Surat: કોરોનાને લઈ લોકોએ માંડ હજુ થોડો રાહતનો શ્વાસ લીધો હતો. ત્યાં વધુ એક વખત કોરોનાએ ઉથલો માર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતમાં બાળકોમાં કોરોનાના (Corona In Child) કેસો આવતા તંત્ર ચિંતામાં મુકાયું છે. શહેરમાં શનિવારે ડીપીએસ સ્કૂલની ધો.3ની વિદ્યાર્થિની સહિત 4 બાળકો મળી કુલ 11 કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ બાળકોમાંથી એક તો માત્ર 2 વર્ષનો છે, બીજી બાળકી 8 વર્ષની, ત્રીજી 9 અને ચોથી 13 વર્ષની કિશોરી છે.
ચારેય બાળકોને તેમના પરિવારના સભ્યોમાંથી જ ચેપ લાગ્યાની હિસ્ટ્રી મળી છે. બાળકો કોરોનાગ્રસ્ત થતા જ તંત્ર પણ દોડતુ થયું છે. મહત્વનુ છે કે નાના બાળકો માટે હજૂ સુધી કોઈપણ રસીને મંજૂરી મળી નથી ત્યારે બાળકોમાં કેસ વધતા તંત્ર પણ સાવચેતીના પગલા લેવા સઘળું જાગ્યું છે.
આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગ રૂપે ડીપીએસ સ્કુલમાં શનિવારે ધનવન્તરી રથ મોકલી તપાસ કરાવી હતી અને 28 વિદ્યાર્થીઓના સેમ્પલ લીધા હતા. તો આ સેમ્પલમાંથી એક પણ વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. સોમવારે ફરી આરોગ્ય વિભાગ દ્વારા ડીપીએસમાં અન્ય વિદ્યાર્થીઓનો સેમ્પલ લઈ તપાસ કરવામાં આવશે.
શહેરમાં શનિવારે ડીપીએસ સ્કૂલની ધો. 3ની વિદ્યાર્થિની કોરોના સંક્રમિત મળી આવી હતી. આ સાથે અન્ય 3 બાળકોને મળી કુલ 11 કોરોના પોઝિટિવ મળ્યા છે. તો તંત્રમાં ચિંતા વધી છે. આ બાળકોમાંથી એક તો માત્ર 2 વર્ષની બાળકી હોવાનું સામે આવ્યું છે. તો એક બાળકી 8 વર્ષની, ત્રીજી 9 અને ચોથી 13 વર્ષની કિશોરી છે.
આ બાળકોને તેમના પરિવારના સભ્યોમાંથી જ ચેપ લાગ્યાની માહિતી મળી છે. સૂર્યા કોમ્પલેક્ષના પરિવારના બે સભ્યો સંક્રમીત થયા હતા. આ બાદ પરિવારમાં અન્ય મહિલા સંક્રમીત થઈ છે. તો સાઉથ વેસ્ટ ઝોનના બે વૃદ્ધને ચેપ લાગ્યો છે. આ ચેપ હોસ્પિટલમાંથી લાગ્યો હોવાના અહેવાલ છે. એક વૃદ્ધના સંબંધી હોસ્પિટલમાં દાખલ હોવાથી હોસ્પિટલમાં આવ-જાવની હિસ્ટ્રી મળી આવી છે.
તમને જણાવી દઈએ કે નવસારી જિલ્લામાં ફરી કોરોનાના ભરડામાં વિદ્યાર્થીઓ સપડાયા છે. જિલ્લામાં વધુ એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવસારીમાં વધુ એક બાળક કોરોના પોઝિટિવ આવતા ચિંતા વધી ગઈ છે. જણાવી દઈએ કે આ સાથે 11 નવેમ્બરે નવસારીમાં કોરોનાના વધુ 4 નવા કેસ નોંધાયા છે. જેમાં સરીખુર્દની આર.એન હાઈસ્કૂલના 17 વર્ષીય વિદ્યાર્થીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તમામ તકેદારી હોવા છતાં વિદ્યાર્થી સંક્રમિત થયાનો દાવો છે.
આ પણ વાંચો: ‘પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચો, તો અન્ય આંદોલનના પણ પરત ખેંચો’, આ કોંગ્રેસ MLA એ કરી માગ
Published On - 10:44 am, Sun, 12 December 21