સીટીલાઇટથી (City Light )વેસુને જોડતો રસ્તો પહોળો કરવા માટે પાલિકા દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની(VNSGU ) અંદાજે 19 કરોડ રૂપિયાની બજાર કિમતની જમીન સંપાદન કર્યા બાદ , હવે માત્ર 6 કરોડ 44 લાખ રૂપિયા ચુકવવાની તૈયારી પાલિકાએ દર્શાવી છે . બજાર કિંમત કરતા અડધી કિંમત પણ પાલિકાના શાસકો ચુકવવા તૈયાર ન હોવાથી આજે મળેલી સિન્ડીકેટની બેઠકમાં પાલિકા સાથે ચર્ચા વિચારણા કરવા માટે બે સભ્યોની કમિટી બનાવી વિવાદનો ઉકેલવાનો પ્રયાસ કરાશે .
વીર નર્મદ દક્ષિણ ગુજરાત – યુનિવર્સિટી ખાતે મળેલી સિન્ડીકેટની બેઠકમાં યુનિવર્સિટીની કપાત જમીનના વળતર માટે આજે ભારે રસાકસી જોવા મળી હતી . પાલિકા દ્વારા વર્ષ 2018-19ના સમયગાળામાં સિટીલાઈટથી વેસુ વિસ્તારને જોડતો રોડ પહોળો બનાવવા માટે ભરથાણા – વેસુમાં સમાવિષ્ટ બ્લોક નંબર 165,166,167,169,171 , તેમજ 176 પૈકીના મંજુર પુનરાવર્તિત વિકાસ નકશા -2004 મુજબ 60 મીટરના પહોળાઇના ડી.પી રસ્તાની 2930 ચોરસ મીટર જમીન સુરત મહાનગર પાલિકા દ્વારા સંપાદિત કરવામાં આવી હતી ,
જે તે સમયે પાલિકા દ્વારા આ જમીનનું વળતર ચુકવવાની તૈયારી દર્શાવવામાં આવી હતી . જો કે તાજેતરમાં પાલિકા દ્વારા યુનિવર્સિટીને વળતર પેટે 6 કરોડ 44 લાખ રૂપિયા ચુકવવાની તૈયારી દર્શાવી હતી , જયારે યુનિવર્સિટી દ્વારા વેલ્યુઅર પાસે 2930 ચોરસ મીટર જમીનની વેલ્યુ કઢાવતા અંદાજે 19 કરોડ રૂપિયાની જમીન સંપાદનમાં ગઇ હોવાનો રિપોર્ટ મળ્યો હતો . જેથી પાલિકાના શાસકો યુનિવર્સિટીની મોકાની અને કરોડો રૂપિયાની જમીન સંપાદન કર્યા બાદ , તેનું બજાર કિંમત કરતા અડધી કિંમત કરતા પણ ઓછુ વળતર ચુકવવાનું જણાવતા વિવાદ ઉભો થયો છે .
આ વિવાદને શાંત કરવા માટે મળેલી સિન્ડીકેટની બેઠકમાં સંજય લાપસીવાલા અને કશ્યપ ખરચીયાની કમિટી બનાવવામાં આવી હતી , આ બંને સભ્યો હવે પાલિકાના સત્તાધિશો સાથે ચર્ચા વિચારણા કરીને મનપા યુનિવર્સિટીને બજાર ભાવનું વળતર મળી રહે તેવા પ્રયાસો કરશે . અત્રે ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીની જમીન એજયુકેશન ઝોન માટે રિઝર્વ કરવામાં આવી હોવા છતા પાલિકાએ માર્ગ વિકાસ માટે ફરજીયાત જમીન સંપાદન કરી હતી . જે તે સમયે તત્કાલીન હોદેદારોએ વિરોધ પણ નોંધાવ્યો હતો . છતા જમીન સંપાદન કરી લીધા બાદ પાલિકાના સત્તાધિશોએ તૈવર બદલતા યુનિવર્સિટીના સત્તાધિશો મુઝવણમાં મુકાયા છે .
વિદ્યાર્થીઓને ફી રાહત નહીં આપી હોય તેવી કોલેજોને નવા અભ્યાસક્રમ શરૂ કરવાની મંજૂરી નહીં મળે
વિધાર્થીઓને ફી રાહત નહીં આપી હોય તેવી કોલેજોને નવા અભ્યાસક્રમ શરૂ કરવાની મંજૂરી મળશે નહીં યુનિવર્સિટી દ્વારા કોરોના કાળ દરમિયાન વિધાર્થીઓને ફી રાહત નહીં આપી હોય તેવી કોલેજોને ભીંસમાં લેવા માટે તેમની પાસેથી વધારાની પ્રોસેસીંગ ફી વસુલ કરવામાં આવશે , આ ઉપરાંત આવી કોલેજોને આગામી વર્ષમાં રચનાર એફ.આર.સીનો લાભ લઇ શકશે નહીં , તેમજ જોડાણ ફી દંડ રૂપે બમણી ભરવાની રહેશે , તેમજ આવી કોલેજોને ભવિષ્યમાં વધારાના ડિવીઝન કે નવા અભ્યાસક્રમની માંગણીને સ્વીકાર કરવામાં આવશે નહીં અને હાલના વર્ગની સંખ્યા પણ ઘટાડાની વિચારણા કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે .
આ પણ વાંચો : Surat : બે વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે સોનાનું વેચાણ ડબલ થતા જવેલર્સને ચાંદી જ ચાંદી
આ પણ વાંચો : Surat : દિલ્હી પોલીસ અને સુરતની સંસ્થાની પહેલ, નાની બાળકીઓ પર જાતીય હિંસા રોકવા શરૂ કરી ઝુંબેશ