Surat : સુમુલ ડેરીએ પશુ પાલકોને આપી દિવાળી ભેટ, દૂધના કિલો ફેટના ભાવમાં વધારો કર્યો

સુરતની(Surat)સુમુલ ડેરીએ(Sumul Dairy)પશુ પાલકોને દિવાળીની ભેટ આપી છે. જેમાં સુમુલ ડેરીએ ભેંસના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો અને ગાયના દૂધના ભાવમા કિલોફેટે રૂ10નો ભાવ વધારો(Price Increase)  કર્યો છે. જેના પગલે સમગ્ર સુરત અને તાપી જીલ્લાના પશુ પાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

Surat : સુમુલ ડેરીએ પશુ પાલકોને આપી દિવાળી ભેટ, દૂધના કિલો ફેટના ભાવમાં વધારો કર્યો
Sumul Dairy
Image Credit source: File Image
| Edited By: | Updated on: Oct 23, 2022 | 5:40 PM

સુરતની(Surat)સુમુલ ડેરીએ(Sumul Dairy)પશુ પાલકોને દિવાળીની ભેટ આપી છે. જેમાં સુમુલ ડેરીએ ભેંસના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો અને ગાયના દૂધના ભાવમા કિલોફેટે રૂ10નો ભાવ વધારો(Price Increase)  કર્યો છે. જેના પગલે સમગ્ર સુરત અને તાપી જીલ્લાના પશુ પાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ આ ભાવવધારો 1 નવેમ્બર 2022થી લાગુ પડશે.સુરત જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા સંપૂર્ણ સહકારની ભાવનાથી દૂધ ઉત્પાદકોનું ધ્યાન રાખી અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યા છે.

સુમુલ ડેરી (Sumul Dairy)સાથે જોડાયેલા દૂધ (Milk)ઉત્પાદકોની આર્થિક પ્રગતિ થાય તે હેતુથી પશુપાલકોને મલી રહેલ દૂધના ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સતત ખર્ચાળ બનતા જતા પશુપાલન વ્યવસાયને ટકાવી રાખવા, દુધ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા માટે સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોની માંગણીને ધ્યાનમાં રાખીને સુમુલના ચેરમેન માનસિંહભાઈ પટેલ અને તેમના નિયામક મંડળ દ્વારા ગાયના દુધમાં કિલો ફેટે 10 અને ભેંસના દુધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરાયો હતો. જેમાં ગાયના ફેટમાં કિલોએ 740 હતા તે વધીને 750 રૂપિયા થઇ ગયા છે. જયારે ભેંસના કિલો ફેટે 760 હતા. તેમાં 20 રૂપિયાનો વધારો થતા 780 રૂપિયા થઇ ગયા છે. આ ભાવ વધારો 1 નવેમ્બર2022થી લાગુ પડશે.

આજે પણ દેશમાં દૂધના સૌથી વધારે ભાવ સુમુલ ડેરી આપી રહી છે. જ્યારે સુમુલ ડેરી દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો સમગ્ર સુરત અને તાપી જીલ્લા ના પશુપાલકો માં ખુશી નો માહોલ જોવા મલી રહ્યો છે