Surat : “ઈટ સ્માર્ટ સિટીઝ ચેલેન્જ” ના પ્રથમ તબક્કામાં વિજેતા શહેરોમાં સુરતનો સમાવેશ

|

Mar 17, 2022 | 8:53 AM

આ ચેલેન્જ અંતર્ગત સ્માર્ટ સિટીઝ મિશન હેઠળના તમામ શહેરો , રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાની અને 50 લાખ થી વધુ વસ્તી ધરાવતા શહેરોને આ ચેલેન્જમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું .

Surat : ઈટ સ્માર્ટ સિટીઝ ચેલેન્જ ના પ્રથમ તબક્કામાં વિજેતા શહેરોમાં સુરતનો સમાવેશ
Surat among the winning cities in the first phase of "It Smart Cities Challenge"(File Image )

Follow us on

હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય ( MoHUA ) દ્વારા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( FSSAI ) ના સહયોગથી ‘ ઇટ સ્માર્ટ સીટીઝ ચેલેન્જ’ની શરૂઆત કરવામાં આવી છે . આ ચેલેન્જ અંતર્ગત સ્માર્ટ સિટીઝ મિશન હેઠળના તમામ શહેરો , રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાની અને 50 લાખ થી વધુ વસ્તી ધરાવતા શહેરોને આ ચેલેન્જમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું . જેમાં ઇટ રાઇટ ઈન્ડિયા ફ્રેમવર્ક એક્ટિવિટી હેઠળ હાથ ધરવામાં આવેલી પાયલોટ પ્રવૃત્તિઓના આધારે 108 શહેરો આ ચેલેન્જ માટે નોંધાયા હતા અને 36 શહેરોએ તેમના સ્કોર કાર્ડ અને વિઝન સમિટ કર્યા હતા .

15 મી એપ્રિલે યોજાયેલી વર્ચ્યુઅલ ઇવેન્ટમાં જ્યુરી દ્વારા હાલ પ્રથમ તબક્કામાં 11 વિજેતા શહેરોના નામ જાહેર કરવામાં આવ્યા હતા . જેમાં સુરત શહેરની પણ આ ચેલેન્જમાં પસંદગી કરવામાં આવી છે . ચંદીગઢ , ઇન્દોર , જમ્મુ , જબલપુર , પણજી , રાજકોટ , રૌકેલા , સુરત , તુમાકુરૂ અને ઉજ્જૈન આ ચેલેન્જ અંતર્ગત અલગ અલગ 5 એક્ટિવિટી નકકી કરવામાં આવી હતી.

જેમાં સુરત મહાનગરપાલિકાનાં ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ડ્રાઇવ , સર્ટીફીકેશન , 62 શાળાઓનું ઇટ રાઇટ અંતર્ગત રજિસ્ટ્રેશન , નિરાધાર લોકોને ભોજન પુરૂ પાડવું , યુઝ્ડ કુર્કીંગ ઓઇલનો બાયોડિઝલમાં ઉપયોગ અને માસ મોબલાઇઝેશન અંતર્ગત કરવામાં આવેલા એડલ્ટ્રેશન કેમ્પ આ તમામ એક્ટિવિટીઓના ડોક્યુમેન્ટેશન સબમીટ કરવામાં આવ્યા હતા . જેના મુલ્યાંકનને આધારે સુરત શહેરની પસંદગી કરાઇ હતી .

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

ઈટ સ્માર્ટ સિટીઝ ચેલેન્જ અંતર્ગત નિર્ધારિત પાંચ પ્રવૃત્તિઓમાં મનપાની કામગીરી

( 1 ) લાયસન્સ એન્ડ રજિસ્ટ્રેશન , સર્વેલન્સ ડ્રાઈવ , 6289 સંસ્થાઓને આવરી લેવામાં આવી હતી તથા વિવિધ ખાદ્ય પદાર્થોને છ સ્પેશિયલ સર્વેલન્સ ડ્રાઈવ કરવામાં આવી હતી .
( 2 ) બેન્ચમાર્ક એન્ડ સર્ટિફિકેશન : ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ -1, ફ્રેશ ફૂડ એન્ડ વેજીટેબલ માર્કેટ -1 , ધાર્મિક સંસ્થા 2 ને સર્ટિફાઈડ કરવામાં આવી તથા હાઈજિંગ રેટિંગ -206 સંસ્થાઓ તથા ફોસ્ટેક ટ્રેનિંગ -1154 , ફૂડ બિઝનેસ ઓપરેટરોને આપવામાં આવી ( 3 ) ચેઈજિંગ સેટિંગ -6 ઈટ રાઈટ કેમ્પસને સર્ટિફાઈડ કરાયા , 62 શાળાઓનું રજિસ્ટ્રેશન કરાયું
( 4 ) ક્રિએટિંગ એન્ડ સસ્ટેનેબલ ફૂડ એન્વાયરમેન્ટઃ ફૂડ રિકવરી એજન્સીને સહયોગથી 22 સ્થળોએ નિરાધાર લોકોને ભોજન પૂરું પડાયું .
( 5 ) માસ મોબિલાઈઝેશન – 17 સંસ્થાઓમાં એડલ્ટ્રેશન કેમ્પ કરાયા .

આ પણ વાંચો :

Surat : બે વર્ષ પછી સુરતમાં જામ્યો હોળીનો રંગ, આ વખતે 10ની જગ્યાએ 13 રાજસ્થાની ટીમ ફાગોત્સવ મનાવવા સુરત પહોંચી

AAP Surat : પંજાબની જીત બાદ સુરતમાં “આપ”નો જોશમાં વધારો, વિધાનસભામાં તાકાત સાથે ઉતરવા તૈયારીઓ શરૂ

Next Article