Surat : જુઓ ભવિષ્યમાં કેટલું શાનદાર દેખાશે સુરતનું બુલેટ ટ્રેન સ્ટેશન

આ સુરત સ્ટેશન ભારતનું પહેલું સ્ટેશન હશે જે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન રૂટ વચ્ચે તૈયાર થશે. આ કોરિડોરમાં સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સાબરમતી, બીલીમોરા, ભરૂચ, મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી સ્ટેશનના 12 સ્ટેશનનો સમાવેશ થશે.

Surat : જુઓ ભવિષ્યમાં કેટલું શાનદાર દેખાશે સુરતનું બુલેટ ટ્રેન સ્ટેશન
See how cool the bullet train station of Surat will look in the future (File Image )
| Edited By: | Updated on: Feb 12, 2022 | 8:38 AM

લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે  તેવા ભારતના બુલેટ ટ્રેન (Bullet Train ) પ્રોજેક્ટને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના સુરતમાં(Surat )  તેનું પ્રથમ સ્ટેશન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ પૂર્ણ થયું છે. હવે આખરે સ્ટેશનની પહેલી ઝલક સામે આવી છે. પહેલા ગુજરાતના પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ત્યારબાદ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે(Darshna Jardosh ) સ્ટેશનની તસવીરો ટ્વીટ કરીને લોકો સાથે તેની માહિતી શેર કરી હતી.

તેમણે કહ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું સ્ટેશનનું ઈન્ટિરિયર ચમકતા હીરા જેવું હશે. સ્ટેશનની તસવીરો ટ્વીટ કરીને રેલ્વે રાજ્ય મંત્રી દર્શન જરદોશે લખ્યું કે હું સુરતના બુલેટ ટ્રેન સ્ટેશનની પ્રથમ ઝલક તમારા બધા સાથે શેર કરું છું. આ અત્યાધુનિક મલ્ટી લેવલ સ્ટેશનનો બહારનો ભાગ હશે અને સ્ટેશનનો અંદરનો ભાગ ચમકતા હીરા જેવો હશે. તમારા બધા માટે સુરતના બુલેટ ટ્રેન સ્ટેશનની આ પ્રથમ ઝલક છે.

માહિતી અનુસાર, આ સુરત સ્ટેશન ભારતનું પહેલું સ્ટેશન હશે જે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન રૂટ વચ્ચે તૈયાર થશે. આ કોરિડોરમાં સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સાબરમતી, બીલીમોરા, ભરૂચ, મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી સ્ટેશનના 12 સ્ટેશનનો સમાવેશ થશે.

જાપાની શિંકનસેન ટેક્નોલોજી પર ચાલતી, બુલેટ ટ્રેન મહારાષ્ટ્રમાં મુંબઈ અને ગુજરાતના અમદાવાદ વચ્ચેનો પ્રવાસ સમય ઘટાડીને 2.07 કલાક અને 2.58 કલાક કરી દેશે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની મહત્તમ ઝડપ 350 kmph અને મહત્તમ ઓપરેટિંગ સ્પીડ 320 kmph હશે. આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 2026 સુધીમાં સુરત અને બીલીમોરા વચ્ચે કાર્યરત થવાની ધારણા છે.

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચલાવશે. લગભગ 5 વર્ષ પહેલા સપ્ટેમ્બર 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના પીએમ શિન્ઝો આબે સાથે અમદાવાદમાં સાબરમતી ખાતે રૂ. 1.1 લાખ કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

સ્ટેશનના આ રહ્યા બીજા આકર્ષણો :

–અંતરોલીમાં બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશન ગ્રીન સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે
–સ્ટેશનના બિલ્ડિંગમાં ડાયમંડની ડિઝાઇન રાખવામાં આવશે
–પહેલા અને બીજા માળ એમ બંને માળ પર પ્લેટફોર્મ બનાવવામાં આવશે
–સ્ટેશનના અન્ય માળ પર રેસ્ટોરન્ટ અને દુકાનો હશે
–રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરાશે
–બિલ્ડીંગ સોલાર પેનલથી સજ્જ હશે, જેમાં 80 ટકા વીજળી સોલારથી મેળવવામાં આવશે
–શહેરના ઇતિહાસ અને ઉદ્યોગ અંગેની જાણકારી મુકાશે
–સ્ટેશન પરિસરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાંખવામાં આવશે
–આખા પ્રોજેક્ટનું સૌથી પહેલું તૈયાર થનારું આ સ્ટેશન હશે
–બુલેટ ટ્રેનનો પહેલો રન પણ અહીંથી બીલીમોરા સુધીનો હશે જે 2024 સુધી તૈયાર થઇ જશે

આ પણ વાંચો :

Surat: પુણા વિસ્તારમાં તમંચો બતાવી થયેલી લૂંટ મામલે પોલીસની કાર્યવાહી, 5 આરોપીને મુંબઇથી ઝડપી પાડ્યા

Surat: દુકાનદારો અને પેટ્રોલપંપના કર્મચારીને ઠગનાર ઝડપાયો, એસોજી પોલીસે કરી ધરપકડ