Surat: PM Modiનો કાર્યક્રમ સફળ બનાવવા બેઠકોનો દોર શરૂ, સમીક્ષા બેઠકમાં કરાઈ ચર્ચા

|

Sep 24, 2022 | 9:47 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતે પગલે સુરત જિલ્લાના પ્રભારી સચિવ થેન્નારસન દ્વારા એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનગર પાલિકાના કમિશનર બંછાનિધિ પાની અને જિલ્લા કલેકટર આયુષ ઓક સહિતના ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Surat: PM Modiનો કાર્યક્રમ સફળ બનાવવા બેઠકોનો દોર શરૂ, સમીક્ષા બેઠકમાં કરાઈ ચર્ચા
File Image

Follow us on

આગામી તારીખ 29 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi ) સુરતના લિંબાયત (Limbayat) ખાતે નિલગીરી ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધન કરવાના છે. વડાપ્રધાન મોદીની સુરત મુલાકાતને પગલે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે સુરત જિલ્લાના પ્રભારી સચિવ થેન્નારસન દ્વારા એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછાનિધિ પાની અને કલેકટર આયુષ ઓક સહિત ગાંધીનગરથી વિશેષ ફરજ પર મુકવામાં આવેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે આગામી 29મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિલગીરી ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જનસભાને સંબોધન કરવાના છે. આ દરમ્યાન તેઓ સુરત મહાનગર પાલિકા અને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના અંદાજે 3150 કરોડ રૂપિયાના અલગ – અલગ 55 જેટલો પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરત મુલાકાત પૂર્વે સુરત મહાનગર પાલિકા અને જિલ્લા કલેકટર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસથી નિલગીરી ગ્રાઉન્ડ ખાતે ઉચ્ચાધિકારીઓની રાઉન્ડ ધ ક્લોક મુલાકાત સાથે સાથે સભા સ્થળે ડોમ બનાવવાની કામગીરી પણ યુદ્ધસ્તરે શરૂ થઈ ચુકી છે.

આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતે પગલે સુરત જિલ્લાના પ્રભારી સચિવ થેન્નારસન દ્વારા એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનગર પાલિકાના કમિશનર બંછાનિધિ પાની અને જિલ્લા કલેકટર આયુષ ઓક સહિતના ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમ્યાન યોજાનારા પ્રત્યેક કાર્યક્રમોની રૂપરેખાની તલસ્પર્શી સમીક્ષા હાથ ધરવાની સાથે સાથે થેન્નારસન દ્વારા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વડાપ્રધાનની મુલાકાત વખતે સુરત મહાનગર પાલિકા અને ભારત સરકાર તેમજ ગુજરાત સરકારની જન સમૂહના સુવિધાઓને લગતી રૂ.3148.54 કરોડના ખર્ચે 55 જેટલા વિકાસના પ્રોજેક્ટોનું લોકાર્પણ તેમજ ખાત મુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાનની સુરત મુલાકાત અને વિકાસના કામોનું લોકાર્પણ ખાત મુર્હૂત માટે મહાનગર પાલિકા અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તબક્કા વાર બેઠકો યોજીને સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Next Article