Surat : હાલ કમુરતાની અસર પણ મકરસંક્રાંતિ પછી કાપડ માર્કેટમાં ફરી તેજીના અણસાર

|

Dec 15, 2021 | 1:57 PM

GSTના મુદ્દા અને કોરોનાના વધતા જતા કેસોને કારણે ધંધામાં અડચણ ઉભી થઈ છે. હાલમાં કાપડ બજારમાં કારોબાર ઘણો ઓછો છે. બહારનો વેપાર ઘટીને 50 ટકાથી નીચે આવી ગયો છે.

Surat : હાલ કમુરતાની અસર પણ મકરસંક્રાંતિ પછી કાપડ માર્કેટમાં ફરી તેજીના અણસાર
Surat Textile Market

Follow us on

છેલ્લા 10-15 દિવસથી ટેક્સટાઇલ માર્કેટમાં(Textile Market ) 50 ટકાથી ઓછા ભાવે વેપાર(Business ) થયો છે. દિવાળી પહેલાની વાત કરીએ તો સુરતના કાપડ માર્કેટમાં તેજીનો માહોલ હતો, કોરોનાની બીજી લહેર ઓસરતાં જ અન્ય રાજ્યો અને તેના નાના ગામોમાંથી પણ સારા ઓર્ડરો આવતા હતા. પણ હવે કમુરતાની શરૂઆત થઇ જવાની સાથે જ વેપાર ફરી એક વખત ઠંડો થઇ જશે. જોકે વેપારીઓ, જીએસટી કે કોરોનાની ત્રીજી લહેરની કોઈ અસર ન થાય તો હવે મકરસંક્રાંતિ પછી સારા ઓર્ડરની અપેક્ષા રાખી રહ્યા છે. 

GSTના મુદ્દા અને કોરોનાના વધતા જતા કેસોને કારણે ધંધામાં અડચણ ઉભી થઈ છે. હાલમાં કાપડ બજારમાં કારોબાર ઘણો ઓછો છે. બહારનો વેપાર ઘટીને 50 ટકાથી નીચે આવી ગયો છે. ટેક્સટાઇલ ગુડ્સ ટ્રાન્સપોર્ટર ના પ્રમુખે જણાવ્યું હતું કે, રોજનો 400 થી 450 ટ્રકનો ધંધો હતો, પરંતુ હવે ઓછો ધંધો થતાં 150 થી 175 ટ્રક મોકલવામાં આવી રહી છે.

બહારના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં મોટી સંખ્યામાં સામાન પડેલો છે. ટ્રાન્સપોર્ટરના કોન્ટ્રાકટરે જણાવ્યું હતું કે રેલવે, ટ્રાન્સપોર્ટ અને આંગડિયા મળીને ભાગ્યે જ 40 ટકા પાર્સલ સુરત છોડી રહ્યા છે. કાપડ બજારમાં હાલમાં કોઈ ધંધો નથી. રોજના 100-200 પાર્સલ મોકલતા વેપારીઓની સંખ્યા હવે વધીને 45 થઈ ગઈ છે. સુરતમાં અત્યારે બહુ ઓછું કામ છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

લગ્નની સિઝનમાં ટેક્સટાઇલ માર્કેટને ફાયદો થશે :
વેપારીઓનું કહેવું છે કે મકરસંક્રાંતિ બાદ લગ્નોની આગામી સિઝન શરૂ થતાં ટેક્સટાઇલ માર્કેટને ફાયદો થશે અને આગામી અઠવાડિયાથી શહેરની બહારના વેપારીઓ ખરીદી માટે આવવાનું શરૂ કરશે. દુકાનમાં શહેર બહારના વેપારીઓનો સ્ટોક એકદમ ખાલી થઈ ગયો છે અને નવા ગ્રાહકો આવવાની અપેક્ષા છે.

જીએસટી અને કોરોનાના નવા વેરિયન્ટનો ડર :
જોકે માર્કેટના અગ્રણીઓનું માનીએ તો પહેલી જાન્યુઆરીથી કાપડ પર જીએસટીનો દર પાંચ ટકાથી વધીને 12 ટકા થવા જઈ રહ્યો છે. એટલું જ નહીં મહારાષ્ટ્રમાં નવા ઓમીક્રોનના કેસમાં પણ વધારો થતા ચિંતા જોવા મળી રહી છે. સુરતમાં પણ કોરોનાના કેસોમાં આંશિક વધારો થતા આવનારા તહેવારો અને લગ્નસરાની સીઝન પર તેની અસર પડશે તેવી ભીતિ પણ વેપારીઓને થઇ રહી છે.

આ પણ વાંચો : Surat : મહાવેક્સિનેશન અભિયાનમાં સુરતમાં 95 હજાર લોકોને એક જ દિવસમાં વેક્સીન અપાઈ

આ પણ વાંચો : વરરાજાની બગીમાં લાગી આગ, કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

Next Article