Surat: કોરોના સંક્ર્મણ જોતા મહાનગરપાલિકાની સામાન્ય સભા ફરી એકવાર ઓનલાઇન મળશે, વિપક્ષી સભ્યોમાં વિરોધ

|

Jan 31, 2022 | 11:50 AM

હવે જયારે કોરોનાના કેસો કાબુમાં આવી રહ્યા છે તેવામાં ફરી એકવખત સામાન્ય સભા ઓફલાઇનને બદલે ઓનલાઇન કરવાનો નિર્ણય કરાતા વિપક્ષી સભ્યોમાં વિરોધ ફરી એકવાર જોવા મળી રહ્યો છે. 

Surat: કોરોના સંક્ર્મણ જોતા મહાનગરપાલિકાની સામાન્ય સભા ફરી એકવાર ઓનલાઇન મળશે, વિપક્ષી સભ્યોમાં વિરોધ
SMC (File Image )

Follow us on

સુરત મહાનગર પાલિકાની (Surat Municipal Corporation) સામાન્ય સભા ફરી ઓનલાઈન (Online ) મળવા જઈ રહી છે. સુરત મહાનગર પાલિકાની વિકાસના કામોને લઈ માસિક સામાન્ય સભા મળે છે. જેમાં મેયર , ડેપ્યુટી મેયર, મનપા કમિશનર, પદાધિકારીઓ સહિત શહેરના તમામ નગરસેવકો હાજર હોય છે. પરંતુ હાલમાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી સુરત મહાનગર પાલિકાના સરદાર વલ્લભભાઈ પટેલ સભા ખંડમાં મળતી સામાન્ય સભા ઓફલાઈનને બદલે ઓનલાઈન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી આજે મહિનાઓ બાદ ફરી એક વાર મનપાની ઓનલાઈન સામાન્ય સભા મળશે.

શહેરને લગતા વિકાસના કામોને લઈ દર મહિનાના છેલ્લા સપ્તાહમાં સુરત મહાનગર પાલિકાની માસિક સામાન્ય સભા મળે છે. સ્થાયી સમિતિથી માંડી વિવિધ સમિતિમાં મંજુર કરાયેલા એજન્ડા પરના કામોની વિસ્તૃત ચર્ચા કરવા માટે આ કામોને સામાન્ય સભાના એજન્ડા પર લાવવામાં આવે છે.

શહેરમાં જાન્યુઆરીની શરૂઆતથી જ કોરોનાના કેસમાં વધારો થયો હતો. કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ જતા પ્રતિદિન કોરોનાના કેસમાં પણ ઉછાળો આવ્યો હતો. પરંતુ હાલમાં સંક્રમણ ધીરે ધીરે ઘટી રહ્યું છે. પરંતુ કોરોનાના કેસ વધતા હોય, મનપા દ્વારા જાન્યુઆરી માસની સામાન્ય સભા ઓનલાઈન યોજવાનું નક્કી કર્યુ છે. જેથી સોમવારે મનપાની સામાન્ય સભા ઓનલાઈન જ મળશે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

અગાઉ કોરોનાની બીજી લહેર વખતે કોરોનાનું સંક્રમણ વધ્યું હતું, ત્યારે મનપા દ્વારા ત્રણ માસ સતત ઓનલાઈન જ સામાન્ય સભા રાખી હતી. પરંતુ સંક્રમણ ઘટતા મનપાએ ફરી ઓફલાઈન યોજી હતી અને હવે ફરીવાર મનપા ઓનલાઈન જ સામાન્ય સભા કરશે.

ત્રીજી લહેરની શરૂઆતમાં પહેલા કોર્પોરેશનની સામાન્ય સભા ઓનલાઈન મળી હતી. જેમાં કામો પર યોગ્ય રીતે ચર્ચા ન કરવામાં આવતી હોવાનો વિપક્ષનો પણ આક્ષેપ રહ્યો હતો. મહત્વના કામો પર ચર્ચા વગર જ મંજૂરી આપવામાં આવતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે જ્યારે કોરોનાના કેસો કાબુમાં આવી રહ્યા છે તેવામાં ફરી એકવખત સામાન્ય સભા ઓફલાઈનને બદલે ઓનલાઈન કરવાનો નિર્ણય કરાતા વિપક્ષી સભ્યોમાં વિરોધ ફરી એકવાર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Budget 2022 : રિયલ એસ્ટેટને ઉદ્યોગનો દરજ્જો આપવાની માંગ

આ પણ વાંચો : Budget 2022 : કેપિટલ ગેન્સમાં ટેક્સ ઘટાડો અને સોના પર ઇમ્પોર્ટ ડયુટી ઓછી કરવા જવેલર્સની માગ

Next Article