Surat : સ્મીમેર હોસ્પિટલ રેગિંગ પ્રકરણ : તપાસ કમિટી દ્વારા ભોગ બનનાર જુનિયર ડોક્ટર્સનું સ્ટેટમેન્ટ લેવાયું

|

Mar 22, 2022 | 5:45 PM

શનિવાર રાત્રે સુરતની સ્મીમેર હોસ્પિટલના કથિત રેગિંગની ઘટના બની હતી જેમાં ઓર્થોપેડિક વિભાગના સિનિયર ડોક્ટરોએ જુનિયર ડોક્ટરોને લોબીમાં સતત દોડતા રહેવાની સજા ફટકારી હતી.

Surat : સ્મીમેર હોસ્પિટલ રેગિંગ પ્રકરણ : તપાસ કમિટી દ્વારા ભોગ બનનાર જુનિયર ડોક્ટર્સનું સ્ટેટમેન્ટ લેવાયું
સુરત, સ્મીમેર હોસ્પિટલ (file photo)

Follow us on

સુરત (Surat) સહિત સમગ્ર રાજ્યના તબીબી જગતમાં ચર્ચાનો વિષય બનેલ સ્મીમેર હોસ્પિટલ (Smimer hospital) ના પ્રકરણમાં હવે ડીન ડો. દિપક હોવલે દ્વારા તપાસ કમિટીને કામ સોંપી દેવાયું છે. જુનિયર ડોક્ટરો (Junior Doctors) સાથે રેગિંગ (Raging) ના નામે અમાનુષી ત્રાસ ગુજારવાની ઘટનામાં ઓર્થોપેડિક (Orthopedic) વિભાગના સિનિયર ડોક્ટરો વિરૂદ્ધ હવે ક્યારે અને કેવા પગલાં ભરવામાં આવશે તે તો આગામી દિવસોમાં તપાસ કમિટીના રિપોર્ટ પરથી જ નક્કી થશે. જોકે, સ્મીમેરના તબીબી વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ હાલ તપાસ કમિટી દ્વારા સંભવતઃ આ પ્રકરણમાં ભીનું સંકેલી લેવાનો પણ પ્રયાસ કરવામાં આવી શકે તેમ છે.

શનિવાર રાત્રે સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના સિનિયર ડોક્ટરોએ જુનિયર ડોક્ટરોને લોબીમાં સતત દોડતા રહેવાની સજા ફટકારી હતી. સિનિયર અને જુનિયર ડોક્ટર્સ વચ્ચે ઘણી વખત નાની – નાની વાતોમાં ચકમક ઝરતી હોય છે પરંતુ અત્યાર સુધી સ્મીમેર હોસ્પિટલમાં સિનિયર ડોક્ટર્સ દ્વારા આ રીતે કોઈ જુનિયર ડોક્ટરને કથિત રેગિંગના ભાગરૂપે જાહેરમાં આવી સજા આપવાના કિસ્સા જોવા મળ્યા નથી.

જો કે, સમગ્ર ઘટના જગજાહેર થતાં સિનિયર ડોક્ટર્સ હવે પોતાની ચામડી બચાવવા માટે દોડાદોડ કરી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
સિનિયર ડોક્ટર દ્વારા આચરવામાં આવેલ આ ઘટનાના પ્રત્યાઘાત રૂપ સ્મીમેરના ડીન ડો. દિપક હોવલે દ્વારા આનન- ફાનનમાં પાંચ સભ્યોની તપાસ કમિટીની રચના કરી દેવામાં આવી છે. જે કમિટી સમક્ષ ભોગ બનેલા જુનિયર ડોકટર્સ દ્વારા આજે પોતાનું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

હવે સંભવતઃ એક – બે દિવસમાં ઓર્થો. વિભાગના સિનિયર ડોક્ટર્સ પણ તપાસ કમિટી સમક્ષ પોતાનો જવાબ રજુ કરશે અને ત્યારબાદ પાંચેક દિવસમાં તપાસ કમિટી દ્વારા આ ઘટનામાં સિનિયર ડોક્ટર્સ કસુરવાર છે કે કેમ તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. હાલના તબક્કે સ્મીમેર હોસ્પિટલમાં ચાલી રહેલી ચર્ચા મુજબ સિનિયર ડોક્ટર્સ સમગ્ર પ્રકરણમાં ઠંડુ પાણી રેડવામાં આવે તે માટે દોડાદોડી કરી રહ્યા છે.

જુનિયર ડોકટર્સ ફરિયાદ કરવા તૈયાર નથીઃ ડીન ડો. હોવલે

સ્મીમેર હોસ્પિટલમાં ઓર્થો. વિભાગના સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરોને કરવામાં આવેલી હેરાનગતિ મુદ્દે તપાસ કમિટીની રચના કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં કમિટી દ્વારા આ પ્રકરણમાં તપાસને અંતે રિપોર્ટ આપવામાં આવશે. આ સંદર્ભે આજે વધુમાં સ્મીમેર હોસ્પિટલના ડીન ડો. હોવલેએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ભોગ બનનાર જુનિયર ડોકટરો દ્વારા ફરિયાદ કરવામાં આવી નથી. તેઓ હજી આ મુદ્દે અવઢવમાં હોઈ શકે છે. જો કે, સમગ્ર ઘટનાના વીડિયો હોવા છતાં તપાસ કમિટી હવે ફરિયાદની રાહ જોઈ રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાત મોડલઃ રાજ્યમાં સરકારી અને ગ્રાન્‍ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની મળીને કુલ 28212 જગ્‍યાઓ ખાલી

આ પણ વાંચોઃ Banaskantha: પાણી માટે ફરી થશે જળ આંદોલન, પાલનપુર તાલુકાના વિવિધ ગામમાં ખેડૂત આગેવાનોની ગુપ્ત બેઠક

Next Article