સુરત: રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્વચ્છતાનો આપ્યો અનોખો સંદેશ, ડુંગરા ગામની સરકારી પ્રાથમિક શાળાના ટોયલેટ બાથરૂમની કરી જાતે સફાઈ

|

Jan 13, 2023 | 10:54 PM

Surat:કામરેજમાં આવેલા ડુંગરા ગામની પ્રાથમિક શાળાની રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ઓચિંતી મુલાકાત લીધી હતી અને શાળાની વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. આ દરમિયાન તેમને શાળાના ટોયલેટ બાથરૂમ ગંદા દેખાતા તેમણે પાણીની પાઈપ અને સાવરણો લઈ જાતે સફાઈ કરી હતી.

સુરત: રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્વચ્છતાનો આપ્યો અનોખો સંદેશ, ડુંગરા ગામની સરકારી પ્રાથમિક શાળાના ટોયલેટ બાથરૂમની કરી જાતે સફાઈ
રાજ્યશિક્ષણ મંત્રીએ જાતે કરી શાળાની સફાઈ

Follow us on

ગુજરાતના રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાની એક અનોખી કામગીરી સામે આવી છે. રાજ્ય શિક્ષણ મંત્રી કામરેજ તાલુકાના ડુંગરા ગામની પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વહીવટી કામગીરી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન શાળાની શૌચાલયની સ્થિતિ ખરાબ જણાતા તેમણે જાતે જ સાફ-સફાઈ શરૂ કરી દીધી હતી. અને શાળામાં સ્વચ્છતા અને સાફ-સફાઈ ને લઈ રાજ્યમાં અનોખો મેસેજ પ્રસ્તુત કર્યો હતો.

શિક્ષણ મંત્રીની શૌચાલય સફાઈ

ગુજરાતમાં અનેક સરકારી શાળાઓ આવેલી છે. આ સરકારી શાળાઓમાં સ્વચ્છતા બાળકો માટે સૌથી મહત્વનું પરિબળ છે. શાળાના શૌચાલયની સફાઈ અને સ્વચ્છતા ખૂબ જ અગત્યની છે. આ સંદેશને ગુજરાત રાજ્યના નવનિયુક્ત રાજ્ય શિક્ષણ મંત્રી દ્વારા અનોખી રીતે પહોંચાડવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જાતે શાળાના શૌચાલયની સાફ-સફાઈ કરી છે.

મંત્રી શૌચાલયની સાફ-સફાઈ કરતા હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે. હોવાનું વિડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ શૌચાલયને પોતે સ્વચ્છ કરવાની કામગીરી કરી રહ્યા છે જે થકી શાળામાં અને શાળાના શૌચાલયમાં સ્વચ્છતા રાખવાનો વિશેષ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

 

ઓચિંતી મુલાકાતમાં શૌચાલયની સ્થિતિ ખરાબ જણાઈ

ગુજરાત રાજ્યના રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાની ડુંગરા ગામની સરકારી શાળામાં ઓચિંતી મુલાકાત દરમિયાન શાળાના શૌચાલયની પરિસ્થિતિ અતિ ખરાબ જોવા મળી હતી. શૌચાલયની અંદર ગમે ત્યાં ગંદકી ધ્યાને આવી હતી. રાજ્ય શિક્ષણ મંત્રીના ધ્યાને આ પરિસ્થિતિ આવતા તેમણે આ સાફ-સફાઈ કરાવવાના ઓર્ડર આપવાની રાહ જોવાની જગ્યાએ તેમણે જાતે જ સાફ-સફાઈ શરૂ કરી દીધી હતી. ઓર્ડર આપતા રાહ જોવા ત્યાં સુધીમાં ઘણો સમય પણ લાગે અને સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે તેની અગત્યતા પણ હાજર શિક્ષકો અને આ રીતની સ્થિતિ જે પણ શાળાઓમાં થઈ હોય તે સમજી ન શકે માટે સમયનો બગાડ કર્યા વગર તેમણે જાતે જ શૌચાલયની સાફ-સફાઈ કરવાનું શરૂ કરી દીધું હતું.

શિક્ષણ મંત્રીએ ધાર્યું હોત તો બીજા પાસે કરાવી શકત

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા શાળાના શૌચાલયને જાતે પાણીથી ધોઈને સાફ-સફાઈ કરી રહ્યા છે. તેમણે ધાર્યું હોત તો શાળાના પટાવાળા કે અન્ય સાફ-સફાઈકર્મીને બોલાવીને તેને સ્વચ્છ કરાવી શક્યા હોત. પરંતુ તેમણે આ જાતે સાફ-સફાઈ કરીને લોકો વચ્ચે એક સંદેશો વહેતો કરવાનો હતો. સ્વચ્છતા તમામ માટે ખૂબ જ પ્રાથમિક જરૂરિયાત છે. આ પ્રકારનો સંદેશો લોકો સુધી ખૂબ જ મજબૂતાઈથી પહોંચી શકે તે માટે તેમની આ કામગીરી જોવા મળી રહી છે.

Next Article