ડેશન અને સેન્ટર ફોર લીવેબલ સિટી દ્વારા વિશ્વના ત્રણ શહેરોની પસંદગી રેસિલિયન્ટ સિટીઝ તરીકે થઈ છે, જેમાં સુરત સહિત ઇન્ડોનેશિયા સ્થિત જામ્બી અને મલેશિયા સ્થિત સેબેર્ગ પેરાઈ શહેરની પસંદગી થઈ છે. આ વર્કશોપમાં સુરત મહાનગરપાલિકાના મનપા કમિશનર સ્થાયી સમિતિ અધ્યક્ષ અને સિટી ઈજનેર પણ હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ સિટી સમિટનું આયોજન દર બે વર્ષે સિંગાપોર ખાતે થાય છે, આ વર્ષે યોજાનાર સમિટમાં વિશ્વના 500થી વધુ શહેરોમાંથી 4000થી વધુ પ્રતિનિધિઓ અને નિષ્ણાંતો ભાગ લેશે. સમગ્ર ભારતમાંથી આ સમિટ માટે સુરતના મેયરની પસંદગી થતા સુરત માટે ગૌરવની વાત કહી શકાય. આ સમાચાર આવતાની સાથે જ સુરત મેયરને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા હતા.