Surat: પત્નીએ ‘દુષ્કર્મ’ કરતા ગુનો દાખલ કરવા માટે પતિએ કોર્ટમાં દાદ માગી, લગ્નના 10 વર્ષે ફૂટ્યો પત્નીના લગ્નેત્તર સબંધનો ભાંડો

|

Apr 10, 2023 | 11:50 PM

પત્નીએ કરેલી બેવફાઇની પીડા શમે તે પહેલા પતિને સૌથી મોટો આઘાત લાગે તેવી બાબત સામે આવી પત્નીના વિશ્વાસઘાત બાદ પતિએ તેમના બંને બાળકોના DNA ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં બે પૈકી એક બાળક પોતાનું ન હોવાનું તેમજ પત્નીના આગલા પતિનું પણ ન હોવાનું સામે આવતા અને પતિના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

Surat: પત્નીએ ‘દુષ્કર્મ’ કરતા ગુનો દાખલ કરવા માટે પતિએ કોર્ટમાં દાદ માગી, લગ્નના 10 વર્ષે ફૂટ્યો પત્નીના લગ્નેત્તર સબંધનો ભાંડો

Follow us on

સામાન્ય રીતે સ્ત્રી દ્વારા પુરૂષ વિરૂદ્ધ દુષ્કર્મ કે શારીરિક શોષણની ફરિયાદ કરવામાં આવતી હોય છે, પરંતુ સુરતમાં એક એવી ઘટના સામે આવી છે કે જેમાં પુરૂષે સ્ત્રી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે તેમાં પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે ફરિયાદી પતિએ તેની જ પત્ની વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ કરી છે.

10 વર્ષ સુધી પત્ની દ્વારા પોતાનું શારીરિક અને આર્થિક શોષણ કરાતું હોવાનો અહેસાસ થતાં આખરે પતિ તેની પત્ની સામે દુષ્કર્મની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, પરંતુ પોલીસે અરજી લેવાનો ઈનકાર કરતા હવે તેમણે અદાલતમાં દાદ માગી છે. આગામી 11 તારીખે આ કેસમાં હિયરિંગ થવાનું છે. ત્યારબાદ અદાલત આ અંગે નિર્ણય કરશે.

દાંપત્યજીવનના 10 વર્ષ બાદ ફૂટ્યો પત્નીની બેવફાઈનો ભાંડો

સમગ્ર ઘટના જોઇએ તો સુરતમાં રહેતા 38 વર્ષીય યુવકના લગ્ન 10 વર્ષ પહેલા નજીકના ગામની યુવતી સાથે થયા હતા. આ દરમ્યાન તેમને ત્યાં બે બાળકોનો પણ જન્મ થયો હતો, પરંતુ સુખરૂપે ચાલતા દાંપત્યજીવનમાં પરસ્પર પ્રેમ અને વિશ્વાસના પાયા ત્યારે હચમચી ગયા, કે જ્યારે પતિને પત્નીના લગ્નેતર સંબંધો અંગે જાણ થઈ. પતિએ પત્નીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચકાસતા તેમાં લોકો સાથેની વિવિધ ચેટ મળી આવી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પતિએ વધુ તપાસ કરતાં પત્નીના અગાઉ પણ એક લગ્ન થયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. એટલું જ નહીં પત્નીએ તેના પૂર્વ પતિથી છૂટાછેડા લીધા વગર જ પોતાની સાથે સંસાર માંડ્યો હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો. દગાબાજ પત્ની સતત ઇનકાર કરતી રહી પરંતુ પતિએ મેરેજ સર્ટિફિકેટથી લઇને RTIના માધ્યમથી જરૂરી પુરાવાઓ એકત્ર કરી પત્નીના જુઠ્ઠાણાઓની તમામ પોલ ખોલી નાંખી હતી.

સંતાનોનો DNA ટેસ્ટ અને ખૂલી પત્નીની ‘બેવફાઇ’ની પોલ

પત્નીએ કરેલી બેવફાઇની પીડા શમે તે પહેલા પતિને સૌથી મોટો આઘાત લાગે તેવી બાબત સામે આવી પત્નીના વિશ્વાસઘાત બાદ પતિએ તેમના બંને બાળકોના DNA ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં બે પૈકી એક બાળક પોતાનું ન હોવાનું તેમજ પત્નીના આગલા પતિનું પણ ન હોવાનું સામે આવતા અને પતિના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. 10-10 વર્ષ સુધી પત્ની દ્વારા પોતાનું શારીરિક અને આર્થિક શોષણ કરાતું હોવાનો અહેસાસ થતાં આખરે પતિએ જ તેની પત્ની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

10 વર્ષ સુધી પત્ની દ્વારા પોતાનું શારીરિક અને આર્થિક શોષણ કરાતું હોવાનો અહેસાસ થતાં આખરે પતિ તેની પત્ની સામે દુષ્કર્મની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, પરંતુ પોલીસે અરજી લેવાનો ઇનકાર કરતા હવે તેમણે અદાલતમાં દાદ માગી છે. આગામી 11 તારીખે આ કેસમાં હિયરિંગ થવાનું છે. ત્યારબાદ અદાલત નિર્ણય કરશે.

Next Article