Surat : શિક્ષણ સમિતિની સામાન્ય સભા કોઈપણ ચર્ચા વગર ગણતરીની સેકન્ડોમાં પૂર્ણ થઇ

|

Sep 27, 2022 | 8:05 AM

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં જ્યારે પણ વિપક્ષ કોઈ મુદ્દાનો વિરોધ કરે છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને અન્ય સભ્યો બોલતા પહેલા ઊભા થઈને રાષ્ટ્રગીત શરૂ કરી દે છે.

Surat : શિક્ષણ સમિતિની સામાન્ય સભા કોઈપણ ચર્ચા વગર ગણતરીની સેકન્ડોમાં પૂર્ણ થઇ

Follow us on

સુરત (Surat ) નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા (Meeting ) મળી હતી. સામાન્ય સભામાં કેટલાક અગત્યના કામો પર ચર્ચા (Discussion ) થવાની હતી. પણ આશ્ચર્યની વાત એ છે કે, 31 જેટલા જરૂરી કામો પણ ચર્ચા કરવાની હોવા છતાં સામાન્ય સભા માત્ર 20 થી 30 સેકન્ડમાં કોઈપણ ચર્ચા વિના પૂર્ણ થઈ ગઈ હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કોમ્પ્યુટર, પગાર સહિતની વસ્તુઓની ખરીદી, વિદ્યાર્થીઓના હિત માટે નવી વસ્તુઓ ખરીદવાની વાત હોય આ તમામ બાબતોની ચર્ચા થવી અત્યંત જરૂરી છે. પરંતુ, સુરત મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિના સંચાલકો કેટલા ઉદાસીન અને નિષ્ક્રિય છે. આ તેમના વલણ પરથી સ્પષ્ટ થાય છે. એક મહિનાના વિરામ પછી મળેલી માસિક સામાન્ય સભા ગણતરીની સેકન્ડોમાં પુરી થઈને એક નવો જ રેકોર્ડ થયો છે.

કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વગર કામ પૂર્ણ કરવાની જાહેરાત કરાઈ

આ બાબતે વિરોધ પક્ષ દ્વારા હંમેશા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિને ફરિયાદ પણ કરવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં જ્યારે પણ વિપક્ષ કોઈ મુદ્દાનો વિરોધ કરે છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને અન્ય સભ્યો બોલતા પહેલા ઊભા થઈને રાષ્ટ્રગીત શરૂ કરી દે છે. એકવાર રાષ્ટ્રગીત શરૂ થાય, દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું પડે છે. ત્યારે એક રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંચાલકો પોતાનો બચાવ કરવા રાષ્ટ્રગીતનો ઉપયોગ કરી રહ્યા છે જે ખરેખર શરમજનક છે, એવું વિપક્ષી સભ્ય રાકેશ હીરપરાએ જણાવ્યું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિરોધ પક્ષના સદસ્ય રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે, મારા દ્વારા ચર્ચાઈ રહેલા મુદ્દાઓ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ, દુઃખની વાત એ છે કે બાળકોના ભવિષ્ય માટે જે વહીવટીતંત્ર ગંભીરતાથી લેવું જોઈએ તે કરવામાં આવતું નથી અને સામાન્ય સભા 15 થી 20 સેકન્ડમાં જ પૂરી થઈ જાય છે. જ્યાં સામાન્ય સભા માત્ર 30 સેકન્ડમાં પૂરી થઈ જાય તેના પર વિશ્વાસ કેટલો કરી શકાય ?  શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને અન્ય સત્તાધીશો પણ આ મામલે કશું પણ બોલવા તૈયાર નથી.

Next Article