Surat: SOG પોલીસે 24 વર્ષથી ભાગતા ફરતા હત્યાના આરોપીને ઓરિસ્સાથી પકડી પાડ્યો

|

Jun 20, 2022 | 8:09 PM

સુરત(Surat ) એસઓજી પોલીસે પ્રથમ સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ હતી અને ત્યારબાદ જુદી જુદી ટીમો બનાવી આરોપીને પકડવા ઓડિશા પહોંચી હતી.

Surat: SOG પોલીસે 24 વર્ષથી ભાગતા ફરતા હત્યાના આરોપીને ઓરિસ્સાથી પકડી પાડ્યો
SOG police have nabbed a murder accused who has been on the run for 24 years

Follow us on

સુરતમાં (Surat) 1998નો ખૂબ જ ચકચારીત હત્યા (Murder) કેસના આરોપીને પોલીસ પકડવા જાય તે પહેલાં જ આરોપી પોલીસને (Police ) વારંવાર ચકમો આપી ભાગી જતો હતો. આખરે આ શખ્સને ઝડપી પાડવા સુરત પોલીસને સફળતા મળી ગઈ અને 24 વર્ષના અનડિટેકટ કેસને ઉકેલી કાઢ્યો છે. સુરત પોલીસના જપ્તામાં ઊભેલો આ શખ્સ પોલીસને છેલ્લા 24 વર્ષથી ચકમો આપી નાસતો ફરતો હતો. સ્ક્રીન પર દેખાતા આ શખ્સે પૈસાની લેતી-દેતીમાં 24 વર્ષ પહેલાં સુરતમાં ચપ્પુ અને પથ્થર ઝીંકી એક યુવકની હત્યા કરી નાસી ગયો હતો. જી હા આજથી 24 વર્ષ પહેલા વર્ષ 1998માં સુરતના ઉમરા પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલ પનાસ નહેર પાસે બાબુ તરણે શાહુનાની તીક્ષ્ણ હથિયારના ઘા આને પથ્થરના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેનો મુખ્ય આરોપી આજદિન સુધી નાસતો ફરતો હતો, આખરે સુરત એસ.ઓ.જી પોલીસે ચુસ્ત બાતમી અને મજબૂત પ્લાનિંગ સાથે કેરલ ખાતેથી ઝડપી પાડયો છે.

સમગ્ર બનાવની બાત કરીએ તો ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા પનાસ નહેર પાસે 1998માં ચપ્પુના ઘા અને પથ્થર વડે બાબુ શાહુનાની હત્યા કરાઈ હતી. આ કેસમાં આરોપી લખન દિનબંધુ બહેરા રહે. ગામ બડાબદગી થાના સોરડા જી. ગંજામ ઓડિશાની સંડોવણી બહાર આવી હતી. આરોપીને પકડવા પોલીસ તેના વતન જતી હતી, ત્યારે આરોપી લખન ખૂબ જ ચાલાકી અને હોંશિયારીથી જંગલ વિસ્તારમાં  નાસી જતો હતો. જેથી તેને પકડવો મુશ્કેલ સાબિત થતો હતો.

જોકે આ વખતે સુરત એસઓજી પોલીસે પ્રથમ સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ હતી અને ત્યારબાદ જુદી જુદી ટીમો બનાવી આરોપીને પકડવા ઓરિસ્સા પહોંચી હતી. સ્થાનિક ઓરિસ્સા પોલીસની મદદ મેળવી એસઓજીની જુદી-જુદી ટીમ આ વખતે આરોપી લખન બહેરા પોલીસને ચકમો આપી ભાગે તે પહેલા જ તેના જ ગામ બદબદગી ખાતેથી ઝડપી પાડયો હતો અને તાત્કાલિક સુરત લઈ આવી હતી અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

જોકે આરોપીને સુરત લાવી પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે લખન વર્ષ 1998માં તેના ભાઈ રાજન તથા સુજાન સાથે પનાસ ગામે રહી કપડા વણાટનું કામ કરતો હતો. તેનો ભાઈ સુજાન મેલી વિદ્યા જાણતો હોવાથી એક છોકરીની મેલી વિદ્યાથી ઈલાજ કર્યો હતો. પરંતુ છોકરી સાજી થઈ નહીં. જેથી છોકરીના સગાએ તેના ભાઈ સસુજાનને ઉપાડી ગયા હતા. તેને છોડાવવા માટે પૈસાની માગ થઈ હતી. જેથી રાજને ગામના બાબુ તરણી શાહુ પાસેથી પાંચ હજાર લીધા હતા. જે પૈસાથી ભાઈને છોડાવ્યો હતો.

બાદમાં બાબુ તેના પૈસાની ઉઘરાણી કરતો હતો. જેથી બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. બાબુ ચપ્પુ લઈને લખનને મારવા માટે શોધતો હતો. એ દરમિયાન લખને તે મારે તે પહેલા બાબુને પતાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો અને પનાસ નહેર પાસે બાબુની હત્યા કરી પતાવી દીધો હતો. બાદમાં પોતે ભાગીને વતન જતો રહ્યો હતો. જ્યાં રસ્તાના બાંધકામની મજૂરી કરતો હતો. પોલીસ આવે તે પહેલા નાસી જતો. જો કે આખરે પકડાઈ જતાં પોલીસની સામે તમામ હકીકત આરોપીએ કબુલી હતી. હાલ તો સુરત SOG પોલીસની મહેનત રંગ લાવી છે અને 24 વર્ષથી પોલીસની આંખોમાં ધૂળ ઝોકી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી વધુ એક પોલીસ ચોપડે અન ડીટેકટ ફાઈલ બંધ કરાઈ છે.

Next Article