Surat : ઉત્તરાયણ પહેલા એકના એક પુત્રની જીવન દોર કપાઈ, માતા-પિતા શોકમાં ગરકાવ

|

Dec 31, 2021 | 1:13 PM

પોલીસ તેમજ બાળકના પિતા દ્વારા જાણવા મળ્યું હતું કે તનય ગઈ કાલે સાંજે લગભગ 6.45 કલાકે ધાબા પરથી પટકાયો હતો અને તેને હોસ્પિટલમાં લઇ જતા 7.10 કલાકે તેનું મોત નીપજ્યું હતું

Surat : ઉત્તરાયણ પહેલા એકના એક પુત્રની જીવન દોર કપાઈ, માતા-પિતા શોકમાં ગરકાવ
Death of a child who falls while flying a kite

Follow us on

ઉતરાયણને (Uttrayan) હવે ગણતરીના દિવસો બાકી રહયા છે.ઉત્સાહ અને ઉમંગનો આ પર્વ દર વર્ષે અનેક પરિવારનો જિંદગીભરનો દર્દ આપીને જાય છે.ત્યારે ઉતરાયણ પહેલા જ શહેરના અડાજણ વિસ્તારમાં બનેલી એક કરૂણ ઘટનાથી તમામ હમચવી ગયા છે.એગ્રિકલચર કોલેજના મદદનીશ પ્રધ્યાપકનો એકનો એક પુત્ર ગઈ કાલે સાંજે મોટી બહેન અને કેટલાક બાળમિત્રોની હાજરીમાં પાંચમા માળના ધાબા ઉપર પતંગ ચગાવતા નીચે પટકાયો હતો.

આ ઘટનામાં તેના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી.જોકે તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.પરંતુ ડોકટરે મૃત જાહેર કરતા પરિવારમા શોકનો આભ તૂટી પડ્યો છે.એટલુંજ નહીં માતાને એકના એક વહાલસોયા પુત્રના મોત અંગે જાણ પણ નહીં કરવામાં આવી છે.

અડાજણ ખાતે આવેલ નીલકંઠ એવન્યુમાં રહેતો છ વર્ષીય તનય હિરેનભાઈ પટેલગઈ કાલે સાંજે પાંચમા માળે ધાબા ઉપર પતંગ ચગાવતો હતો.ત્યારે તેની સાથે મોટી બહેન આર્યા તેમજ અન્ય બાળ મિત્રો પણ આસપાસમાં હાજર હતા અને રમતા હતા.દરમિયાન પતંગ ચગાવતા ચગાવતા માસુમ તનયનો પગ લપસી જતા બહેન અને બાળમિત્રોની નજર સામે જ ઉપરથી નીચે પટકાયો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેને નીચે પડતા જોઈ બહેન અને બાળમિત્રો બુમાબુમ કરવા લાગ્યા હતા ત્યારે નીચે લોગો ભેગા થઇ ગયાં હતા.અને તનયને ઉંચકીને તાત્કાલિક નજીકની એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા પરંતુ ત્યાં ફરજ પર હાજર ડોકટરોએ મૃત જાહેર કર્યા હતા.આ ઘટના બાદ તનયના માતા પિતા તેમજ સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા.તેના મોત અંગે ખબર પડતા પિતા શોકમાં ગરકાવ થઇ ગયા હતા.

જયારે ઉતરાયણ પહેલા બનેલી આ લાલબત્તી સમાન ઘટનાને પગલે સ્થાનિક રહીશોના હોશ ઉડી ગયા છે.પુત્રની મોત અંગે માતાને જણા પણ નહીં કરવામાં આવી છે.ઘટના અંગે જાણ થતા અડાજણ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને બાળકનો મૃતદેહ પોસ્ટમાર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.પોલીસે વધુમાં જણાવ્યું હતું કે તનય પહેલા ધોરણમાં અભ્યાસ કરતો હતો.તેના પિતા ઘોડદોડ રોડ ઉપર આવેલી એગ્રિકલચર કોલેજમાં મદદનીશ પ્રધ્યાપક છે.તેને એક મોંટી બહેન છે.પોલીસે આગળની તપાસ શરુ કરી છે.

વહાલસોયા પુત્રના મોતથી માતા અજાણ
પોલીસ તેમજ બાળકના પિતા દ્વારા જાણવા મળ્યું હતું કે તનય ગઈ કાલે સાંજે લગભગ 6.45 કલાકે ધાબા પરથી પટકાયો હતો અને તેને હોસ્પિટલમાં લઇ જતા 7.10 કલાકે તેનું મોત નીપજ્યું હતું.પુત્રની મોત અંગે પિતા અને સ્થાનિક રહીશોને જાણ છે.આ કરૂણ ઘટનાને લઈને તેઓ શોકમાં ગરકાવ થઇ ગયા છે પંરતુ એકના એક વહાલસોયા પુત્રની મોતથી માતા અત્યાર સુધી અજાણ છે.તેમને એવું કહેવામા આવ્યું છે કે ખાનગી હોસ્પિટલમાં તનય એડમિટ છે અને તેની સારવાર ચાલી રહી છે.જયારે માતાને ખબર પડશે ત્યારે તેના ઉપર દુઃખનો આભ તૂટી પડશે.

આ પણ વાંચો : Surat : હવે વિદ્યાર્થીઓનો વારો, ત્રીજી જાન્યુઆરીથી શાળાઓમાં રસીકરણ શરૂ કરાશે

આ પણ વાંચો : Surat : કોરોનાથી બચવા હવે હેલ્થ વર્કરોને પ્રિકોશનનો ત્રીજો ડોઝ પણ અપાશે, 10 જાન્યુઆરીથી પ્રારંભ

Next Article