ગુજરાત બોર્ડ (Gujarat Board ) દ્વારા ધોરણ -10 અને 12 ની પરીક્ષા 28 માર્ચ સોમવારથી શરૂ થશે . વહીવટીતંત્ર અને વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાની(Exams ) તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે . સુરત(Surat ) જિલ્લામાં ધોરણ 10 ના 89,475 અને ધોરણ -12 ના 55,690 વિદ્યાર્થીઓ મળી કુલ 1,45,165 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે . ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ -2021 માં કોરોના મહામારી (Corona Pandamic)ની પરિસ્થિતિને પગલે બોર્ડની પરીક્ષા લેવામાં આવી ન હતી . આ વખતે માર્ચ -2022 ની પરીક્ષા બોર્ડ દ્વારા 28 મી માર્ચથી શરૂ થશે . શૈક્ષણિક વર્ષ 2021-2022 માં વિદ્યાર્થીઓ ઓનલાઇન અને ઓફલાઇન મોડમાં અભ્યાસ કર્યો છે . વિદ્યાર્થીઓએ આખું વર્ષ કોરોના મહામારીના ઓછાયા હેઠળ અભ્યાસ કર્યો છે . જેની પરીક્ષા થશે . સુરત શહેરમાં ધોરણ -10 ના 89,475 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે . ધોરણ -12 સામાન્ય પ્રવાહમાં 42,339 અને વિજ્ઞાન પ્રવાહમાં 13,360 મળી કુલ 55,690 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે . ધોરણ 10 અને 12 ના કુલ 1,45,165 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે .
–શાળાની આજુબાજુની ઝેરોક્ષની દુકાનો પરીક્ષા સમય દરમિયાન બંધ રાખવી
–પરીક્ષા કેન્દ્રો પર કલમ 144 લાગુ
–પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ
–શાળાની આજુબાજુ લાઉડસ્પીકર વગાડવા નહીં
–ઓળખકાર્ડ વગર પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ આપવામાં નહિ આવે
ધોરણ -10 ના 6 ઝોન અને ધોરણ 12 ના પાંચ ઝોન મળી કુલ 11 ઝોનના 87 કેન્દ્રો અને 484 બિલ્ડીંગ અને 4069 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે . વિદ્યાર્થીઓએ આખરી પેપર પ્રેક્ટિસ , રિવિઝન દ્વારા પરીક્ષાની આખરી તૈયારી પૂર્ણ કરી છે. પરીક્ષા સંદર્ભે મૂંઝવતા પ્રશ્નો અંગે વિદ્યાર્થીઓને પોતાના શિક્ષકો , વાલીઓ , મિત્રો અને હેલ્પલાઇન નંબર પર માર્ગદર્શન પણ મળ્યા હતા .
વાલીઓ પણ બાળકોનું વિશેષ ધ્યાન આપી રહ્યા છે . જેથી પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ તણાવમુક્ત અને બીમાર પડ્યા વગર પરીક્ષા પૂર્ણ કરી શકે . સરકારી તંત્રે વહીવટી કામકાજ માટે પણ બેઠકો યોજી હતી . પોલીસ તંત્ર સાથે પણ સંકલન સોંધવામાં આવ્યું છે . બેઠક વ્યવસ્થા , નિરીક્ષણ અને સીસીટીવી સહિતની વ્યવસ્થાઓ શિક્ષણતંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે . પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ કરવામાં આવી છે . નોંધનીય છે કે કોરોના પછી પહેલીવાર બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓમાં ડર ની સાથે સાથે પરીક્ષાને લઈને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો :